Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરવરનગર-રતનપર વોર્ડના સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ:સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નિ:શુલ્ક તપાસનું આયોજન

    9 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ દ્વારા જોરવરનગર અને રતનપર વોર્ડના સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય હેતુ સફાઈ કર્મચારીઓના આરોગ્યની સુધારણા અને તેમની તબિયતની વધુ સારી રીતે તપાસ કરવાનો છે. આ કેમ્પમાં શારીરિક તપાસ (જનરલ ચેક-અપ), બ્લડ પ્રેશર અને સુગરની તપાસ, હિમોગ્લોબિન તપાસ તેમજ અન્ય જરૂરી લેબોરેટરી તપાસોનો સમાવેશ થાય છે. અનુભવી ડોકટરો દ્વારા માર્ગદર્શન અને આરોગ્ય સંબંધિત સલાહ પણ આપવામાં આવશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ જોરવરનગર અને રતનપર વોર્ડના તમામ સફાઈ કર્મચારીઓને આ નિ:શુલ્ક કેમ્પમાં ઉપસ્થિત રહીને પોતાની તબિયતની તપાસ કરાવવા અપીલ કરી છે. સફાઈ કર્મચારીઓ શહેરની સ્વચ્છતા અને આરોગ્યના મુખ્ય પાયા છે. તેમના આરોગ્યની સંભાળ લેવી એ મહાનગરપાલિકાની પ્રતિબદ્ધતા છે, જેથી શહેર પણ તંદુરસ્ત રહે.
    Click here to Read More
    Previous Article
    સંતની અયોધ્યાથી દ્વારકા દંડવત યાત્રા પૂર્ણ:2017માં શરૂ કરી, દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી
    Next Article
    નવસારી જિલ્લાનું 84.61% ઉત્કૃષ્ટ બોર્ડ પરિણામ:SSCમાં 841 વિદ્યાર્થીઓ ઝળક્યા; જિલ્લાના 28 કેન્દ્રોમાં રૂમાલા કેન્દ્ર અવ્વલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment