Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:ફક્ત પુરુષોને સવાલ: ‘તમે મૂછ કેમ રાખો છો?’

    15 hours ago

    ‘તમે મૂછો કેમ રાખો છો?’ એવું પૂછવામાં ય કોઈને થપ્પડ પડે, એવું માની શકાય? ‘ચોક્કસ માની શકાય.....જો આવું કોઈ સ્ત્રીને પૂછ્યું હોય તો....!’ આપણને બધાંને 13-14મું બેસે, એટલે મૂછના પ્રાથમિક દોરા ફૂટવાના શરૂ થઈ જાય છે. મોસમ બેસી ગઈ કહેવાય. સમજોને, લગભગ 15-16ની ઉંમરે ભાયડા-છાપ મૂછો આવી જાય છે. હિંદુસ્તાનમાં તો આપણે બહુ ફર્યા નથી, પણ કાઠીયાવાડ સિવાય ગુજરાતમાં કોઈ વાંકડી મૂછો રાખતું નથી, આઈ મીન...બન્ને છેડાને મર્દાનગીભર્યો વળ આપી શકાય તેવી! ગુજરાતીઓ બિનનફાકારક ચીજોમાં કદી મૂડીરોકાણ કરતા નથી. લાંબી વાંકડીવાળી મૂછો રાખીને શું બે પૈસા મળવાના છે, તે રાખે? વાંકડી તો જાવા દિયો, મેરેજ પછી વાઈફો પેલાની હોય એટલી મૂછો ય ઉતરાવી નાંખે છે. રોજ દહાડામાં આઠ-દસ વાર નડે, એવી મૂછો ઉપર સ્ત્રીઓનો કાળ હોય છે! એ વાત જુદી છે કે, આ કાળ લગ્નનાં 8-10 વર્ષો જ માંડ ચાલતો હોય છે, પછી તો પેલો દાઢો ય ન કરે તો, હૂ કૅર્સ? આં ય, મૂછો રાખે કે ન રાખે, કશું કામમાં આવતું નથી, એટલે ભ’ઈ આજીવન મૂછ-મૂન્ડા રહે છે. મર્દની મૂછોનું આયુષ્યે ય બસ, કોઈ પંદર-વીસ વર્ષનું હોય છે. પહેલાં દાઢીમાં ધોળા આવે છે ને પછી આસ્તે રહીને મૂછ આડી ફાટે છે ને એને ય સંગ તેવો સફેદ રંગ લાગી આવે છે. એકાદ દોરાને તો ડાય કરાય નહિ ને એવા આઠ-દસ સફેદ દોરા વધતા જાય, પછી જમાનો સફાચટનો આવે છે! આ તો ફક્ત પારકી સુંદર સ્ત્રીઓ જેમને ગમતી હોય, એની વાત છે કે, સ્ત્રીઓને સફાચટ ગમે કે આડો કાનખજૂરો ચોંટ્યો હોય એવી પતલી પતલી મૂછો ગમે? આ હું નથી કહેતો, આપણાં પુરાણ કાવ્યો કહે છે કે, મરડી શકાય એવી મૂછો સાપ કે નાગમાં પ્રચલિત હતી. ‘ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાવિયો.....હોઓઓઓ!’ એ જમાનાના નાગો પાસે મરડી શકાય એવી ગુચ્છાદાર મૂછો હતી, જે પરંપરા આજે તો ફક્ત સૌરાષ્ટ્રની કેટલીક કૌમોમાં જીવંત રહી છે. ત્યાં તમને ભરાવદાર અને બન્ને બાજુ મરડી શકાય એવી મૂછોવાળા મર્દો જોવા મળે. એ વાત જુદી છે કે, પેલાને જાતે ઈચ્છા થાય ત્યારે મરડી શકે....આપણાથી એની મૂછો મરડવા ન જવાય! એની બા આપણા ઉપર ખીજાય! બીજો મૂંઝવી નાંખે એવો સવાલે ય ઊભો થાય છે કે, શું એ જમાનામાં સ્ત્રીઓ પાસે ય મરડવા જેવી મૂછો હશે? કાવ્ય મુજબ, એ નાગણ પાસે મરડવાયોગ્ય મૂછો હતી. ગોરધનને ઊંઘમાંથી ઉઠાડવા માટે પહેલાં ચરણ ચાંપવા પાડતા અને પછી મૂછ મરડવી પડતી! કેટલી કંટાળાજનક પ્રોસેસ! શું એ વાતનું કોઈ કોમિક ઊભું થતું નહિ હોય કે, ચુંબન-પ્રક્રિયા દરમ્યાન દાંડીયાની માફક બન્નેએ એકબીજાની મૂછો અથડાવવાની હશે? કહે છે કે, આપણા ભગવાનોના જમાનામાં ભગવાનો મૂછો રાખતા નહોતા. પ્રભુશ્રી રામ, મહાદેવજી કે શ્રીકૃષ્ણ મૂછો રાખતા નહોતા, પણ રાક્ષસ યોનિમાં જન્મેલા રાવણ કે કંસ મૂછો રાખતા હતા. મને તો આજે ય ઈન્કવાયરીઓ કરવાનું મન થાય છે કે, ભગવાનોના ગાલો કેવા મુલાયમ અને સફાચટ હતા કે, દાઢીઓ ય રોટલી બનાવવાના કણક જેવી સપાટ હતી. અહીં સંસ્થાને સવાલ એ થાય છે કે, આપણામાંથી સમજો ને.....લગભગ બધા વાળ કપાવવા તો વાળગુરુઓ પાસે જ જઈએ છીએ, પણ દાઢી-મૂછ માટે આપણે સ્વાવલંબી છીએ. પત્ની માટે આહાહાહા....છલકાઈ જવા જેવો પ્રેમ હોય તો પણ એ કદી આપણને દાઢી કરી આપતી નથી. (જોકે, આ પણ એક કારણ હશે કે, આપણા ગાલો આજે ય ખાડા-ખૂંચરા કે ઈજા વગરના મુલાયમ રહ્યા છે!) એક બીજો અર્થે ય કાઢી શકાય કે, મર્દ ગોરધનનો કદી પત્ની સામે માથું ઝુકાવતા નથી ને ટટ્ટાર માથે પેલી દાઢી કરી આપે નહિ. આ એક જ, સબ્જેક્ટ એવો છે જ્યાં ગોરધન સર ઊંચું રાખીને જીવી શકે છે! મને તો ગોરધનની દાઢી કરી આપતી વાઈફની કલ્પના કરતા જ હસવું આવી જાય છે. દાઢી કરાવવામાં ઊંચાથી માંડીને નીચું ય જોવું પડે છે. એવો મર્દ ગોરધન ધરતી ઉપર પાક્યો નથી જે, આત્મગૌરવ ખાતર પણ વાઈફ પાસે દાઢી કરાવતા મસ્તક ફક્ત ઊંચું જ રાખે! હવે, છેલ્લાં કેટલાંક વર્ષોથી મુલાયમ ગાલો છોડીને ઝાંખરા જેવી દાઢીઓ ઉગાડવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. ઓફ કોર્સ, કેટલાકને સારી ય લાગે છે, પણ બાકીનાઓ કેમ રાખે છે, એની બાકીનાઓને ખબર હોતી નથી. મૂંઝાયે કે વગર મૂંઝાયે આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરવા માટે દાઢી ખંજવાળવામાં આવે છે. ખંજવાળવાની આ પ્રક્રિયા ખાસ કોઈ લાંબી ચાલતી નથી અને વાસ્તવમાં ખંજવાળાતું નથી ફક્ત ચાર આંગળા બાબલાનો ગાલ પંપાળતા હોય એટલું પંપાળીને પાછા આવતા રહેવાનું હોય છે. આવું દાઢી વગરનાઓ કે મૂછ મૂંડાઓ કરી શકતા નથી ને કરે તો કોઈનું ધ્યાને ય જતું નથી. ખંજવાળવાની હૉબી શરૂ થઈ ગઈ હોય તો નાનકડી દાઢી રાખવી જરૂરી છે. એ વાત જુદી છે કે, પોતાની દાઢી ખંજવાળવા માટે આશ્ચર્ય કે આઘાત લાગવો જરૂરી છે. વાત આઘાતોની હોય તો પણ બીજાની દાઢી ખંજવાળી શકાતી નથી. વધુ પડતા વહાલમાં કેટલીક દેસી પત્નીઓ ગોરધનની દાઢી ખંજવાળી આપે છે ને પછી હાથ ધોઈ નાંખે છે. એક સર્વે મુજબ, પૂરા ગુજરાતમાં બન્ને ગાલો પર પૂરી દાઢી આવતી હોય એવા વીરપુરુષો બહુ ઓછા હોય છે, પણ આવા દુ:ખીઓને દાઢા રાખવાના ડોડળીયા બહુ હોય છે. કેટલાકના ગાલો પર તો ચાની ભૂકી છાંટી હોય એટલો જ માલ પડ્યો હોય છે. સામાન્યત: આવી ફેશન ઘરડા બકરાઓમાં વધુ જોવા મળે છે. શું રહી ગયા’તા દાઢા રાખ્યા વગર? પરમાત્મા કરે, આવા દુ:ખીઓને આશીર્વાદને બદલે બે-ચાર છાંટા દાઢીના આપે! સિક્સર - તમારા વાઈફ તો કમ્પ્યૂટર જિનિયસ છે....તો ય કેમ બનતું નથી? - ઈન્ટરનેટ કનેક્શન બહુ ધીરું છે!
    Click here to Read More
    Previous Article
    Gujarat Board GSEB SSC 10th Result 2026 Live Updates: Marksheet download link also at DigiLocker
    Next Article
    આંતરમનના આટાપાટા:ઉમ્ર કી ઐસી કી તૈસી…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment