Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:શું વિઝિટર વિઝા ઉપર સ્ટેટસ બદલાઈ શકે?

    11 hours ago

    રમેશ રાવલ સવાલ: હું અને મારી પત્ની ટૂંક સમયમાં જ અમેરિકા B1/B2 વિઝા ઉપર જવાનાં છીએ. ત્યાં ગયા પછી અમારે અમારું સ્ટેટસ બદલાવીને સ્ટુડન્ટ વિઝા અથવા વર્ક પરમિટ મેળવવી હોય તો ત્યાં જ રહીને એ પ્રોસેસ થઈ શકે? - નિલેશ શાહ, અમદાવાદ જવાબ: ના, નિયમ મુજબ સ્ટેટસ બદલવાના હેતુથી તમે વિઝિટર વિઝા ઉપર પ્રવેશ ન કરી શકો. જો તમે અમેરિકામાં પ્રવેશ્યાં અને 90 દિવસની અંદર સ્ટેટસ બદલવાની અરજી કરો, તો ઇમિગ્રેશન વિભાગ તેને પૂર્વ આયોજિત ઈરાદો ગણીને તમારી અરજી રિજેક્ટ પણ કરી શકે છે, જેથી ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થાય. એટલે જો ખરેખર ખાસ કારણ હોય, તો જ 90 દિવસ પછી એટર્નીની સલાહ મુજબ કાર્યવાહી કરી શકાય, પણ આ જોખમી પ્રક્રિયા છે. સવાલ: મારો દીકરો અમેરિકામાં H-1B વિઝા ઉપર છે. તેની I-140 પિટિશન એપ્રૂવ થઈ ગઈ છે. હું જાણવા માગું છે કે શું આ સંજોગોમાં તેની પત્નીને (H-4 વિઝા ઉપર) ત્યાં નોકરી કરવા માટે EAD મળી શકે?- રમેશભાઈ પટેલ, મહેસાણા જવાબ: હા, જો H-1B ધારક પતિ કે પત્નીની I-140 પિટિશન એપ્રૂવ થઈ ગઈ હોય, તો તેમના સ્પાઉસ (H-4 વિઝા ધારક) EAD (Employment Authorization Document) માટે અરજી કરી શકે છે. EAD મળ્યા પછી તેઓ અમેરિકામાં કોઈપણ ક્ષેત્રમાં કાયદેસર રીતે નોકરી કરી શકે છે અથવા પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકે છે. સવાલ: અમે કેનેડાના વિઝિટર વિઝા માટે ફાઈલ મૂકી હતી, પણ Purpose of Visit અને Limited Family Ties in Canadaના કારણોસર રિજેક્શન આવ્યું છે. હવે અમારે ફરીથી ફાઈલ મૂકવી હોય તો કેટલો સમય રાહ જોવી જોઈએ? - કેયૂર મિસ્ત્રી, વડોદરા જવાબ: ફરીથી એપ્લાય કરવા માટે કોઈ ચોક્કસ સમયગાળાની મર્યાદા નથી, પરંતુ જ્યાં સુધી તમારા અગાઉના રિજેક્શનનાં કારણો દૂર ન થાય ત્યાં સુધી અરજી કરવી વ્યર્થ છે. તમારે સાબિત કરવું પડશે કે તમારી પાસે ભારતમાં મજબૂત પ્રોપર્ટી, બિઝનેસ કે સામાજિક સંબંધો છે અને તમે વિઝિટ પૂરી કરીને ચોક્કસ પાછા આવશો. તમારા કેનેડા સ્થિત સંબંધી પાસેથી મજબૂત ઇન્વિટેશન લેટર મંગાવો. સવાલ: શું અમેરિકામાં ગ્રીનકાર્ડ ધારક વ્યક્તિ તેનાં માતા-પિતા માટે સ્પોન્સરશિપ ફાઈલ કરી શકે? - અલ્પાબેન, આણંદ જવાબ: ના, ગ્રીનકાર્ડ હોલ્ડર તેમનાં માતા-પિતા માટે ઇમિગ્રેશન પિટિશન ફાઈલ કરી શકતા નથી. આ માટે તમારી પુત્રી કે પુત્રએ અમેરિકાના સિટીઝન હોવું અનિવાર્ય છે. સિટીઝન થયા પછી તેઓ IR-5 કેટેગરી હેઠળ માતા-પિતા માટે અરજી કરી શકે છે, જેમાં વિઝા ખૂબ જ ઝડપથી મળે છે. સવાલ: અમેરિકામાં ઓવરસ્ટે થયા પછી ત્યાંના સિટીઝન સાથે લગ્ન કરીએ તો શું ગ્રીનકાર્ડ મળી શકે? - એક વાચક, નડિયાદ જવાબ: હા, જો કોઈ વ્યક્તિ અમેરિકામાં કાયદેસરના વિઝા પર પ્રવેશ્યા હોય અને પછી વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોય, તો અમેરિકન સિટીઝન સાથે લગ્ન કરવાથી તેમને ‘Adjustment of Status’ દ્વારા ગ્રીનકાર્ડ મળી શકે છે. આ કિસ્સામાં ઓવરસ્ટે માફ થઈ શકે છે. પરંતુ જો પ્રવેશ જ ગેરકાયદેસર હોય, તો પ્રક્રિયા ઘણી અઘરી બને છે અને તેના માટે ‘Waiver’ લેવો પડે છે. એના બદલે કોઈ નિષ્ણાત ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી વધારે જરૂરી છે. સવાલ: મારો દીકરો કેનેડામાં સ્ટુડન્ટ વિઝા ઉપર છે અને તેને વર્ક પરમિટ મળી ગઈ છે. શું તે મને અને મારા પત્નીને કેનેડામાં સેટલ થવા માટે સ્પોન્સર કરી શકે? - વિનોદભાઈ, મહેસાણા જવાબ: કેનેડામાં માતા-પિતાને કાયમી વસવાટ (P.R.) માટે સ્પોન્સર કરવા ‘Parents and Grandparents Program’ (PGP) છે, પણ તે માટે તમારા પુત્રએ પહેલાં તો કેનેડાના P.R. અથવા સિટીઝન હોવું જરૂરી છે. વર્ક પરમિટ પર તે તમને સ્પોન્સર ન કરી શકે. જોકે, તે તમને ‘Super Visa’ પર બોલાવી શકે છે, જેના દ્વારા તમે 5 વર્ષ સુધી સતત ત્યાં રહી શકો છો, પણ આ માટે તેની પાસે નિર્ધારિત લઘુત્તમ આવક હોવી જરૂરી છે. સવાલ: અમેરિકાના વિઝિટર વિઝા માટે ઇન્ટરવ્યૂમાં ગુજરાતી ભાષાનો વિકલ્પ મળે ખરો? મારું અંગ્રેજી નબળું હોવાથી ડર લાગે છે. - મધુબેન, અમદાવાદ જવાબ: હા, મુંબઈ અને દિલ્હીના અમેરિકન કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ માટે ગુજરાતી અને હિન્દી સહિતની પ્રાદેશિક ભાષાઓના દુભાષિયા ઉપલબ્ધ હોય છે. તમારે વિઝા એપોઇન્ટમેન્ટ બુક કરતી વખતે જ ભાષા તરીકે ‘Gujarati’ પસંદ કરવી જોઈએ. ભાષાના કારણે વિઝા રિજેક્ટ થતા નથી, પરંતુ તમારા જવાબો સચોટ અને તમારા ફોર્મ (DS-160) મુજબ હોવા જોઈએ. સવાલ: મારી દીકરી અમેરિકામાં H-1B પર છે. શું તે તેના નાના ભાઈને ગ્રીનકાર્ડ માટે સ્પોન્સર કરી શકે? તેમાં કેટલો સમય લાગે? - કાંતિલાલ, રાજકોટ જવાબ: ના, H-1B વિઝા ધારક ભાઈ-બહેન માટે પિટિશન ફાઈલ કરી શકતા નથી. તમારી દીકરી જ્યારે અમેરિકાની સિટિઝન બને, ત્યારે જ તે તેના ભાઈ માટે F-4 કેટેગરીમાં પિટિશન ફાઈલ કરી શકે. હાલના નિયમો મુજબ, ભાઈ-બહેનની આ કેટેગરીમાં ગ્રીનકાર્ડ મળતા 15થી 18 વર્ષ જેટલો લાંબો સમય લાગે છે.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:માતૃત્વની કિંમત નોકરીરૂપે ચૂકવવાની?
    Next Article
    વસુંધરાના વહાલાં દવલાં:પ્રવાસીઓના ચટાકા વાંદરાઓને ચટાડે છે ધૂળ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment