Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકોના ઘરે પારણું બંધાશે, કુંભ જાતકોના સંપત્તિના વિવાદો ઉકેલાશે

    16 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 06 મે 2026, બુધવારના રોજ વૈશાખ વદ ચોથ/પાંચમ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ બપોરે 12:36થી 02:13 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આર્થિક સ્થિતિને સુધારવા માટે કેટલીક નવી યોજનાઓ બનશે, જે ભવિષ્યમાં સકારાત્મક પણ રહેશે. યુવા વર્ગ પોતાના કરિયરને લઈને કેટલાક નિર્ણયો લેશે અને તેને અમલમાં મૂકવામાં સફળ પણ રહેશે. ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ પણ રુચિ રહેશે. નેગેટિવ- પરંતુ પોતાના પર કામનો વધુ પડતો બોજ ન લેવો. એ વધુ સારું રહેશે કે, તમારા મહત્વપૂર્ણ કાર્યોને જ પ્રાથમિકતા આપો. સંબંધોમાં ચાલી રહેલી નાની-મોટી નકારાત્મક બાબતોને અવગણી દેવી. યુવાનો માટે મસ્તી-મજાકમાં સમય બગાડવો નુકસાનકારક હોઈ શકે છે. વ્યવસાય- વેપારી પ્રવૃત્તિઓમાં સુધારો આવશે. કોઈ નવી સિદ્ધિ પણ પ્રાપ્ત થશે. કમિશન સંબંધિત કાર્યોમાં તમને દગો મળી શકે છે. કોઈના પર પણ આંધળો વિશ્વાસ ન કરવો. આ સમયે ભાગીદારી સંબંધિત યોજનાઓને મુલતવી રાખવી જ વધુ યોગ્ય છે. લવ- પરિવારમાં સગાઈ, લગ્ન જેવી કેટલીક યોજનાઓ બનશે. જેનાથી ઘરમાં ઉત્સવભર્યું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય- પડી જવાની કે ઈજા થવાની આશંકા છે. વાહન અથવા મશીનરી સંબંધિત સાધનોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરો. લકી કલર- ગુલાબી લકી નંબર- 4 પોઝિટિવ- કોઈપણ યોજનાને સારી રીતે વિચારીને કાર્યરૂપ આપવાથી કોઈ લક્ષ્ય પ્રાપ્ત થશે અને મન પ્રસન્ન રહેશે. ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધવાથી તમને આત્મિક આનંદ જ મળશે. યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે. નેગેટિવ- તમારી કોઈ બેદરકારીના કારણે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવાની સ્થિતિ બની રહી છે. યુવા વર્ગ એ પણ ધ્યાન રાખે કે, જીદ અને ગુસ્સા જેવો સ્વભાવ તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. ક્યાંક વાદ-વિવાદની સ્થિતિ પણ વધી શકે છે. તમારા સ્વભાવમાં નરમાશ જાળવી રાખો. વ્યવસાય- વ્યાવસાયિક કાર્યપ્રણાલીનો વિસ્તાર કરવા માટે આધુનિક માહિતી પણ મેળવવી પડશે. કોઈપણ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન અવશ્ય લો. કાર્યસ્થળની આંતરિક વ્યવસ્થામાં હજુ કોઈ પણ પ્રકારના ફેરફારની અપેક્ષા ન રાખો. લવ- પરિવારજનો સાથે બેસીને વિચારોની આપ-લે કરવી સંબંધોમાં નિકટતા વધારશે. મિત્રો સાથે ફેમિલી ગેટ-ટુગેધર સૌને ખુશી આપશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી અને તણાવમાં રહેવું યોગ્ય નથી. બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું. લકી કલર- બદામી લકી નંબર- 6 પોઝિટિવ- સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક લોકોને આજે કોઈ ખુશખબરી મળવાની સંભાવના છે. સામાજિક અને સોસાયટી સંબંધિત પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન આપો. આનાથી કેટલાક નવા લોકો સાથે સંપર્ક પણ સ્થાપિત થશે. કોઈ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક કાર્યક્રમમાં જવાની તક મળશે. નેગેટિવ- કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરતા પહેલા તમારા શુભેચ્છક સાથે સલાહ-સૂચન કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પર યોગ્ય ધ્યાન આપે. નકારાત્મક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાથી તેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડશે. ધ્યાન રાખો કે નાની એવી ગેરસમજના કારણે નજીકના મિત્રો અને ભાઈઓ સાથે સંબંધો બગડી પણ શકે છે. વ્યવસાય- વેપાર સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર તમારી હાજરી ચોક્કસ રાખો, કારણ કે કોઈ પ્રકારનું નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે. જો કે, સ્પર્ધાની સ્થિતિમાં યશ તમને જ મળવાનો છે. સરકારી ઓફિસમાં કેટલાક લોકો રાજકારણ જેવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરશે. લવ- વધુ પડતી વ્યસ્તતાના કારણે તમે પરિવારમાં સમય આપી શકશો નહીં. પરંતુ જીવનસાથીનો પરિવારની વ્યવસ્થા જાળવી રાખવામાં પૂરો સહયોગ રહેશે. સ્વાસ્થ્ય- પાચનતંત્રને મજબૂત બનાવવા માટે પૌષ્ટિક આહાર રાખો. તથા આયુર્વેદિક વસ્તુઓનું વધુને વધુ સેવન કરો. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- આજે તમારો મોટાભાગનો સમય સામાજિક અને સોસાયટી સંબંધિત પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશે. માન-પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. તમારી સકારાત્મક વિચારસરણી, જેમ કે ભાગ્ય કરતા કર્મ પર વિશ્વાસ રાખવો, તમારા માટે શુભદાયી રહેશે. પરિવાર સાથે કોઈ સંબંધીના ઘરે ધાર્મિક કાર્યક્રમમાં જવાની તક પણ મળશે. નેગેટિવ- ધ્યાન રાખો કે પિતા કે પિતા સમાન વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારની અપમાનજનક સ્થિતિ ઊભી ન થાય. ક્યારેક કોઈ વિષય વિશે ઊંડાણપૂર્વક જાણવાની ઇચ્છા તમને તમારા ખાસ લક્ષ્યથી ભટકાવી પણ શકે છે. વ્યવસાય- વ્યવસાયને વ્યવસ્થિત રાખવા માટે પ્રયાસો વધારવા પડશે. લેવડ-દેવડ સંબંધિત બાબતોમાં નાનકડી બેદરકારી પણ નુકસાન પહોંચાડી શકે છે. દૂરના વિસ્તારોમાંથી કોઈ મનગમતો કોન્ટ્રાક્ટ કે ઓર્ડર મળી શકે છે. કર્મચારીઓ સાથે મિત્રતાપૂર્ણ સંબંધો જાળવી રાખો. લવ- પતિ-પત્ની વચ્ચે અહમને લઈને તકરાર થઈ શકે છે અને તેની અસર ઘરની વ્યવસ્થા પર પણ પડશે. લગ્નેતર સંબંધો પણ મુશ્કેલીનું કારણ બનશે. સ્વાસ્થ્ય- કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સકારાત્મક રહો, વધુ પડતા તણાવ અને ચિંતાના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડશે. યોગ અને ધ્યાન અવશ્ય કરો. લકી કલર- લાલ લકી નંબર- 9 પોઝિટિવ- ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરવાથી સકારાત્મકતા આવશે. ઘરની જાળવણી તેમજ સાફ-સફાઈ સંબંધિત કાર્યોમાં પણ વ્યસ્તતા રહેશે. કોઈ ખાસ કાર્ય માટે કરેલી મહેનતના સારા પરિણામ મળશે. નેગેટિવ- આત્મચિંતન કરવાથી માનસિક શાંતિ મળશે અને તેનાથી તમારા મનમાં ચાલી રહેલા ઘણા પ્રશ્નોના જવાબો પણ મળશે. આ સમયે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવો યોગ્ય નથી. સાથે જ સીનિયરોના માર્ગદર્શન અને સલાહની અવગણના ન કરો. વ્યવસાય- વ્યવસાયિક સ્થિતિમાં સુધારો આવશે. છેલ્લા કેટલાક સમયથી અટકેલી પ્રવૃત્તિઓમાં પણ થોડી હલચલ શરૂ થશે. સ્ટાફ તથા કર્મચારીઓ સાથેના સંબંધોમાં કડવાશ ન આવવા દો, નહીંતર તેની નકારાત્મક અસર તેમની કાર્યક્ષમતા પર પડી શકે છે. લવ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે, જેનાથી પારિવારિક વાતાવરણ સુખદ અને આનંદદાયક બની રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય- અસંતુલિત દિનચર્યા અને આહારના કારણે માથાનો દુખાવો કે પેટમાં દુખાવાની સમસ્યા રહી શકે છે. ગેસ થાય તેવી વસ્તુઓના સેવનથી પરહેજ કરો. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- આજે તમારી કોઈ સમસ્યાનો ઉકેલ મેળવી લેશો અને વ્યવસ્થિત દિનચર્યા જાળવી રાખવામાં પણ સફળ રહેશો. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક વધશે અને કોઈ સરકારી કામ પણ બનતું જણાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ અને યુવા વર્ગને પોતાના કરિયર અને અભ્યાસને લઈને કરેલી મહેનતના સકારાત્મક પરિણામ મળવાના છે. નેગેટિવ- ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો. નહીંતર કોઈ વાતને લઈને પસ્તાવો કરવો પડી શકે છે. રોકાણ સંબંધિત કોઈપણ પોલિસી લેતા પહેલા તેના વિશે યોગ્ય માહિતી અવશ્ય મેળવો. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તમને કોઈ મોટી સમસ્યાથી બચાવશે. વ્યવસાય- વેપારને લઈને સ્થિતિ સામાન્ય જ રહેશે. માર્કેટિંગ અને આયાત-નિકાસ સંબંધિત બિઝનેસ ફાયદાકારક સ્થિતિમાં રહેશે. પરંતુ પ્રોપર્ટી સંબંધિત કોઈ ડીલ કરતી વખતે પેપરવર્ક કાળજીપૂર્વક કરવાની જરૂર છે. સરકારી સેવામાં રહેલા વ્યક્તિઓ માટે બઢતીની તકો બની રહી છે. લવ- વૈવાહિક સંબંધો સુખદ રહેશે અને ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પણ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય- જો યુરિન ઇન્ફેક્શન અને પેટને લગતી સમસ્યા હોય, તો બેદરકારી ન રાખવી અને તાત્કાલિક સારવાર લેવી. લકી કલર- ગુલાબી લકી નંબર- 6 પોઝિટિવ- આજે કોઈ જૂની સમસ્યા દૂર થતી જણાશે અને મનમાં સકારાત્મકતા પણ જળવાઈ રહેશે. રાજકીય તેમજ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તમારો પ્રભાવ રહેશે. થોડો સમય બાળકોની સમસ્યાઓ સાંભળવામાં અને તેના ઉકેલ શોધવામાં પણ પસાર થશે. નેગેટિવ- વધુ પડતા દેખાડાની વૃત્તિથી દૂર રહો. કારણ કે તેનાથી તમારું પોતાનું જ નુકસાન થશે. યુવાનોએ પોતાના સ્વભાવ અને કાર્યશૈલીમાં સમય અનુસાર ફેરફાર લાવવો જરૂરી છે. કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવાની પણ આશંકા છે. વ્યવસાય- તમારા વ્યાવસાયિક સંપર્કોને મજબૂત કરો. આ સમયે ફાયદાકારક પરિસ્થિતિઓ સર્જાયેલી છે. જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તેને સંબંધિત યોજનાઓ બનાવવા અને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે. નોકરીયાતોએ પોતાના કાર્યો પર ખૂબ જ સચેત રહીને ધ્યાન આપવું પડશે. લવ- પરસ્પર પ્રેમ અને વિશ્વાસ જાળવી રાખવા માટે પરિવારના સભ્યો સાથે મનોરંજન અને ફરવા જવું યોગ્ય રહેશે. પ્રેમ સંબંધોમાં પાર્ટનરની લાગણીઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. માત્ર આ સમયે તમારી માનસિક સ્થિતિને સકારાત્મક જાળવી રાખવાની જરૂર છે. ધ્યાન, પ્રાણાયામ વગેરે અવશ્ય કરો. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- વ્યક્તિગત અને વેપાર સંબંધિત નવી-નવી માહિતી મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરો, તેનાથી તમને વ્યવસ્થિત થવામાં મદદ મળશે. તમારા વ્યક્તિત્વ અને દિનચર્યામાં પરિવર્તન લાવવાના પ્રયાસોના સકારાત્મક પરિણામો સામે આવશે. કોઈ ખાસ વ્યક્તિની મુલાકાત દ્વારા તમને તમારા વ્યક્તિગત નિર્ણયો લેવામાં મદદ મળશે. નેગેટિવ- કોઈ જરૂરિયાતમંદ સંબંધીની મદદ પણ કરવી પડી શકે છે. તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અન્ય લોકો સાથે મુલાકાત કરતી વખતે તમારા માન-સન્માનનું પણ ચોક્કસ ધ્યાન રાખવું. યુવાનોનું કોઈ કોર્સ વગેરેમાં એડમિશન લેવાનું વિચારતા હોય, તો વધારે વિચારવામાં સમય ન બગાડો. વ્યવસાય- વેપારમાં આયોજનબદ્ધ રીતે તમારા અપૂર્ણ કાર્યો વહેલી તકે પૂરા કરવાનો પ્રયાસ કરો. યુવાનોને કરિયરની દૃષ્ટિએ વધુ મહેનતની જરૂર છે. કેટલીક સમસ્યાઓ રહેશે પરંતુ સમજદારીથી ઉકેલ પણ મળી જશે. રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી. પ્રોપર્ટીના કામમાં આજનો દિવસ ખૂબ જ પડકારજનક રહેશે. લવ- પારિવારિક વાતાવરણ આનંદદાયક રહેશે. કોઈ પ્રિય મિત્ર સાથેની મુલાકાત જૂની વાતોને વધુ મધુર બનાવશે. સ્વાસ્થ્ય- આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી યોગ્ય નથી. જો આંખોને લગતી કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક સારવાર લેવી યોગ્ય રહેશે. લકી કલર- સફેદ લકી નંબર- 5 પોઝિટિવ- આજે દિવસની શરૂઆતમાં કોઈ કારણસર નિરાશાની સ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ ગભરાવાને બદલે તેનો સામનો કરો. ધીમે-ધીમે વસ્તુઓ સુવ્યવસ્થિત પણ થઈ જશે. જો કોર્ટ કેસ સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહી હોય, તો આજે તેના સકારાત્મક પરિણામ મળી શકે છે. નેગેટિવ- તમારી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવાનો પ્રયાસ કરો. વધુ પડતા વિચાર-વિમર્શ કરવાથી તકો હાથમાંથી નીકળી પણ શકે છે. દેખાડાના ચક્કરમાં વધુ ખર્ચ કરવા અથવા દેવું લેવાનું ટાળો. સાથે જ જો કોઈને કોઈ વચન આપ્યું હોય તો તેને ચોક્કસ પૂર્ણ કરો, નહીં તો તમારી છબી બગડી શકે છે. વ્યવસાય- કાર્યસ્થળ પર કામકાજનો બોજ વધશે. સાથે જ આવકમાં પણ વધારો થશે, તેથી તમામ કાર્યો સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરો. આ સમયે કોઈપણ નવી યોજના કે પ્લાનિંગ પર કામ કરવું નુકસાનકારક રહેશે. સરકારી નોકરીમાં કોઈ વધારાની ડ્યુટી સોંપાઈ શકે છે. લવ- ઘરમાં સુખ-શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. જીવનસાથીનો સહયોગ તમને આત્મવિશ્વાસ અને હિંમત આપશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બદલાતા વાતાવરણને કારણે કોઈ એલર્જી જેવી તકલીફ થઈ શકે છે. લકી કલર- બદામી લકી નંબર- 2 પોઝિટિવ- કોઈ મિત્રની મદદ કરવામાં જ દિવસનો મહત્તમ સમય પસાર થઈ જશે અને એમ કરવાથી તમારી માનસિક શાંતિ પણ જળવાઈ રહેશે. યુવા વર્ગ પોતાની મહેનત મુજબ શુભ પરિણામ મેળવશે. પ્રોપર્ટી વગેરે સંબંધિત કાર્યો વ્યવસ્થિત રીતે પૂરા થઈ જશે, ઘરના વડીલોનું પણ યોગ્ય માર્ગદર્શન રહેશે. નેગેટિવ- કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે સહજતા જાળવી રાખો. કોઈ પ્રકારની ઉતાવળમાં તમારું બનેલું કામ બગડી શકે છે. તમારી ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરો. આર્થિક બાબતો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય- કમ્પ્યુટર અને મીડિયા સાથે જોડાયેલા વ્યવસાયમાં કેટલીક તકો મળવાની આશા છે. જમીનને લગતા રોકાણની યોજના સફળ રહેશે, તેથી તેના પર તમારું વધુ ધ્યાન કેન્દ્રિત રાખો. વ્યવસાયને લઈને અનુભવી લોકોની સલાહને અવગણશો નહીં, તમને ચોક્કસ કોઈ માર્ગદર્શન મળશે. લવ- જીવનસાથી સાથે કોઈ નાની-મોટી તકરાર થઈ શકે છે, જે સમય જતાં સમાપ્ત પણ થઈ જશે. પ્રેમ સંબંધોની બાબતમાં થોડી નિરાશા રહી શકે છે. સ્વાસ્થ્ય- પ્રદૂષણ અને વર્તમાન વાતાવરણથી તમારો બચાવ કરો. વધુ ભીડવાળી જગ્યાએ જવાનું પણ ટાળો. લકી કલર- લીલો લકી નંબર- 1 પોઝિટિવ- નાણાકીય બાબતોમાં સુધારો આવશે અને આવક તથા ખર્ચમાં સમાનતા જળવાઈ રહેશે. જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય, તો પરસ્પર સમજૂતીથી ઉકેલાઈ શકે છે. ઘરના વડીલ સભ્યોનો સહયોગ લેવો પણ યોગ્ય રહેશે. વ્યક્તિગત કાર્યોને પણ આજે પૂર્ણપણે પતાવી લો. નેગેટિવ- જો ક્યાંક પૈસા રોકવા જઈ રહ્યા છો, તો તમારા બજેટનું પણ ધ્યાન રાખો. તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો અથવા ખાસ વસ્તુઓની સંભાળ જાતે જ રાખવાની જરૂર છે. અન્ય લોકો પર નિર્ભર રહેવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. લેવડ-દેવડ સંબંધિત પ્રવૃત્તિઓ તરત જ પૂરી કરી લેવાનો પ્રયાસ કરો. વ્યવસાય- જો વેપારમાં વિસ્તાર સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવી હોય, તો આ સારો સમય છે. કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી અનુભવ અને માર્ગદર્શન પણ મેળવો. માર્કેટિંગ અને ફિલ્ડ વર્કમાં કામ કરતા લોકો પોતાનો ટાર્ગેટ પૂરો કરી લેશે. નોકરીયાતોએ ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો મધુર રાખવા. લવ- તમે તમારી પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવશો. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માત્ર તમારા આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો. થોડો સમય કસરત વગેરે માટે પણ કાઢો. લકી કલર- પીળો લકી નંબર- 4 પોઝિટિવ- આજે દિવસભર મહેનતની સ્થિતિ રહેશે, પરંતુ તેના ઉત્તમ પરિણામો પણ મળશે. તમારી નાણાકીય યોજનાઓને અમલમાં મૂકવામાં યોગ્ય સમય આપો. તમને મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. દિનચર્યા વ્યવસ્થિત રહેવાથી તમે ફ્રેશ અને તણાવમુક્ત રહેશો. નેગેટિવ- ક્યારેક કોઈ કારણસર તમારી જીદ અને ઉતાવળ નુકસાનકારક પણ સાબિત થશે. સમય અનુસાર પોતાને ઢાળવાનો પ્રયાસ કરો. જૂની વાતો પર અડગ ન રહો. પડોશીઓ સાથે કોઈ નાની વાતને લઈને વાદ-વિવાદ થઈ શકે છે. વ્યવસાય- તમારી યોગ્યતા અને યોગ્ય કાર્યપ્રણાલીના કારણે નવી પાર્ટીઓ સાથે સંપર્ક બનશે તથા વ્યાવસાયિક સ્થળે કેટલાક નવા કરારો મળશે. જે આર્થિક દૃષ્ટિએ ફાયદાકારક સાબિત થશે. કાર્યક્ષેત્રમાં તમારી છબી અને પ્રતિષ્ઠા પણ વધશે. સોના-ચાંદીના વેપારીઓને થોડી નિરાશા થઈ શકે છે. લવ- દાંપત્ય જીવન શાંતિપૂર્ણ રહેશે. ઘરનું વાતાવરણ અનુશાસિત અને સુખદ બની રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની અલગ થવાની સ્થિતિ સર્જાઈ રહી છે. સ્વાસ્થ્ય- સ્નાયુ અને સાંધામાં દુખાવા જેવી સમસ્યા રહેશે. તમારા આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવા ખૂબ જ જરૂરી છે. લકી કલર- કેસરી લકી નંબર- 7
    Click here to Read More
    Previous Article
    06 મેનું અંકફળ:અંક 1 અને 6ના જાતકોના વેપારમાં વૃદ્ધિના યોગ, અંક 4ના જાતકોની મુશ્કેલીઓ દૂર થશે
    Next Article
    અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ:થલતેજ, શીલજ, એસજી હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં માવઠું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment