Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરમાં હાથ સફાયો કરવા ઘરઘાટીનો ફિલ્મી ડ્રામા:દિલ્હીથી બે મિત્રો બોલાવ્યા, બંધક બની લૂંટ કરવા પોતે ‘પીડિત’ હોવાનું નાટક રચ્યું, પોલીસે બેને ઝડપી પાડ્યા

    12 hours ago

    અમદાવાદ શહેરના પંચવટી પાસે આવેલા સેકન્ડ એવેન્યુમાં રહેતા એક પરિવારના ઘરઘાટીએ જ ઘર સાફ કરવાનું કાવતરું ઘડ્યું હતું. લૂંટના ઈરાદે દિલ્હીથી સાગરીતો બોલાવી, પોતે જ ‘પીડિત’ હોવાનું નાટક કરનાર નોકરની પોલીસે ધરપકડ કરી છે. માલિક અચાનક ઘરે આવી પહોંચતા સમગ્ર પ્લાન પર પાણી ફરી વળ્યું હતું. યુનિવર્સિટી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘર લૂંટવા દિલ્હીથી બે મિત્રોને બોલાવ્યા પંચવટીમાં રહેતા સંદીપભાઈના ઘરે છેલ્લા છ મહિનાથી શંકર આજ્ઞાપ્રસાદ નામનો શખ્સ ઘરઘાટી તરીકે કામ કરતો હતો. જ્યારે પરિવારના સભ્યો બહાર ગયા હતા, ત્યારે શંકરે દિલ્હીથી પોતાના બે મિત્રો આકાશ અને નિહાસખાનને ચોરી કરવા માટે બોલાવ્યા હતા. શંકરનો પ્લાન એવો હતો કે આ બંને શખ્સો ઘરમાં ઘૂસી તેને બાંધી દે અને મોઢા પર ટેપ મારી દે, જેથી ઘરના સભ્યો આવે ત્યારે તે નિર્દોષ લાગે અને લૂંટનો આખો ગુનો અજાણ્યા બદમાશો પર ઢોળી શકાય અને ઘરમાં લૂટનું તરકટ રચી શકાય પરંતુ લૂંટારુઓ હાથ સાફ કરે તે પહેલા જ ફરિયાદીના પિતા જગદીશભાઈ અને તેમનો ડ્રાઈવર ઘરે આવી પહોંચ્યા હતા. બે આરોપીની ધરપકડ, એક ફરાર અંદરથી દરવાજો બંધ હોવાથી શંકા ગઈ અને ડોરબેલ વગાડતા અંદર બે અજાણ્યા શખ્સો દેખાયા. શંકરે એવો બચાવ કર્યો કે આ લોકોએ મને બાંધી દીધો છે. જોકે, જગદીશભાઈએ હિંમત બતાવી આકાશ નામના આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે નિહાસખાન ભાગી છૂટ્યો હતો. યુનિવર્સિટી પોલીસને જાણ કરતા તુરત જ ઘટનાસ્થળે પહોંચી, જ્યારે ઘરઘાટી શંકર પર શંકા જતા કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે તે ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે આર્થિક લાભ માટે તેણે જ આ કાવતરું રચ્યું હતું. પોલીસ દ્વારા ફરાર આરોપી નિહાસખાનની શોધખોળ ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર ઘરઘાટી શંકર અને તેના સાગરીત આકાશની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ત્રણેય આરોપીઓ દિલ્હી આસપાસના જ રહેવાસી છે. હાલ પોલીસ ફરાર આરોપી નિહાસખાનને શોધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટે નારાયણ સાંઇની જામીન અરજી ફગાવી:આસારામના હંગામી જામીન બાદ પુત્રની સુરત દુષ્કર્મ કેસમાં અરજી, જેલ મુક્ત કરવાથી અયોગ્ય ઘટના બનવાની શક્યતાની સરકારની રજૂઆત
    Next Article
    IPL 2026 Live: Stubbs, Rizvi Rebuild For DC After Batting Collapse vs CSK

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment