Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં ભાજપની જીતનો યુકેમાં જશ્ન:લંડનમાં ઢોલ-નગારા સાથે વિજય ઉત્સવ, બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેન પણ ઉજવણીમાં જોડાયા

    9 hours ago

    પશ્ચિમ બંગાળ, આસામ અને પુડ્ડુચેરી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન અને જીતના સમાચાર મળતા જ યુકેમાં વસતા ભારતીયોમાં ખુશીની લહેર જોવા મળી હતી. લંડનના ક્વીન્સબરી સ્ટેશન પાસે આવેલા પાર્કમાં સેંકડો સમર્થકો એકઠા થયા હતા અને જીતની ભવ્ય ઉજવણી કરી હતી. સાંસદ બોબ બ્લેકમેને મોં મીઠું કરાવી પાઠવ્યા અભિનંદન આ કાર્યક્રમમાં હેરોના સાંસદ અને પદ્મશ્રી બોબ બ્લેકમેન પણ આ વિજય ઉત્સવમાં સહભાગી થયા હતા. અને કાર્યકર્તાઓને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમની હાજરીએ ઉપસ્થિત લોકોમાં નવો જોશ ભર્યો હતો. બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને પણ ખાસ હાજરી આપી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ પણ આનંદમય ઉજવણીની પ્રશંસા કરી હતી. ગુંજી ઉઠ્યા ભારત માતા કી જયના નારા બંગાળમાં ભાજપની જીતનો ઉત્સાહ લંડનના આ પાર્કમાં સ્પષ્ટ જોવા મળતો હતો. સમર્થકોએ હાથમાં તિરંગા અને ભાજપના ફ્લેગ લહેરાવી ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ઢોલના તાલે યુવાનો અને વડીલો પરંપરાગત વેશભૂષામાં ગરબે ઘૂમ્યા હતા. લાડુ-જલેબીની જમાવટ અને કેસરીયો માહોલ વિજયના આ જશ્નમાં ખાનપાનની પણ ભારે જમાવટ જોવા મળી હતી. લોકો માટે લાડુ, જલેબી, સમોસા અને ફાફડા-ભજિયા જેવી વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં સમર્થકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને જીતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મોડી રાત સુધી લોકોએ ઉજવણી કરી આટલું જ નહીં લોકોએ ખાણી-પીણીની સાથે ઠંડા પીણાંની પણ મજા માણી હતી. અને સાંજ પડવા છતાં ઉત્સાહ ઓછો થયો ન હતો. રોશની અને સંગીતના તાલે મોડી રાત સુધી ઉજવણી ચાલુ રહી હતી. છેલ્લે સૌ કોઈ આ ઐતિહાસિક વિજયની યાદો સાથે છૂટા પડ્યા હતા. દિવ્ય ભાસ્કર માટે લંડનથી સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ
    Click here to Read More
    Previous Article
    નાના ઉદ્યોગોને ₹100 કરોડ સુધીની ગેરંટી વિનાની લોન:ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ એક વર્ષ માટે લંબાવાઈ; એરલાઇન્સ કંપનીઓને ₹1500 કરોડ સુધીની લોન
    Next Article
    હાઈકોર્ટે નારાયણ સાંઇની જામીન અરજી ફગાવી:આસારામના હંગામી જામીન બાદ પુત્રની સુરત દુષ્કર્મ કેસમાં અરજી, જેલ મુક્ત કરવાથી અયોગ્ય ઘટના બનવાની શક્યતાની સરકારની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment