Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતા દીદીની હાર પર ગોપી વહુ ખુશ!:બંગાળ ચૂંટણી પર દેવોલીના ભટ્ટાચાર્જીએ કહ્યું, 'હું તેમને સૌથી વધુ નફરત કરું છું, હવે ખરાબ સપનું પૂરું થયું'

    10 hours ago

    'સાથ નિભાના સાથિયા'માં ગોપી વહુના નામથી ફેમસ દેવોલીના ભટ્ટાચાર્જીએ પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો આવ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો છે. દેવોલીનાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી કે, બંગાળમાં હવે પરિવર્તન આવી ગયું છે. 'હું મમતા બેનર્જીને સૌથી વધુ નફરત કરું છું' બંગાળની વતની એક્ટ્રેસે મમતા બેનર્જીની હાર પર ખુશી વ્યક્ત કરતા તેમને પ્રદેશ માટે એક 'ખરાબ સપનું' ગણાવ્યા છે. દેવોલીનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને સ્પષ્ટ કહ્યું કે, 'જો હું કોઈ રાજનેતાથી સૌથી વધુ નફરત કરતી હોવ, તો તે મમતા બેનર્જી જ છે.' મમતાને સૌથી નાપસંદ નેતા ગણાવ્યાં દેવોલીનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, 'બંગાળે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ખરાબ સમય જોયો છે. જો મેં ક્યારેય કોઈ રાજનેતાને નફરત કરી હોય, તો તે આ જ છે. આરજી (રાહુલ ગાંધી) અને તેમની ગેંગ કરતાં પણ વધારે.' એક્ટ્રેસનું માનવું છે કે, 'બંગાળમાં બદલાવની સખત જરૂર હતી અને હવે જઈને જનતાને રાહત મળી છે.' તેણે મમતા અને તેની ટીમને સીધા 'ટાટા' કહી દીધું. રાહુલ ગાંધી અને તેમના સેન્સ ઓફ હ્યુમર પર ટિપ્પણી કરી પોતાની પોસ્ટમાં દેવોલીનાએ રાહુલ ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કટાક્ષ કરતા કહ્યું કે, 'ખરેખરમાં મને લાગે છે કે, આરજી એક સારા માણસ છે અને તેમનો સેન્સ ઓફ હ્યુમર પણ કમાલનો છે, જે કેન્દ્ર સરકાર માટે હંમેશા ફાયદાકારક સાબિત થાય છે.' જોકે, મમતા બેનર્જીના મામલે તેણે કડક વલણ અપનાવતા કહ્યું કે, 'હવે તેઓ બંગાળની રાજનીતિમાં ક્યારેય દેખાશે નહીં.' 'નો રુમ્બા તુમ્બા, હવે ફક્ત ઢિંકા ચિકા' દેવોલીનાએ પોતાની ટ્વીટના અંતમાં બંગાળી ભાષાનો ઉપયોગ કરતા લખ્યું કે, 'હવે બંગાળમાં કોઈ 'રુમ્બા તુમ્બા ઝુમ્બા' નહીં ચાલે.' તેણે લખ્યું, 'પલટાનો દોરકર ચિલો સો પાલતે ગેઈચે (બદલાવની જરૂર હતી અને તે થઈ ગયો). હવે બંગાળમાં ફક્ત ઢિંકા ચિકા, ઢિંકા ચિકા થશે.' લગ્ન પછી દેવોલીનાએ એક્ટિંગમાંથી બ્રેક લીધો હાલમાં દેવોલીના નાના પડદાથી દૂર છે અને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તેણે ડિસેમ્બર 2022માં શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યાં હતાં અને ડિસેમ્બર 2024માં તેણે એક દીકરાને જન્મ આપ્યો, જેનું નામ જોય રાખ્યું છે. દેવોલીના 'સાથ નિભાના સાથિયા' ઉપરાંત 'બિગ બોસ' જેવા મોટા શોનો ભાગ રહી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    Akhilesh Yadav LIVE: सरकार पर हमलावर हुए अखिलेश यादव, प्रेस कॉन्फ्रेंस में क्या बोले? | UP Politics
    Next Article
    સુરતની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિ.માં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું:ફાર્માસિસ્ટ ગેરકાયદે ગર્ભપરીક્ષણ ને ઓપરેશન કરતો, ગુનો નોંધાયો; હોસ્પિટલ સીલ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment