Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નના ચાર દિવસ પહેલા જ મંગેતરે સંબંધની ના પાડી દીધી:યુવતીનો આપઘાતનો પ્રયાસ, મંગેતર સાથે હોટેલમાં જતા પોલીસે ઠપકો અને પિતાએ ઝઘડો કર્યો હતો

    10 hours ago

    રાજકોટ શહેરના નાના મવા રોડ પર રહેતી યુવતીએ લગ્નના ગણતરીના દિવસો બાકી હોવા છતાં મંગેતરે લગ્ન કરવાની ના પાડી દેતા અને પિતા સાથે થયેલી બોલાચાલી બાદ ગઈકાલે બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે પિતાની સતર્કતાને કારણે દીકરીનો જીવ બચી ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મંગેતરે લગ્નની ના પાડી દીધી નાના મવા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાફેમાં નોકરી કરે છે. બે મહિના પહેલા યુવતીના તેના જ્ઞાતિના અને અતિથિ ચોક વિસ્તારમાં રહેતા યુવક સાથે સગાઈ કરવામાં આવી હતી. બંને પક્ષે લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને રવિવારના રોજ લગ્ન નિર્ધારિત થયા હતા. લગ્નની કંકોત્રીઓ પણ સગા-સંબંધીઓમાં વહેંચાઈ ગઈ હતી પરંતુ અચાનક મંગેતરએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મંગેતર સાથે હોટેલમાં જતા ઠપકો આપ્યો હતો આ આત્મઘાતી પગલાં પાછળ એક ચોંકાવનારી ઘટના પણ સામે આવી છે જેમાં બે દિવસ પહેલા યુવતી અને તેનો મંગેતર અક્ષર માર્ગ પર આવેલી એક હોટેલના રૂમમાં હતા ત્યારે જ યુવતીના પિતા ત્યાં પહોંચી ગયા હતા અને બંનેને સાથે પકડી પાડ્યા હતા. આ મામલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવક-યુવતીને પોલીસે ઠપકો આપ્યો હતો. આ ઘટના બાદ સામાજિક રીતે પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ગઈકાલે યુવતીએ ઘરે આવ્યા બાદ પિતા સાથે ઉગ્ર દલીલો કરી હતી અને જણાવ્યું હતું કે તેને હાલ લગ્ન કરવા નથી. આ બાબતે પિતા-પુત્રી વચ્ચે ઝઘડો પણ થયો હતો. યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો પિતા સાથેના ઝઘડા અને માનસિક તણાવમાં આવી ગયેલી યુવતીએ બપોરના સમયે ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે, પિતાએ સમયસૂચકતા વાપરી તુરંત જ તેને નીચે ઉતારી લીધી હતી અને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી જ્યાં હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 5 May | Blast near BSF headquarters in Jalandhar, delivery boy injured
    Next Article
    "Backstabbers": Ally DMK On Congress's Possible Tie-Up With Actor Vijay

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment