Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્લાઈટમાં મોકલાયેલું રૂ. અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ગુમ:અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયું હતું, અકાશા એર કંપની વિરુદ્ધ ફરિયાદ

    9 hours ago

    અમદાવાદની લોજિસ્ટિક કંપની દ્વારા અકાશા એરલાઇન્સ કંપની વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લોજિસ્ટિક કંપની દ્વારા અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં સોના ચાંદીના સાત જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ટાઇટન કંપનીના સોના- ચાંદીના દાગીનાનું કુલ રૂ. 2.57 કરોડની મત્તા ભરેલું એક પાર્સલ બેંગ્લોર પહોંચ્યું નહોતું. આ બાબતે લોજિસ્ટિક કંપની દ્વારા આકાશ એરલાઇન કંપનીનો સંપર્ક કરતા કોઈ માહિતી આપી નહોતી જેથી અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર એરપોર્ટ સુધી સોના ચાંદીના દાગીના ભરેલું પાર્સલ કંપનીએ ન પહોંચાડી અને છેતરપિંડી કરવામાં આવતા લોજિસ્ટિક કંપનીના કર્મચારી દ્વારા અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બેંગ્લોર મોકલાયેલા 7 પાર્સલમાંથી 1 પાર્સલ ગુમ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા સાનિધ્ય ફ્લોર આપ પ્લેટમાં રહેતા બલવીર સિંહ રાઠોડ સિક્વલ લોજિસ્ટિક કંપનીમાં સિક્યુરિટી મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમની કંપની દેશના અલગ અલગ જગ્યાઓમાં પાર્સલ પહોંચાડે છે અને ટાઇટન કંપની સાથે તેમનો કોન્ટ્રાક્ટ થયેલો છે. 17 એપ્રિલના રોજ ટાઇટન કંપનીએ તેમના આપેલા ઓર્ડર મુજબ આરબીજેડ જ્વેલર્સ નામની જ્વેલર મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા તેમનું પાર્સલ આપવામાં આવ્યું હતું જેમાં સોના ચાંદીનું પાર્સલ હતું આખા પાર્સલનું વજન 13 kg હતું અને તેમાં સોના ચાંદીના 2.1 કિલોગ્રામ જેની ₹2.58 કરોડ કિંમત હતી જે પાર્સલ સહિત અલગ અલગ બીજા છ સોના ચાંદીના પાર્સલ મળી સાત જેટલા પાર્સલ આપવામાં આવ્યા હતા. 18 એપ્રિલના રોજ વહેલી સવારે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ ખાતે અકાશા એર કંપનીને બેંગ્લોર પહોંચાડવા માટે આ તમામ પાર્સલ આપવામાં આવ્યા હતા અને એર કંપનીએ પાર્સલ મેળવ્યા અંગેની પહોંચ પણ આપેલી હતી. ગુમ થયેલા પાર્સલમાં રૂ. 2.57 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના અકાશા એર કંપની મારફતે અગાઉ પણ પાર્સલ મોકલ્યા હોવાથી તેમને ભરોસો હતો. વહેલી સવારે 4.50 વાગ્યે અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ થી બેંગ્લોર જે ફ્લાઈટ જવાની હતી તે ફ્લાઇટમાં સાત પાર્સલ મોકલવામાં આવ્યા હતા જ્યારે સવારે બેંગ્લોર એરપોર્ટ ખાતે લોજિસ્ટિક કંપનીની ટીમ પાર્સલ લેવા ગઈ હતી ત્યારે તેમાંથી એક પાર્સલ મળી આવ્યું નહોતું. 2.1 કિલો સોના ચાંદીના દાગીના ભરેલું રૂપિયા 2.58 કરોડનું પાર્સલ પહોંચ્યું નહોતું. આ બાબતે અમદાવાદ ખાતે આકાશા એર દ્વારા જાણ કરવામાં આવી હતી કે તમામ સાત પાર્સલ પહોંચાડી દેવામાં આવ્યા છે. જ્યારે બેંગલોર એરપોર્ટ ખાતે અકાશા એર કંપનીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે છ પાર્સલ પહોંચ્યા છે પરંતુ એક પાર્સલ મળ્યું નથી. જેથી એર કંપનીને ગુમ થયેલા પાર્સલ અંગે પૂછપરછ કરતા તેમણે માહિતી આપી નહોતી. કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીના ભરેલું પાર્સલ અમદાવાદ એરપોર્ટથી મેળવી અને બેંગ્લોર એરપોર્ટ ખાતે ન પહોંચાડી છેતરપિંડી કરતા સિક્વલ લોજિસ્ટિક કંપનીના સિક્યુરિટી મેનેજર એ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે અકાશા એર કંપની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Met Gala 2026 LIVE Updates: From Isha Ambani’s 1,800-carat diamond ensemble to Karan Johar’s Raja Ravi Varma tribute, Indian celebs dazzle at the big event
    Next Article
    9 AM Gujarati News LIVE | 9 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment