Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસ્લિમ મહિલાને ખુલાનામા દ્વારા છૂટાછેડાનો અધિકાર:આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચૂકેલ પત્નીએ પતિના ત્રાસ છત્તા છૂટાછેડા ન માગ્યા, પતિ કેન્સરમાંથી સાજો થયા બાદ છૂટાછેડા લીધા

    8 hours ago

    અમદાવાદની ફેમિલી કોર્ટે મુસ્લિમ પત્નીના 'ખુલા' દ્વારા છૂટાછેડા લેવાના અધિકારને માન્ય રાખતો ચુકાદો આપ્યો છે. અદાલતે સ્વીકાર્યું છે કે મુસ્લિમ મહિલાને તેના પતિની સંમતિ વિના પણ 'ખુલા' દ્વારા લગ્ન વિસર્જન કરવાનો અધિકાર છે. જો કે 'ખુલા' મેળવવા માટે મુસ્લિમ મહિલાએ ફેમિલી કોર્ટનો સંપર્ક કરવો જોઈએ, શરિયત કાઉન્સિલ જેવી સંસ્થાઓ પાસે આવી સત્તા નથી. જો પત્ની લગ્ન જીવન ચાલુ રાખવા ન માંગતી હોય, તો પતિની મંજૂરી વગર પણ કોર્ટ લગ્ન વિસર્જનનો આદેશ આપી શકે છે. પત્ની જયારે છૂટા થવા માગે તેને 'ખુલા' કહેવાય ખુલા નામાએ ઈસ્લામિક કાયદા હેઠળનો એક કાયદેસરનો દસ્તાવેજ છે જે પત્ની દ્વારા શરૂ કરવામાં આવેલા છૂટાછેડાને સત્તાવાર બનાવે છે. સામાન્ય રીતે પતિ દ્વારા આપવામાં આવતા છૂટાછેડાને તલાક કહેવામાં આવે છે, જ્યારે પત્ની જ્યારે અલગ થવાની માંગ કરે ત્યારે તેને ખુલા કહેવામાં આવે છે. આસિસ્ટન્ટ પ્રોફેસર મુસ્લિમ મહિલાએ 2019માં લગ્ન કર્યા હતા એક મહિલા અરજદારે અમદાવાદની ફેમિલી કોર્ટમાં મુસ્લિમ લગ્ન વિસર્જન અધિનિયમ, 1939 અને મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986 હેઠળ અરજી દાખલ કરી હતી. અરજદાર પત્ની જે આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચૂકી હતી. તેણીએ 2019માં અમદાવાદના રહેવાસી સાથે મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, જેમાં 11 હજાર રૂપિયાનું મહેર નક્કી કરવામાં આવ્યું હતું. 2022માં દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. પતિ પત્નીના લોકેશન ટ્રેસ કરતો અને શારીરિક હિંસા પણ કરતો તેને આક્ષેપ કર્યો હતો કે, પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને ગર્ભાવસ્થા દરમિયાન પણ તેને પજવણી કરતો હતો. પતિ પત્નીના લોકેશન પર નજર રાખવા માટે ગૂગલ લાઇવ લોકેશન ચાલુ રખાવતો અને શારીરિક હિંસા પણ કરતો હતો. લગ્ન સમયે પતિએ હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ વિશેની વિગતો છુપાવી હતી. 'પતિ ભરણપોષણ કરવામાં નિષ્ફળ રહ્યો' તેણીએ ખુલાનામાનો હવાલો આપતા દાવો કર્યો હતો કે, પતિ અને સાસરી પક્ષ દ્વારા કરવામાં આવતા ખરાબ વર્તનને કારણે સંબંધો સુધારી ન શકાય તે રીતે તૂટી ગયા છે. મહિલાએ એવી પણ દલીલ કરી હતી કે તે બે વર્ષથી વધુ સમયથી તેના બાળક સાથે પતિથી અલગ રહી રહી છે અને પતિ આ સમયગાળા દરમિયાન તેનું ભરણપોષણ કરવામાં નિષ્ફળ રહ્યો છે. પતિ કેન્સરમાંથી સાજો થયા બાદ પત્નીએ છૂટાછેડા લીધા એટલુ જ નહીં પત્નીએ પતિને કેન્સરની સારવાર દરમિયાન સંપૂર્ણ સાથ આપ્યો અને તે સાજો થઈ ગયા બાદ જ 'ખુલાનામા' દ્વારા અલગ થવાનો નિર્ણય લીધો હતો. લગ્નજીવનમાં વિવાદો ઊભા થતા, મહિલા નવેમ્બર 2023માં તેના પતિનું ઘર છોડીને ચાલી ગઈ હતી અને માર્ચ 2024માં તેણે પતિને ખુલાનામું મોકલીને 11 હજાર રૂપિયાની 'મહેર' ની રકમ પરત કરી દીધી હતી. પતિએ ખુલાનામાનો અસ્વીકાર કર્યો જો કે પતિએ ખુલાનામાનો સ્વીકાર કર્યો નહોતો અને પત્નીના તમામ આરોપોને નકારી કાઢતા તેને ખોટા અને ઉપજાવી કાઢેલા ગણાવ્યા હતા. તેણે દલીલ કરી હતી કે ખુલાનામું એકપક્ષીય અને અમાન્ય છે. તેણે એવો પણ બચાવ કર્યો હતો કે બે વર્ષ સુધી ભરણપોષણ ન કરવાના કાયદાકીય આધારો સાબિત થતા નથી. અદાલતે તેમના લગ્નને વિસર્જિત જાહેર કર્યા, સગીર પુત્રની કસ્ટડી માતા પાસે એફિડેવિટ, ઊલટતપાસ અને લગ્નનું પ્રમાણપત્ર, બાળકનું જન્મનું પ્રમાણપત્ર તથા ખુલાનામું જેવા દસ્તાવેજોની તપાસ કર્યા પછી, કોર્ટે પત્નીની જુબાનીને સુસંગત અને વિશ્વસનીય ગણાવી હતી. જ્યારે પતિના બચાવને મજબૂત પુરાવા વિનાનો સામાન્ય ઇનકાર ગણાવ્યો હતો. જેના આધારે અદાલતે તેમના લગ્નને વિસર્જિત જાહેર કર્યા છે. દંપતીના સગીર પુત્રની કસ્ટડી માતા પાસે રહેશે. પત્નીના દાગીના અને અન્ય ચીજવસ્તુઓ એટલે કે સ્ત્રીધન જે પતિ પાસે છે, તે પતિએ પરત કરવાના રહેશે. 'સામા પક્ષે તેની માન્યતાને એકપક્ષીય કહીને પડકારી છે' કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, પત્ની દ્વારા મોકલવામાં આવેલ ખુલા પોતે જ લગ્ન સંબંધોમાં આવેલી ન સુધારી શકાય તેવી તિરાડ દર્શાવે છે. કોર્ટે જણાવ્યું હતું કે, અરજદારે 18 માર્ચ, 2024ના રોજ સોંપેલા ખુલાનામા પર વિશ્વાસ મૂક્યો છે. સામા પક્ષે તેની માન્યતાને એકપક્ષીય કહીને પડકારી છે, પરંતુ આ દસ્તાવેજ લગ્ન જીવનનો અંત લાવવાની અરજદારની ઈચ્છા અને મહેરની રકમ પરત કરવાની તેની તૈયારી દર્શાવે છે. જો સ્વીકૃતિના અભાવે ખુલાને સંપૂર્ણ ન ગણવામાં આવે, તો પણ તે ચોક્કસપણે સાબિત કરે છે કે લગ્ન સંબંધ હવે સુધારી શકાય તેમ નથી. પતિ આવા છૂટાછેડા રદ કરી શકતો નથી પ્રિન્સિપલ્સ ઓફ મુસ્લિમ લો' મુજબ ખુલા સામાન્ય રીતે ખુલા-નામા નામના લેખિત દસ્તાવેજ દ્વારા કરવામાં આવે છે અને પતિ આવા છૂટાછેડા રદ કરી શકતો નથી. જ્યારે પતિ સંમતિ આપવાનો ઇનકાર કરે, ત્યારે અદાલત એવું ઠરાવી શકે છે કે પતિની સહમતી વગર પણ 'ખુલા'નો ઉપયોગ કરી શકાય છે. અગાઉ દિલ્હી હાઈકોર્ટ અને કેરળ હાઈકોર્ટ આ સંદર્ભના ચુકાદા આપી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં નિરણ ભરેલું ટ્રેક્ટર પલટ્યું:ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    Ranbir Kapoor loses cool at paparazzi as crowds swarm him and Alia Bhatt at Daadi Ki Shaadi screening. Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment