Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંપતીની બોલાચાલી ઉગ્ર બનતા હત્યામાં પરિણમી:બગસરામાં ઘરકંકાસમાં પતિએ ત્રિકમના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી, હત્યારાને પોલીસે દબોચ્યો

    3 days ago

    અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ઘરકંકાસના કરુણ અંજામ રૂપે પતિએ પત્નીની ઘાતકી હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં આવેશમાં આવી ગયેલા પતિએ પત્ની પર ત્રિકમ વડે હુમલો કરતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી પતિની સ્થળ પરથી જ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉગ્ર બોલાચાલી હિંસક બની બગસરાના માર્કેટિંગ યાર્ડ પાછળના વિસ્તારમાં રહેતા વિજય પરમાર અને વિલાસબેન પરમાર વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા વિજયે ઘરમાં રહેલા ત્રિકમ જેવા તીક્ષ્ણ હથિયારના ઘા વિલાસબેનને ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે વિલાસબેનનું લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ મોત થયું હતું. પોલીસ કાર્યવાહી બનાવની જાણ થતા જ બગસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને ભાગી છૂટે તે પહેલા જ આરોપી વિજય પરમારને ઝડપી પાડ્યો હતો. મોડી રાત્રે પરિવારના સભ્યોના નિવેદન નોંધી હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં વધતી ગુનાખોરી ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં હત્યાની આ બીજી ઘટના છે. અગાઉ રાજુલાના નીંગાળા પાસે એક યુવકે પ્રેમિકાની માતા પર કાર ચડાવી હત્યા કરી હતી. ટૂંકા ગાળામાં બનેલી આ બેવડી હત્યાની ઘટનાઓને પગલે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. સ્થાનિકોમાં પણ વધતા ક્રાઈમ રેટને લઈ ભારે ચિંતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 400 કરોડથી વધુનું ફુલેકું?:મહિને 5% રિટર્નની લાલચમાં 33 હજાર રોકાણકારોના નાણાં ડૂબ્યાની આશંકા, શૂટ સ્પેસના સંચાલકો રફુચક્કરના આક્ષેપો
    Next Article
    IPL 2026: Axar Patel Exposes 'Ineffective' Kuldeep Yadav Against CSK, Says "Missed Him"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment