Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મમતાની જીદ, કહ્યું- રાજીનામું નહીં આપું; ભારતીયો પર ઈરાની હુમલાથી મોદી નારાજ, અમદાવાદમાં મિનિ વાવાઝોડાં સાથે વરસાદ

    7 hours ago

    નમસ્તે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ, દુબઈમાં ઈરાની હુમલાથી ઘાયલ થયેલા ભારતીયોને લઈને PM મોદીએ ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે આ અસ્વીકાર્ય છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે આખરે પાકિસ્તાન 50 વર્ષ પછી દારૂ કેમ વેચવા લાગ્યું.. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટમાં 9 ન્યાયાધીશોની બેંચ સબરીમાલા કેસ પર સુનાવણી કરશે. 2. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મંત્રીમંડળની બેઠક બોલાવી છે. 📰 કાલના મોટા સમાચારો 1. મમતાએ કહ્યું- રાજીનામું નહીં આપું, જનાદેશથી નહીં અમે ષડયંત્રથી હાર્યા:ચૂંટણી પંચ વિલન, ભાજપ સાથે મળીને 100 બેઠકો લૂંટી; કોલકાતામાં BJP કાર્યકરની હત્યા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું- હું CM પદ પરથી રાજીનામું નહીં આપું. અમે જનાદેશથી નહીં, ષડયંત્રથી હાર્યા છીએ. તેથી રાજીનામું આપવા રાજભવન નહીં જાઉં. મમતાએ આગળ કહ્યું- ચૂંટણી પંચ અસલી વિલન છે. તેણે ભાજપ સાથે મળીને 100 બેઠકો લૂંટી. હવે મારી પાસે કોઈ ખુરશી નથી, હું આઝાદ પક્ષી છું. ક્યાંયથી પણ ચૂંટણી લડી શકું છું, રસ્તાઓ પર રહીશ. વાંચો સંપૂર્ણ સમાચાર 2. દાવો- અમેરિકી વિમાન કતારના એરસ્પેસમાંથી લાપત્તા:ઈમરજન્સી સિગ્નલ આપીને રડારમાંથી ગાયબ થયું; ઈરાની એજન્સીએ કહ્યું- આમાં અમારો વાંક નથી મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે યુએસ એરફોર્સનું KC-135 સ્ટ્રેટોટેન્કર વિમાન કતાર ઉપર ઇમરજન્સી સિગ્નલ જારી કર્યા પછી ગાયબ થઈ ગયું છે. KC-135 સ્ટ્રેટોટેન્કરને "ઉડતું ગેસ સ્ટેશન" તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે હવામાં અન્ય લશ્કરી વિમાનોને રિફ્યુઅલ કરવામાં સક્ષમ છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, વિમાને ઉડાન દરમિયાન "7700" ઇમરજન્સી સિગ્નલ જારી કર્યું હતું. આ સિગ્નલ ત્યારે જારી કરવામાં આવે છે જ્યારે કોઈ વિમાન ગંભીર સમસ્યાનો અનુભવ કરે છે. જોકે, ઈરાનની સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઇન્ડિગોની ચંદીગઢ- હૈદરાબાદ ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ:5 મુસાફરો ઘાયલ, બેગમાં રાખી હતી: તમામ 198 મુસાફરોને ઈમરજન્સી ગેટથી બહાર કઢાયા હૈદરાબાદથી ચંદીગઢ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E 108માં મંગળવારે પાવર બેંકમાં બ્લાસ્ટ થયો. આનાથી 5 મુસાફરો ઘાયલ થયા. પાવર બેંક એક મુસાફરના બેગમાં રાખેલી હતી. ઘટના તે સમયે બની જ્યારે ફ્લાઇટ એરપોર્ટ પર ઊભી હતી. દુર્ઘટના પછી ફ્લાઇટમાં ધુમાડો ભરાઈ ગયો જેનાથી મુસાફરો ગભરાઈ ગયા. મુસાફરોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા. કેટલાક ફોટા પણ લોકોએ શેર કર્યા છે. જેમાં એક મહિલાને એમ્બ્યુલન્સમાં રાખવામાં આવી હતી. ક્રૂ મેમ્બર્સે તરત જ ફાયર સેફ્ટી ઉપકરણોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. યુપી-બિહારમાં વાવાઝોડા-વીજળી પડવાથી 31 લોકોનાં મોત:હરિયાણામાં 15 હજાર વૃક્ષો ઉખડી ગયા; રાજસ્થાનમાં પારો 8°C સુધી ગગડ્યો રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ચક્રવાત બનવાથી દેશના મોટા ભાગમાં હવામાન બદલાઈ ગયું છે. દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશથી લઈને તમિલનાડુ સુધી વાદળોનો લાંબો ટ્રફ બનેલો છે, જેના કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદની અસર છે. છેલ્લા 24 કલાકમાં પણ બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદ થયો છે. યુપીમાં વાવાઝોડા-વરસાદના કારણે 8 લોકોનાં મોત થયા છે. પીલીભીતમાં ઈંટ-ભઠ્ઠાની 100 ફૂટ ઊંચી ચીમની ધરાશાયી થઈ ગઈ. ગાઝીપુરમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 6. અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ:થલતેજ, શીલજ, એસજી હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં માવઠું હવામાન વિભાગ દ્વારા આજે 5 મેના રોજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી, ત્યારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ કચ્છ, અમરેલી, ગીર, દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખબાક્યો હતો. જ્યારે રાત્રિના અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ પૂર્વમાં થલતેજ, શીલજ, એસજી હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સાયબર સ્કેમર્સના નિશાને સરકારી કચેરીઓ:PGVCL એમડીના નામે પૈસા માંગતા અધિકારીએ 45 લાખનું પેમેન્ટ કરી નાખ્યું, RUDAના CEOના નામે પણ 30 લાખ માંગી સાયબર ફ્રોડનો પ્રયાસ રાજકોટમાં સરકારી અધિકારીઓના નામે લાખો રૂપિયા પડાવતી સાયબર ગુનેગારોની ગેંગ સક્રિય થઈ છે. છેલ્લા બે દિવસમાં PGVCL અને રૂડા (RUDA) જેવી મોટી સરકારી કચેરીઓને નિશાન બનાવીને સાયબર સ્કેમર્સ રુપિયા પડાવી રહ્યા છે. 4મેએ PGVCLના MDના નામે રૂપિયા 45 લાખનું સાયબર ફ્રોડ થયા બાદ આજે 5મેએ સાયબર ગઠિયાઓએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એરિયા (રૂડા)ના ચેરમેનના નામે રૂપિયા 30 લાખની માંગણી કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આસામના 126 ધારાસભ્યોમાંથી 63 ફરી જીત્યા:107 ધારાસભ્યો કરોડપતિ, બદરુદ્દીનની સંપત્તિ ₹226 કરોડ; કોંગ્રેસના 16 ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે કહ્યું- 8-9 વર્ષ વધુ રાષ્ટ્રપતિ રહીશ:સાંભળીને લોકો હસવા લાગ્યા તો કહ્યું- હું મજાક નથી કરી રહ્યો, હજુ ઘણું કામ કરવાનું બાકી છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાઘવ ચઢ્ઢાએ કહ્યું- અમારી પાસે 21 રાજ્યોની પોલીસ:CMએ કહ્યું- પંજાબમાં ભાજપના MLA 2 ,રાજ્યસભા MP 6, આ કેવી રીતે?; કેજરીવાલે કહ્યું- ફેબ્રુઆરીમાં મોદી સરકાર પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઇરાક ક્રૂડ ઓઇલ પર 33 ડોલર સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું:યુદ્ધની વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવું પડશે; ભારત ઇરાકી તેલનો ત્રીજો સૌથી મોટો ખરીદદાર વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : નાના ઉદ્યોગોને ₹100 કરોડ સુધીની ગેરંટી વિનાની લોન:ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ એક વર્ષ માટે લંબાવાઈ; એરલાઇન્સ કંપનીઓને ₹1500 કરોડ સુધીની લોન વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : હાર્દિક બહાર, શું હવે મુંબઈનો 'સૂર્યોદય' થશે?:બેક સ્પાઝમમાં ઈજા થતાં આરામ અપાયો, જાણો કેટલી મેચ નહીં રમે; કેપ્ટનશીપ પર જોખમના વાદળો! વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બદ્રીનાથ ધામનો 1300 વર્ષ જૂનો ઇતિહાસ:ઉત્તરાખંડના 200 ગામો મંદિરને ટેક્સ આપતા હતા, શંકરાચાર્યે સ્થાપેલા મઠથી લઈ તિબેટથી આવતી ભેટ સુધીની અજાણી વાતો વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ માણસ ગળી જવાની આશંકાએ મગરની ધરપકડ સાઉથ આફ્રિકામાં પોલીસે એક મગરની ‘ધરપકડ’ કરી છે. આશંકા છે કે તેણે ગુમ થયેલા બિઝનેસમેનને ગળી લીધો છે. હેલિકોપ્ટર દ્વારા મગરને નદીમાંથી ઉઠાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના પેટમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View : બંગાળમાં SIRનું બ્રહ્માસ્ત્ર ચાલ્યું:'નકલી' મતદારો ગાયબ થયા ને મમતાએ ગઢ ગુમાવ્યો; રાજીનામું નહીં આપવાનો દીદીનો ધડાકો, હવે શું થશે? સટિક એનાલિસિસ 2. 'સાહેબ, આ માજીને મેં બાઇક પર બેસીને જતાં જોયા હતા':ચારેય તરફથી આવેલી પોલીસે ફિલ્મીઢબે યુવાનને પકડ્યો, ખિસ્સામાંથી મોબાઇલ નીકળ્યો ને હેવાનના હોંશ ઊડી ગયા 3. MATCH મસાલા ગર્લફ્રેન્ડવાળા ક્રિકેટરો પર મોટી ઘાત?:એરપોર્ટ પર સિરાજ મોબાઈલમાં વીડિયો જોતા રેકોર્ડ થયો; રોહિત-ગોએન્કાની જોડી જામી ગઈ, VIDEO 4. ભાસ્કર એક્સક્લૂસિવ બંગાળમાં દીદીને હરાવનારા ભાજપના 5 પાત્રો:મંચ પરથી પોલીસને ધમકી આપવી એ પણ હતી રણનીતિ, કેવી રીતે કામ કરી ગયું રાજસ્થાન મોડેલ 5. દર વર્ષે હેલ્થ-સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવો જરૂરી!:સમય પહેલાં જ બીમારી વિશે ખબર પડી જશે, સ્વસ્થ-સુરક્ષિત રહેશો; ડોક્ટર પાસેથી જાણો 'સાયલન્ટ લાઇફસેવર'ના ફાયદા 6. SBIએ જાહેર કર્યું એલર્ટ!:ખોટા મેસેજ મોકલીને છેતરી રહ્યા છે સ્કેમર્સ, 7 ભૂલો ન કરો, નિષ્ણાતો પાસેથી જાણો જરૂરી સાવચેતીઓ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોના ઘરે પારણું બંધાશે, કુંભ જાતકોના સંપત્તિના વિવાદો ઉકેલાશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    OpenAI President Claims Elon Musk Physically Threatened Him
    Next Article
    IPL 2026 Points Table Today: KL Rahul snatches back Orange Cap; CSK consolidate hold on 6th spot

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment