Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાન મોદીની સોમનાથ મુલાકાત પૂર્વે તંત્ર સજ્જ:નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય વિડિયો કોન્ફરન્સ

    2 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ વિશ્વવિખ્યાત તીર્થસ્થળ સોમનાથની મુલાકાતે આવવાના છે, જેને પગલે ગીર સોમનાથ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે. આ પ્રવાસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. તમામ વિભાગો વચ્ચે સંકલન પર ભાર કલેક્ટર કચેરી ખાતેથી વર્ચ્યુઅલી જોડાયેલા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને સંબોધતા હર્ષ સંઘવીએ વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમો, આગમન-પ્રસ્થાનનો રૂટ, સુરક્ષા પ્રોટોકોલ અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સોમનાથ મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોને વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન ન્યૂનતમ અસુવિધા થાય તેવું સુવ્યવસ્થિત આયોજન કરવું. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા પણ આદેશ અપાયા હતા. રાજકીય આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિ આ મહત્વપૂર્ણ બેઠકમાં શિક્ષણમંત્રી પ્રદ્યુમ્નસિંહ વાજા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, ધારાસભ્ય કે.સી. રાઠોડ તેમજ અગ્રણી ડૉ. સંજય પરમાર અને ભાવનાબહેન હીરપરા ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના અધિકારીઓએ પોતપોતાના વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા બંદોબસ્તની વિગતો રજૂ કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લામાં અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન સાધીને આ મુલાકાતને નિર્વિઘ્ન સફળ બનાવવા માટે તંત્ર રાત-દિવસ મહેનત કરી રહ્યું છે. 11 મેના આ કાર્યક્રમને લઈને સમગ્ર જિલ્લામાં હાલ ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    53.55 કરોડની હેરાફેરીનો પર્દાફાશ, આણંદ ગેંગના 10 ઝડપાયા:અમદાવાદ સહિતના શહેરમાં નેટવર્ક ફેલાયેલું, ‘ઓપરેશન મ્યુલ 2.0’ અંતર્ગત 132 સાયબર ગુનાઓ ઉકેલાયા
    Next Article
    Sabarkantha Weather Change | સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment