Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા પાણી પરબ શરૂ:હીરા બજાર વિસ્તારમાં ત્રીજું પરબ લોકાર્પણ કરાયું

    8 hours ago

    બોટાદમાં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ત્રીજા પાણી પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પરબ હીરા બજાર વિસ્તારમાં નીલમ ટ્રેડર્સ, અવેડા ગેટ પાસે શરૂ કરાયું છે. આ પહેલનો મુખ્ય હેતુ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ, મજૂરો અને સામાન્ય જનતાને ઠંડુ પીવાનું પાણી સરળતાથી પૂરું પાડવાનો છે. આ પાણી પરબ યોગી જેમ્સ (મુંબઈ-સુરત) તેમજ સ્વ. હિરેનભાઈ વલ્લભભાઈ મોરડિયા અને સ્વ. પોપટભાઈ મનજીભાઈ મોરડિયાની સ્મૃતિમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્ય દ્વારા અનેક લોકો પોતાની તરસ છીપાવી શકશે. પરબનું લોકાર્પણ ૫ મે, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફેડરેશન ઓફિસર સી.એલ. ભીકડીયા, આઈ.પી.પી. ચંદુભાઈ સાવલિયા, પૂર્વ પ્રમુખ લાલજીભાઈ કળથીયા, તેમજ સભ્યો મુકેશભાઈ જોટાણીયા, સમીરભાઈ દોશી અને વિજયભાઈ ઝીંઝુવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. જાયન્ટ્સ ગ્રુપે જણાવ્યું કે આવા પ્રયાસોથી સમાજમાં સેવા, સહાનુભૂતિ અને માનવતાના મૂલ્યો વધુ મજબૂત બને છે. આ કાર્ય દ્વારા માનવસેવાનો સંદેશ પ્રસારિત કરવાનો શુભ આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં SIRની કાતર! દરેક બેઠક પર 30 હજાર મતદારો કપાયા:176 બેઠકો પર એટલા જ માર્જિનથી જીત, ભાજપને TMC કરતાં 32 લાખ વધુ મત; મમતા પરિણામોને કોર્ટમાં પડકારી શકે છે
    Next Article
    Tamil Nadu Election Live: Congress Backs Vijay's TVK, Expects 2 Positions In Cabinet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment