Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઈકની ચાવી કાઢવા બાબતે પૂછતા યુવાન પર જીવલેણ હુમલો:રસાલા કેમ્પ વિસ્તારમાં લોખંડના પાઈપ-ધોકા લઈને બે ભાઈઓ તૂટી પડ્યા, ફરિયાદ નોંધાઈ

    9 hours ago

    ભાવનગરના રસાલા કેમ્પ વિસ્તારમાં ગઈકાલે બાઈક લઈને જઈ રહેલા 22 વર્ષીય ભાવેશ પારવાણીને રસ્તામાં રોકી, તેની બાઈકની ચાવી કાઢી લેવા બાબતે પૂછતા સમીર અને ધીરજ નામના બે ભાઈઓએ લોખંડના પાઈપ તથા ધોકા વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે નિલમબાગ પોલીસે બંને હુમલાખોરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. બાઈકની ચાવી ખેંચી લેતા મામલો બિચક્યો રસાલા કેમ્પમાં નવા ગુરુદ્વારા સામે રહેતો ભાવેશ હરેશભાઈ પારવાણી પોતાનું મોટરસાઈકલ લઈને સંત કંવારામ પ્રાથમિક શાળા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન માર્ગમાં જ રહેતા સમીર પ્રકાશભાઈ રાજાણી અને ધીરજ પ્રકાશભાઈ રાજાણીએ તેને અટકાવ્યો હતો. સમીરે અચાનક ભાવેશના બાઈકની ચાવી ખેંચી લેતા મામલો બિચક્યો હતો. લોખંડના પાઈપ-ધોકા લઈને બે ભાઈઓ તૂટી પડ્યા જ્યારે ભાવેશે આ રીતે ચાવી કાઢી લેવાનું કારણ પૂછ્યું, ત્યારે ઉશ્કેરાયેલા બંને ભાઈઓએ ગાળાગાળી શરૂ કરી હતી. ઉશ્કેરાટમાં આવી સમીર અને ધીરજે લોખંડના પાઈપ અને ધોકા જેવા હથિયારો વડે ભાવેશ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ તેને ગંભીર શારીરિક ઈજાઓ પહોંચાડી હતી અને સ્થળ પરથી ફરાર થતા પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત યુવાન હાલમાં શહેરની સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બે શખસ સામે ફરિયાદ નોંધાઈ ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે સમીર રાજાણી અને ધીરજ રાજાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે BNS એક્ટ:*118(1), 115(2), 352, 351(3), 54 અને જીપી એક્ટ:135 કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. હાલમાં પોલીસ આ હુમલા પાછળના અન્ય કારણો અને હુમલાખોરોની અટકાયત સંદર્ભે વધુ તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં લૂંટના ઇરાદે હત્યાનો ભેદ ઉકેલાયો:LCBએ એક આરોપીને ઝડપ્યો, મૃતકનો ઓળખીતો જ હત્યારો
    Next Article
    સાયબર ગઠીયાઓના નિશાને સરકારી કચેરીઓ:PGVCL MDના નામે પૈસા માંગતા અધિકારીએ 45 લાખનું પેમેન્ટ કરી નાખ્યું, RUDAના CEOના નામે પણ 30 લાખ માંગી સાયબર ફ્રોડનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment