Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિયારાએ યશ સાથેના બોલ્ડ રોમેન્ટિક સીન્સ હટાવવાની માંગ કરી?:'ટોક્સિક' ફિલ્મને લઈ ચર્ચાઓએ જોર પકડ્યું, એક્ટ્રેસે સ્પષ્ટતા કરી

    10 hours ago

    KGF સ્ટાર યશની આગામી ફિલ્મ 'ટોક્સિક'માં બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, કિયારાએ યશ સાથેના કેટલાક રોમેન્ટિક અને બોલ્ડ સીન્સને ટૂંકા કરવા અથવા દૂર કરવાની માંગ કરી છે. આ ચર્ચાઓએ જોર પકડતા એક્ટ્રેસે સ્પષ્ટતા કરી છે. તેણે આ ચર્ચાઓને ખોટી ગણાવીને છે. બોલ્ડ સિન જોઈને કિયારા અસ્વસ્થ થઈ ગઈ હોવાનો દાવો એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કિયારાએ યશ સાથે એક 'બોલ્ડ રોમેન્ટિક સિક્વન્સ' શૂટ કર્યો હતો. ફાઇનલ આઉટપુટ જોયા પછી, કિયારા અસ્વસ્થ થઈ ગઈ અને તેણે મેકર્સને તેને ટ્રિમ કરવાની વિનંતી કરી. હવે કિયારાએ સોશિયલ મીડિયા પર આવી જ પોસ્ટને રી-શેર કરતા લખ્યું, "બિલકુલ બકવાસ". તેણે આ પ્રકારના તમામ સમાચારોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ફિલ્મમાં યશનો ડબલ રોલ ગીતુ મોહનદાસના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં યશ 'રાયા' અને 'ટિકટ' નામના બે અલગ-અલગ પાત્રો (ડબલ રોલ)માં જોવા મળશે. ફિલ્મમાં કિયારા અડવાણીના પાત્રનું નામ 'નાદિયા' છે. આ ગેંગસ્ટર ડ્રામામાં નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકાઓમાં છે. ફિલ્મની રિલીઝ ડેટ વારંવાર ટળી રહી છે રિલીઝની વાત કરીએ તો 'ટોક્સિક'ના દર્શકોને લાંબી રાહ જોવી પડી રહી છે. ફિલ્મ પહેલા 10 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ તેને વધારીને 2026 કરી દેવામાં આવી. ત્યારબાદ 19 માર્ચ 2026 ની તારીખ સામે આવી, જેને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિઓ અને ફિલ્મ 'ધુરંધર 2' સાથેના ક્લેશથી બચવા માટે ફરીથી ટાળી દેવામાં આવી. લેટેસ્ટ અપડેટ મુજબ, ફિલ્મ હવે 4 જૂન 2026 ના રોજ પણ રિલીઝ થઈ રહી નથી. મેકર્સ ટૂંક સમયમાં નવી ફાઇનલ ડેટની જાહેરાત કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં DC vs CSK:દિલ્હીએ પાંચમી વિકેટ ગુમાવી, કરુણ નાયર, નીતિશ રાણા પછી કેપ્ટન અક્ષર પટેલ પણ આઉટ
    Next Article
    મમતાએ કહ્યું- રાજીનામું નહીં આપું, જનાદેશથી નહીં અમે ષડયંત્રથી હાર્યા:ચૂંટણી પંચ વિલન, ભાજપ સાથે મળીને 100 બેઠકો લૂંટી; કોલકાતામાં BJP કાર્યકરની હત્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment