Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરઉનાળે કેશોદમાં જળ સંકટ:સાતથી નવ દિવસે મળતા પાણીથી ગૃહિણીઓમાં રોષ, આંદોલનની ચીમકી ઉચ્ચારી

    2 days ago

    જૂનાગઢના કેશોદ શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની ભયાનક તંગી સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 7થી 9 દિવસે પાણી વિતરણ થતું હોવાથી ગૃહિણીઓનું બજેટ અને દિનચર્યા ખોરવાઈ ગઈ છે. તંત્રમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. "વેરો ભરીએ છીએ તો સુવિધા કેમ નહીં?" રાધે શ્યામ નગર અને માધવધાર જેવા વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. રાધે શ્યામ નગરના રહેવાસી દેવલ જોશીએ જણાવ્યું હતું કે, "અમે છેલ્લા દોઢ વર્ષથી રોડ અને પાણીની સમસ્યા સામે લડી રહ્યા છીએ. નગરપાલિકામાં ત્રણ-ત્રણ વાર રજૂઆત કરી હોવા છતાં માત્ર ખોટા વાયદા જ મળે છે. અન્ય વિસ્તારોમાં એકાંતરે પાણી મળે છે, તો અમારે ત્યાં જ 7 દિવસે કેમ?" દર 3 દિવસે પાણી આપે તેવી માગ માધવધાર વિસ્તારના જ્યોત્સનાબેન કળથિયાએ પોતાની પીડા ઠાલવતા કહ્યું કે, "અમારે ત્યાં ક્યારેક 10 દિવસે પાણી આવે છે. ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને પડોશીઓ પાસેથી ડોલ ભરીને પાણી લાવવું પડે છે. વર્ષો પહેલા સાબલી ડેમનું પાણી ફોર્સથી આવતું હતું, જે હવે બંધ થઈ ગયું છે. અમારી માંગ છે કે તંત્ર જાગે અને ઓછામાં ઓછું દર 3 દિવસે પાણી આપે." તંત્રનો બચાવ, ટેકનિકલ ખામી અને પાણીના જથ્થામાં ઘટાડો લોકોના આ આક્રોશ વચ્ચે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ સ્વીકાર્યું હતું કે પાણી વિતરણમાં 6થી 9 દિવસનો વિલંબ થયો છે. પાણી વિતરણની સમસ્યાના કારણો જણાવ્યા હતા કે, ગુજરાત વોટર સપ્લાય બોર્ડ (GWSSB) તરફથી પૂરતું પાણી નથી મળી રહ્યું. શહેરની જરૂરિયાત 10 MLDથી વધુ છે, તેની સામે હાલ માત્ર 8 MLD પાણી મળે છે. વોટરવર્કસમાં ટેકનિકલ ખામી સર્જાતા ક્યારેક જથ્થો 2થી 3 MLD જેટલો ઘટી જાય છે. યોજના હજુ દરખાસ્તના તબક્કે સાબલી ડેમ અંગે ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી હતી કે ત્યાં હવે શહેરની જરૂરિયાત સંતોષી શકાય તેટલો જથ્થો નથી. તંત્ર દ્વારા લાંબા ગાળાના ઉકેલ તરીકે ઓઝત નદી પર ઈન્ટેક વેલ બનાવીને ત્રાંગલસા પીર પાસેના ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવાની યોજના સરકારમાં મોકલી છે. જોકે, આ યોજના હજુ પ્રોપોઝલના તબક્કે હોવાથી હાલની આકરી ગરમીમાં જનતાએ હજુ પણ પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતિ છે. જો આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો સ્થાનિક મહિલાઓએ ઉગ્ર આંદોલન છેડવાની તૈયારી દર્શાવી છે.
    Click here to Read More
    Previous Article
    બે સિંહણ અને બચ્ચાઓ માટે વનકર્મીઓએ વાહનો થંભાવ્યા:બીલખા રોડ પર પાવરહાઉસ પાસે સિંહ પરિવારની એન્ટ્રી, સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરતા હોવાનો વીડિયો વાયરલ
    Next Article
    Panchmahal Weather Change News | પંચમહાલના પૂર્વ વિસ્તારનું વાતાવરણ પલટાયું | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment