Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં મજબૂત બુલિશ ટ્રેન્ડ:બજારમાં હજુ પણ વોલેટાલિટી રહેવાની શક્યતા

    7 hours ago

    સોમવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં મજબૂત બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં વ્યાપક ખરીદી અને પોઝિટિવ સેન્ટિમેન્ટ દ્વારા સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય ઈન્ડેક્સ શુક્રવારના બંધ સ્તર કરતા નોંધપાત્ર તેજી સાથે ઓપન થયા હતા. બજારના વિશ્લેષકો આ તેજી પાછળ ચૂંટણી પરિણામોથી ઊભી થનારી રાજકીય સ્થિરતાની આશાને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. શરૂઆતથી જ ગ્રીન ઓપનિંગ મળતા ઇન્ડેક્સમાં સતત અપમૂવ જોવા મળ્યો. દિવસ દરમિયાન નાના-મોટા કરેકશન છતાં “બાઈ ઓન ડીપ્સ” સ્ટ્રેટેજી જોવા મળી. વૈશ્વિક બજારોમાં સ્થિરતા, સ્થાનિક સ્તરે DII સપોર્ટ અને ટેકનિકલ બ્રેકઆઉટના કારણે બજારનું માર્કેટ સ્ટ્રક્ચર ઓવરઓલ મજબૂત અને અપટ્રેન્ડમાં રહ્યું. દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ, તિમલનાડુ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના આજે પરિણામોના દિવસે શેરબજારમાં વહેલી સવારથી જ મતોની ગણતરી શરૂ થતા અને રાજકીય વલણો કેન્દ્ર સરકાર - ભાજપ તરફી વલણ આવતાની સાથે જ શેરબજારમાં તેની સીધી અસર જોવા મળી હતી. મધ્ય પૂર્વના સંઘર્ષમાં થોડી રાહત મળવાના સંકેતો વચ્ચે તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે ટેકો મળ્યો છે, જ્યારે મુખ્ય વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પણ આગામી દિવસોમાં ફોકસમાં રહેશે. તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ સહિત ચાર ભારતીય રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો ઉપર રોકાણકારો દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે અને બજારમાં હજુ પણ વોલેટાલિટી રહેવાની શક્યતા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોને મુક્ત કરવાનો પ્રયાસ શરૂ કરશે તે પછી હવે તે ચિંતાઓ થોડી ઓછી થઈ છે. ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત કરવાનો પ્રયાસ એક "માનવતાવાદી સંકેત" હતો જેનો હેતુ ફક્ત એવા તટસ્થ દેશોને મદદ કરવાનો હતો જે ઈરાન પર યુએસ- ઇઝરાયલ યુદ્ધમાં સામેલ ન હતા. સેન્સેક્સમાં આજે મજબૂત તેજી જોવા મળી, જેમાં ઇન્ડેક્સે મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ લેવલ પાર કર્યા. બેંકિંગ અને હેવીવેઈટ સ્ટોક્સમાં ખરીદીથી ઇન્ડેક્સને મજબૂતી મળી. દિવસના અંતે સેન્સેક્સ ઊંચા લેવલ પાસે ક્લોઝ થયો, જે બુલિશ સેન્ટિમેન્ટ દર્શાવે છે. બીએસઇ સેન્સેક્સ મૂવમેન્ટ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 76913 સામે 77257 પોઈન્ટના મથાળેથી ખુલીને 76939 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો. સરેરાશ 971 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 355 પોઈન્ટના ઉછાળા સાથે 77269 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચરમાં લોંગ બીલ્ડ અપ અને શોર્ટ કવરિંગ બંને જોવા મળ્યા. ઇન્ડેક્સે મહત્વપૂર્ણ સપોર્ટ ઉપર મજબૂત સ્ટેબિલિટી બતાવી અને ઉપરની તરફ મોમેન્ટમ જાળવી રાખ્યો. નિફ્ટી ફ્યુચર મૂવમેન્ટ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 24098 સામે 24221 પોઈન્ટના મથાળેથી ખુલીને 24072 પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 309 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 100 પોઈન્ટના ઉછાળા સાથે 24199 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવમાં મર્યાદિત રાહત જોવા મળી, જે રોકાણકારોના વિશ્વાસને વધારતી રહી. યુએસ અને યુરોપિયન બજારોમાં પોઝિટિવ ક્લોઝિંગથી ગ્લોબલ સેન્ટિમેન્ટ મજબૂત બન્યો. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા અને ડોલર ઇન્ડેક્સમાં મર્યાદિત હલચલ એમેરગિન્ગ માર્કેટ્સ માટે અનુકૂળ રહી. આ પરિબળોએ ગ્લોબલ ઇક્વિટી માર્કેટ માટે સપોર્ટિવ માહોલ ઉભો કર્યો. સ્થાનિક સ્તરે DII દ્વારા સતત ખરીદી બજાર માટે મજબૂત બેઝ સપોર્ટ બની. ભારતીય અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સ, નિયંત્રિત મોંઘવારી અને સકારાત્મક કોર્પોરેટ પરિણામો રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવે છે. રૂપિયામાં સ્થિરતા અને પોલિસી સપોર્ટ પણ બજાર માટે પોઝિટિવ પરિબળ રહ્યા. સેક્ટરવાઇઝ મૂવમેન્ટ : બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી, જે ઇન્ડેક્સને આગળ ધપાવનાર મુખ્ય ડ્રાઈવર રહ્યા. આઈટી સેક્ટરમાં ગ્લોબલ સંકેતો સુધરતા ખરીદી જોવા મળી. ઓટોમોબાઈલ સેક્ટરમાં માંગના સુધારા અને ખર્ચ નિયંત્રણના કારણે તેજી જોવા મળી. કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં સતત વેલ્યુ બાયિંગ નોંધાયું. એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં સ્થિર અને ડિફેન્સિવ ખરીદી જોવા મળી. DII દ્વારા મજબૂત ખરીદી બજાર માટે મુખ્ય સપોર્ટ બની. ટેકનિકલ ચાર્ટ પર બ્રેકઆઉટ તેજી માટે મહત્વપૂર્ણ રહ્યા. વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ અને ક્રૂડ ઓઈલમાં સ્થિરતા બજારને સપોર્ટ આપે છે. લાંબા ગાળાના મજબૂત ફંડામેન્ટલ્સ રોકાણકારોને વિશ્વાસ આપે છે. FII દ્વારા ક્યારેક પ્રોફિટ બુકિંગ થવાને કારણે ઇન્ટ્રાડે વોલેટિલિટી જોવા મળી શકે છે. ઊંચા વેલ્યુએશન રોકાણકારોને દરેક ઉછાળે સાવચેત રાખે છે. વૈશ્વિક અનિશ્ચિતતા સંપૂર્ણપણે દૂર થઈ નથી. DII દ્વારા સતત અને મજબૂત ખરીદી બજારને સપોર્ટ આપે છે. FII પ્રવૃત્તિ મિક્સ્ડ રહી, જેમાં કેટલાક સેશનમાં ખરીદી અને કેટલાકમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું. મિત્રો, 30.04.2026 એપ્રિલ ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ. 8047.86 કરોડ વેચવાલી જોવા મળી હતી. જયારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ. 3487.10 કરોડ વેચવાલી જોવા મળી હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા બજાર માટે પોઝિટિવ રહી. મેટલ્સમાં મજબૂતી જોવા મળી, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ માંગ સુધારા કારણે. કોમોડિટી માર્કેટ ઓવર ઓલ સપોર્ટિવ રહ્યો. સોનાના ભાવમાં મર્યાદિત ઘટાડો નોંધાયો, કારણ કે રિસ્ક ઓન સેન્ટિમેન્ટમાં રોકાણકારો ઇક્વિટી તરફ વળ્યા. સેફ હેવન તરીકે ગોલ્ડમાં માંગ ઘટી. ચાંદીના ભાવમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં ઇન્ડસ્ટ્રીયલ માંગ સપોર્ટ આપે છે પરંતુ ગ્લોબલ વોલેટિલિટી અસર કરે છે. બેંકિંગ ફાઈનાન્સ, કેપિટલ ગુડ્સ, પાવર, ઓટોમોબાઈલ અને સિલેક્ટિવ આઈટી સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી. તા. 05.05.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા. 04.05.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24199 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24373 પોઈન્ટના પ્રથમ અને 24404 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24088 પોઈન્ટ થી 24008 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23979 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ભારતી એરટેલ ( 1838 ) :- ટેલિકોમ - સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1808 નો પ્રથમ તેમજ રૂ. 1797 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ. 1853 થી રૂ. 1860 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 1875 ઉપર તેજી તરફી ધ્યાન...!! એસબીઆઈ લાઈફ (1824) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ. 1797 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ.. !! રૂ. 1790 ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1834 થી રૂ. 1840 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 1469 ) :- રૂ. 1434 નો પ્રથમ તેમજ રૂ. 1420 ના બીજા સપોર્ટથી ઓઈલ એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1478 થી રૂ. 1485 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! સિપ્લા લીમીટેડ (1338 ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ. 1348 થી રૂ. 1355 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે...!! અંદાજીત રૂ. 1303 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!! આઈસીઆઈસીઆઈ બેંક (1279) :- રૂ. 1 ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઈવેટ બેંક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ. 1260 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ. 1293 થી રૂ. 1303 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!! ભાવિ દિશા : ટૂંકા ગાળામાં બજાર પોઝિટિવ બાયસ સાથે વોલેટાઇલ રહી શકે છે. જો નિફ્ટી મહત્વપૂર્ણ લેવલ ઉપર ટકી રહે તો આગામી ટાર્ગેટ્સ વધુ ઊંચા લેવલ પર જઈ શકે છે. નીચલા લેવલ પર ખરીદી યથાવત રહે તો બજારનો બુલિશ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. રોકાણકારો માટે વ્યૂહરચના : વોલેટાઇલ માર્કેટમાં ઓવર-ટ્રેડિંગ ટાળો અને યોગ્ય સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ કરો. આજના સેશનમાં બજાર મજબૂત બુલિશ ટ્રેન્ડમાં રહ્યું, જેમાં વ્યાપક ખરીદી અને પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યો. ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને પરિબળો બજારને સપોર્ટ આપે છે, જે આગળની તેજી માટે સંકેત આપે છે. યુદ્વની સ્થિતિ ક્યારેક હળવી બની રહી છે, તો ક્યારે ફરી યુદ્વ વિરામનો અંત લાવીને ટ્રમ્પ આક્રમક બની ઈરાનને પૃથ્વી પરના નક્શા પરથી ભૂંસી નાખવાની વાત કરીને ઈરાન અને વિશ્વને ચિંતામાં મૂકી રહ્યા છે. ઈરાન પણ સમજૂતી-ડિલ માટે પોતે તૈયાર હોવાનું દર્શાવીને વાટાઘાટ-મંત્રણા માટે પોઝિટીવ હોવાનું કહીને બીજી તરફ અમેરિકાની ન્યુક્લિયર સહિતના કેટલાક મુદ્દે વાત માનવા ઈન્કાર કરીને સંપૂર્ણ શરણાગતિ સ્વિકારવા તૈતૈયાર નથી. આ અનિશ્ચિતતા વચ્ચે જાણે અમેરિકા થાક્યું હોય એમ હવે ટ્રમ્પ ડિપ્લોમેટિક માર્ગે આ ડિલ પર આગળ વધવાનો અને બીજી જ ક્ષણે ઈરાનને પાયમાલ કરી મૂકનારા અંતિમ હુમલા કરવાની ધમકી ઉચ્ચારીને વિશ્વમાં અજંપો કાયમ રાખી રહ્યા છે. આ જો અને તો ની અનિશ્ચિતતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ 128 ડોલર આંબી જવા અને અમેરિકી ડોલર સામે રૂપિયો 95 ની સપાટી તોડીને નવા ઐતિહાસિક તળીયેઅે ઉતરી જવાથી ભારત માટે નેગેટીવ પરિબળો રચાયા છે. ભારતની ઓઈલ આયાત અત્યંત મોંઘી બનતા આર્થિક ભીંસ વધવાના સ્પષ્ટ સંકેત છે. ઓઈલ આયાત બિલ વધવાની સાથે ખાધમાં જંગી વધારાની સ્થિતિ કેન્દ્ર સરકારને અકળાવી મૂકનાર અને કફોડી સ્થિતિમાં લાવી દેશે.
    Click here to Read More
    Previous Article
    Fadnavis: BJP’s Bengal win will help uproot infiltration from Bangladesh
    Next Article
    Congress-led UDF sweeps Kerala: ‘An interesting transformation’. Pune’s large Kerala community welcomes change

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment