Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ ખાતાના પેન્શનરોની સામાન્ય સભા યોજાઈ:હોદ્દેદારો આગામી ત્રણ વર્ષ માટે યથાવત રખાયા

    3 days ago

    શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોના મંડળની સામાન્ય સભા ગાંધીનગરમાં વિશ્વકર્મા સમાજ સેવા ટ્રસ્ટના હોલ ખાતે યોજાઈ હતી. આ સભામાં મંડળના વર્તમાન પ્રમુખ આઈ.કે. પટેલ, મહામંત્રી જી.કે. પરમાર અને ખજાનચી ભુપેન્દ્રભાઈ ગજ્જરને આગામી ત્રણ વર્ષ માટે યથાવત રાખવાનો પ્રસ્તાવ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યો હતો. આ સભામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિશ્વકર્મા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ગજ્જર અને મંત્રી બીપીનભાઈ ગજ્જર ખાસ હાજર રહ્યા હતા. સભાની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે અમૃતલાલ ડી. સુથારની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ દરમિયાન અવસાન પામેલા મંડળના સભ્યોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહામંત્રી જી.કે. પરમારે ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધ વાંચી સંભળાવી હતી. મંડળના ખજાનચી ભુપેન્દ્રભાઈ ગજ્જરે વર્ષ 2025-26ના હિસાબો રજૂ કર્યા હતા. સભામાં ઉપસ્થિત સભ્યો દ્વારા બંને ઠરાવો સર્વાનુમતે બહાલ રાખીને મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડળના પ્રમુખ આઈ.કે. પટેલ, વિશ્વકર્મા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ગજ્જર, મંત્રી બીપીનભાઈ ગજ્જર અને સામાન્ય સભાના અધ્યક્ષ અમૃતલાલ સુથારે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. અધ્યક્ષ અમૃતલાલ સુથારે જણાવ્યું કે મંડળના હોદ્દેદારો અને સભ્યો દ્વારા વરિષ્ઠ સભ્યો સાથે આત્મીય અને લાગણીશીલ વ્યવહાર કરવામાં આવે છે, જેનાથી તેમને આનંદ અને ગૌરવની લાગણી થાય છે. તેમણે સભ્યોને તેમના જન્મ દિવસ કે અન્ય શુભ પ્રસંગે મંડળને આર્થિક સહયોગ આપવા અપીલ કરી હતી. વિશ્વકર્મા સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ગજ્જરે નિવૃત્ત થયેલા પેન્શનરોની એકતા અને સંગઠનની પ્રશંસા કરી હતી. આ અવસરે મંડળના સભ્ય શ્રવણકુમાર પરમાર અને મલયભાઈ વૈષ્ણવે ફિલ્મી ગીતો રજૂ કરીને સભ્યોનું મનોરંજન કર્યું હતું. જામનગરથી ઉપસ્થિત રહેલ મંડળના સભ્ય વિઠ્ઠલભાઈ ધોળકિયા તથા દક્ષિણ ગુજરાત ઝોનના ઉપ પ્રમુખ શ્રીમતી મીનાબેન મિસ્ત્રીનું પુષ્પ ગુચ્છ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બંકીમચંદ્ર બ્રહ્મભટ્ટે કર્યું હતું અને આભાર વિધિ મંડળના ખજાનચી ભુપેન્દ્રભાઈ ગજ્જરે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે ક્રાફ્ટ વર્કશોપ યોજાયો:નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના સમરકેમ્પ અંતર્ગત પાંચ દિવસીય આયોજન
    Next Article
    Tamil Nadu Election Live: Vijay's TVK Reaches Out To AlADMK, DMK-Allies For Support

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment