Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કળા:સ્ત્રીઓમાં પ્રિય સોદાગરી પ્રિન્ટ કેવી રીતે બને છે?

    4 days ago

    હેપી ભેંસદડિયા ગયા અઠવાડિયે સોદાગરી બ્લોક પ્રિન્ટ વિશે થોડી વાત કરી હતી. આજે જાણો થોડી વધુ વાત. આ પેસ્ટ કલર અને કાપડને જકડી રાખવાનું કામ કરે છે, જેના લીધે કલરની ભાત સારી રીતે ઉપસી આવે છે. પાણીમાં ફટકડી નાખીને તેને ઉકાળવામાં આવે છે અને તેમાં પેસ્ટ મિક્સ કરવામાં આવે છે, જેથી લાલ કલર બને છે તથા એલેઝરીનનાં પથ્થર અને દાડમની છાલ, ધાવડીના ફૂલમાંથી લાલ કલર બનાવવામાં આવે છે. લોખંડ(લોખંડનો કાટ), ગોળ, પાણીનાં મિશ્રણને ‘કાટકસ’ કહેવાય છે જેને 8થી 10 દિવસ સુધી પાણીમાં રાખવામાં આવે છે. જેનાથી કાળો કલર બનાવવામાં આવે છે. શિંગોડા અને હીરાકસીનું મિશ્રણ કરવાથી કાળો કલર વધુ ઘાટો બને છે. મોરથૂથુ અને કચૂકાની પેસ્ટથી બ્રાઉન (કથ્થઈ) કલર બને છે. રતનજ્યોત, ખાવાનાં પાનમાં ઉપયોગમાં લેવામાં આવતા કાથામાંથી પણ બ્રાઉન કલર બનાવાય છે. મહેંદીના પાનમાંથી લીલો રંગ, હળદરમાંથી પીળો રંગ બનાવાય છે. અહીં જે પણ રંગ ઉપયોગમાં લેવાય છે તે બધા કુદરતી (પ્રાકૃતિક) કલર હોય છે કારણ કે કુદરતી રંગો ઋતુ પ્રમાણે તાપમાનમાં થતા બદલાવ પ્રમાણે આ શરીરને રક્ષણ પૂરું પાડે છે. ડિઝાઈન વૈવિધ્યતા અને ખાસિયત આ કળામાં અત્યંત કુશળતા, ધીરજ અને ચોક્સાઈ ખૂબ જ જરૂરી હોય છે. આ કળાની ખાસિયત તેની અસામાન રેખાઓ અને પુનરાવર્તિત છાપ છે, જે આધુનિક મશીનથી બનેલ પ્રિન્ટથી તેને અલગ બનાવે છે. સોદાગરી પ્રિન્ટિંગની બોર્ડરમાં ‘તુમ્ફાલ’ અચૂકપણે જોવા મળે છે. તુમ્ફાલ થાઈ ભાષાનો શબ્દ છે જેનો અર્થ ‘પિલ્લર’ થાય છે. તુમ્ફાલ કપડાના છેડે કરવામાં આવતી ઊભી ડિઝાઇન છે. આ ડિઝાઇન થાઈલેન્ડના મંદિર સ્થાપત્યના પીલર(સ્તંભો) પરથી લેવામાં આવી છે. બજારમાં જોવા મળતા બ્લોક્સમાં ડિઝાઇન તથા બ્લોક્સ મોટા હોય છે જ્યારે સોદાગરી બ્લોક્સમાં ડિઝાઇન ઝીણી જોવા મળે છે. આ સોદાગરી બ્લોક પ્રિન્ટથી તૈયાર કરવામાં આવેલ સાડી, કુર્તા, ધોતિયું, ચૂંદડી, દુપટ્ટા, શાલ, વગેરે વસ્ત્રો બનાવવામાં આવે છે અને તેની નિકાસ દેશ પરદેશમાં કરાય છે. છાપકામનાં બ્લોક્સ બ્લોક્સ દ્વારા છાપકામ કળા સોદાગરી પ્રિન્ટના બ્લોક સાગ કે સીસમ જેવા ટકાઉ અને મજબુત લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે. આ બ્લોક્સ એક જ લાકડામાંથી (સાંધા વગરનું લાકડું) તૈયાર કરવામાં આવે છે. લાકડાના જે બ્લોક્સમાં વધુ કોતરણીકામ (નકશીકામ) હોય છે તેવા બ્લોકસમાં બ્લોકસની ફરતે નીચેના ભાગે છીદ્રો પાડવામાં આવે છે, જેનાથી ડિઝાઇન કરતી વખતે કલર રેલાતો નથી. બ્લોકસનો ઉપયોગ થઈ ગયા બાદ આ બ્લોકસને પાણીમાં ધોઈને સાફ કરીને સુકવવામાં આવે છે ત્યારે છિદ્રોના લીધે ઝડપથી સુકાઈ જાય છે. આમ જેટલી જટિલ કોતરણી તેટલા વધુ છિદ્રો રાખવામાં આવે છે. લાકડાના બ્લોક્સ પાણીનાં લીધે ફુલાય ન જાય તે માટે પણ છિદ્રો રાખવામાં આવે છે. આ છિદ્રો થકી જ કાપડ પર પાડવામાં આવેલી ભાતો સુંદર રીતે ઉપસી આવે છે. લાકડાનાં બ્લોક્સમાં ઉધઈ ન થાય તે માટે તેને સરસવનાં તેલમાં 4થી 5 દિવસ સુધી પલાળીને રાખવામાં આવે છે. સોદાગરી બ્લોક્સની એક ખાસિયત છે કે, તે નાના કદના હોય છે જે 2.5 ઇંચથી 3 ઇંચ જેવડા હોય છે. 60થી 70 વર્ષ જુના બ્લોકથી વિવિધ ભાતો પાડવામાં આવે છે. બ્લોકના મુખ્ય ત્રણ પ્રકાર છે (1) રેખ (2) ડટ્ટો/ડટ્ટા (3) ગધ. રેખ: લાકડાના બ્લોકમાં કરેલી કોતરણીની(ડિઝાઇન) આઉટલાઈનને (બોર્ડર) રેખ કહે છે. ડટ્ટો: લાકડાના બ્લોકથી ડીઝાઇન કરવામાં આવે છે અને આ ડિઝાઇનમાં કલર પૂરવા માટે જે બ્લોકનો ઉપયોગ થાય છે તેને ડટ્ટો કહેવાય છે. ગધ: કાપડ પર વિવિધ ડિઝાઇન કરવામાં આવેલી હોય છે અને અલગ-અલગ ડિઝાઇન વચ્ચે જે જગ્યા હોય છે તેને પૂરવા માટે લાકડાના જે બ્લોક વપરાય છે તેને ગધ કહે છે. રેખ, ડટ્ટો/ડટ્ટા અને ગધ આ ત્રણેયમાં જુદા-જુદા કલરનો ઉપયોગ કરી ડિઝાઈન બનાવવામાં આવે છે. આ લુપ્ત થતી સોદાગરી બ્લોક પ્રિન્ટિંગની કળા 19*10ના ઓરડામાં શ્વાસ લઇ રહી છે. આજે આ કળાને જીવંત રાખવાં માટે શાકિરભાઈ બંગલાવાલા અને તેની દીકરી ડૉ.ઈરીના શાકિર બંગલાવાલા મથામણ કરી રહ્યાં છે. આ બંને બાપ-દીકરી આ કળા સાથે જોડાયેલું એક માત્ર કુંટુંબ છે જે આ કળાનાં વારસાને સાચવીને રાખ્યો છે. આ કળાને વર્ષ-2023માં ભારત સરકાર દ્વારા GI Tag આપવામાં આવ્યો છે. જેના થકી આ કળા પ્રસિદ્ધ બની છે. આજે આપણું Gen-G ગુચી, શનેલ, પ્રાડા, ઝારા, જેવી વિદેશી બ્રાન્ડ પાછળ ઘેલું છે પરંતુ આપણી આ પોતીકી બ્રાન્ડને કોઈ ઓળખતું જ નથી.
    Click here to Read More
    Previous Article
    હૂંફ:નવુંસવું બોલતા શીખેલા બાળક સાથે આત્મીયતા
    Next Article
    પરખ:મધર્સ ડે: મોમ સાથે કેવો છે તમારો સંબંધ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment