Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં યુવતીની હત્યા:ગળામાં વાયર વીંટેલી હાલતમાં મળી આવ્યો, અજાણી યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ

    14 hours ago

    વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી એક યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના ગળા પર ઓઢણી અને વાયર વીંટેલી હાલતમાં મળી આવતા અજાણ્યા શખસે ગળેટૂંપો દઈ હત્યાને અંજામ આપ્યાની શક્યતા છે. મૃતકની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસે અજાણી યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. અંકોડિયા પાસે ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે સ્થાનિક જણાવ્યું હતું કે, આ રસ્તો અમારા ખોડિયાર માતાના મંદિરથી અંદર આવે છે અને અંકોડિયા-ઉંડેરા બોર્ડર પર સીમ વિસ્તાર છે. ત્યાં ખેડૂત શારદાબેન મનુભાઈ વાણંદનું ખેતર છે. સાંજે ખેડૂતો ખેતરમાં જતા હતા ત્યારે તેમને જાણ થઈ હતી કે અહીં એક બોડી પડેલી છે. આખી ચાદર સાથે બોડી વીંટાળેલી હતી. ત્યારબાદ જ્યારે પોલીસ અને એફએસએલ (FSL) ટીમ આવીને બોડીને તપાસી, ત્યારે ખબર પડી કે આ એક યુવતીની લાશ છે. વધુમાં કહ્યું કે, આ બોડી જોતા એવું લાગે છે કે તેના ગળા પર કોમ્પ્યુટર વાયર જેવો પ્લગ વાળો વાયર વીંટાળેલો હતો અને ઉપર ઓઢણી ઓઢાડેલી હતી. મૃતકની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી આ ઘટના અંગે તાલુકા પી આઈ જે કે ડાંગરે જણાવાયું હતું કે, ઘટનાની જાણ થતા જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં યુવતીની હત્યા કરવામાં આવી છે. આ મામલે અમે હત્યાનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Met Gala 2026 LIVE Updates: From Gauravi Kumari’s Jaipur tribute to Karan Johar channeling Raja Ravi Varma, Indian celens shine
    Next Article
    12 Trapped After Central Colombia Mine Explosion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment