Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇટાલીના પીએમની અશ્લીલ ડીપફેક તસવીર વાયરલ:મેલોની બોલ્યા- આ કોઈની પણ સાથે થઈ શકે છે, ડીપફેક એક ખતરનાક વસ્તુ છે

    3 days ago

    ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાની અશ્લીલ ડીપફેક તસવીર પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે આ તસવીર શેર કરતા લખ્યું કે, આ દિવસોમાં મારી ઘણી નકલી તસવીરો ફેલાઈ રહી છે, જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવવામાં આવી છે અને કેટલાક લોકો તેને અસલી ગણાવીને શેર કરી રહ્યા છે. મેલોનીએ કહ્યું, 'મારે સ્વીકારવું પડશે કે જેણે આ તસવીરો બનાવી છે, તેણે કેટલાક કિસ્સાઓમાં મને વધુ સારી બતાવી છે. પરંતુ અસલી વાત એ છે કે હવે લોકો કોઈના પર હુમલો કરવા અને જૂઠ ફેલાવવા માટે કંઈ પણ કરવા લાગ્યા છે.' તેમણે કહ્યું કે આ ફક્ત મારા વિશે નથી. ડીપફેક એક ખતરનાક વસ્તુ છે, કારણ કે તે લોકોને છેતરી શકે છે, તેમને ગેરમાર્ગે દોરી શકે છે અને કોઈને પણ નિશાન બનાવી શકે છે. હું તો પોતાનો બચાવ કરી શકું છું, પરંતુ ઘણા લોકો આવું કરી શકતા નથી. મેલોનીએ લોકોને કહ્યું કે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ: પહેલા તપાસ કરો, પછી ભરોસો કરો અને ભરોસો કર્યા પછી જ શેર કરો કારણ કે આજે આ મારી સાથે થઈ રહ્યું છે, કાલે આ કોઈની પણ સાથે થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    Bengal BJP Victory: जीत के बाद सुवेंदु अधिकारी का विस्फोटक बयान 'ममता बनर्जी का पोलटिक्स खतम' !
    Next Article
    Ground Report | ચૂંટણીનો અસલી મિજાજ | તસ્કરોનો તરખાટ | Prime Time | News18

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment