Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરઉનાળે ભારે પવન સાથે વરસાદ:દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો, માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી

    8 hours ago

    અરવલ્લી જિલ્લામાં આજે 5 મે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, જેમાં અમદાવાદ 41°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહેવાની શક્યતા છે. રાજકોટ અને ગાંધીનગરમાં પણ પારો 40°C સુધી પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ થશે, જ્યારે વડોદરા, ભાવનગર અને ડીસા જેવા શહેરોમાં તાપમાન 39°C ની આસપાસ રહી શકે છે. બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે સુરત, પોરબંદર અને દ્વારકામાં તાપમાન 31°C થી 34°C વચ્ચે રહેતા અન્ય શહેરોની સરખામણીએ ગરમીથી થોડી રાહત જોવા મળશે. અરવલ્લીના 4 તાલુકામાં કમોસમી માવઠું અરવલ્લીના માલપુર, મેઘરજ, શામળાજી અને મોડાસા તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. માલપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. યાત્રાધામ શામળાજી, વાશેરા કંપા, મોડાસાના નાદિસણ ગામ તેમજ મેઘરજ અને ઇસરી, રેલ્લાવાડા, જીતપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતર કરાયેલ મકાઈ, બાજરી અને ઘાસચારાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપે પોલિંગ એજન્ટ પણ પરીક્ષા લઈને બનાવ્યા:આખા પ્રદેશમાં ભાજપનું કમળ ખીલ્યું; જનતાએ ‘બંગાળી અસ્મિતા’ને બદલે ‘ડબલ એન્જિન’ પસંદ કર્યું
    Next Article
    LIVE: Vijay Casts Tamil Nadu As Hero With 107 Seats. Next: Alliance Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment