Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ટોક ઓફ ધ ટાઉન’ બનેલી ઘટના શાંતિથી પૂર્ણ થઇ:માંડવી નગરપાલિકામાં લાફા કાંડ બાદ સમાધાન થયું

    9 hours ago

    માંડવી નગરપાલિકા કચેરીમાં 4 મેના રોજ બનેલી એક ચોંકાવનારી ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી. રજૂઆત દરમિયાન ઉગ્ર હિંસક સ્વરૂપ ધારણ કરતી હેડ ક્લાર્ક પર હુમલો થયો હતો, પરંતુ આખરે આ સમગ્ર પ્રકરણ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ના સૂત્રને સ્વીકારી અરજદારે પણ ઉદારતા દાખવી પરિસ્થિતિ શાંત બની ગઈ છે. સોમવારે બપોરના સમયે ઇન્ચાર્જ હેડ ક્લાર્ક મનજીભાઈ લઘાભાઈ પરમાર પોતાની ચેમ્બરમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે અરજદાર વિનોદભાઈ કાળાભાઈ મહેશ્વરી પોતાના નિવાસ નજીક તોડવામાં આવેલા નાળાને કારણે સર્જાયેલી વાહન વ્યવહારની મુશ્કેલી અંગે રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆત દરમિયાન આરોપી ગુસ્સે ભરાઈ ગયા અને અચાનક હેડ ક્લાર્કને લાફો મારી હુમલો કર્યો હતો. આ હુમલામાં હેડ ક્લાર્કના ચશ્માને નુકસાન થયું હતું તેમજ આંખના ઉપર ભાગે અને નાકમાં ઈજા થતાં લોહી વહી નીકળ્યું હતું. ઘટનાસ્થળે હાજર અન્ય કર્મચારીઓ તાત્કાલિક વચ્ચે પડતા પરિસ્થિતિ વધુ બગડતા અટકાવી શકાઈ હતી અને ઇજાગ્રસ્ત હેડ ક્લાર્કને તરત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે હુમલા બાદ આરોપી કચેરીમાંથી બહાર નીકળવા બદલે હેડ ક્લાર્કની ઓફિસમાં જ સૂઈ ગયો હતો. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આરોપીને અટકમાં લઈ કસ્ટડીમાં ધકેલી દીધો હતો. 5 મેના રોજ આરોપીને ચેપ્ટર કેસ અંતર્ગત મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ મામલે FIR નોંધાવા પહેલા મધ્યસ્થીના પ્રયાસો શરૂ થઈ ગયા હતા. આગળની પ્રક્રિયા દરમિયાન આરોપીને પોતાની ભૂલનો અહેસાસ થતા તેણે હેડ ક્લાર્ક સમક્ષ ક્ષમા યાચના કરી હતી. અરજદારે પણ ઉદારતા દાખવી મામલો માફ કરી દીધો હતો. આ ઘટનામાં શહેરના અગ્રણીઓ પણ સક્રિય બન્યા હતા અને બંને પક્ષોને સમજાવી સમાધાન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અંતે, બંને પક્ષોની સહમતિથી મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાતા આગળની પોલીસ કાર્યવાહી ટળી ગઈ હતી. આ બનાવે નગરપાલિકા કચેરીની સુરક્ષા વ્યવસ્થા અને સંવાદની પદ્ધતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ભવિષ્યમાં આવી અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે કચેરીમાં સુરક્ષા ગાર્ડની નિમણૂંક અને વ્યવસ્થામાં સુધારા લાવવા જરૂરી હોવાનું લોકોમાં મંતવ્ય વ્યક્ત થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'તારા બાપનું નથી હો':આંખો કાઢી-આંગળી બતાવી મહિલા નેતાએ PSIને ધમકાવ્યા, ભાજપનાં પોસ્ટરમાં જબરો લોચો, જગદીશ પંચાલનું પૂતળું ખેંચી અધિકારી ભાગ્યા
    Next Article
    US Woman Convicted Of Poisoning 4-Year-Old With Whiskey, Causing Her Death

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment