Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરોડોના બજેટ છતા સ્મીમેર હોસ્પિટલની લાલીયાવાડી:બાળકનું વજન કરવા પહેલા માતાને જોખવી પડે, બાદમાં બાદબાકી કરીને બાળકની સારવાર નક્કી થાય, નર્સિંગ સ્ટાફ કેલ્ક્યુલેટર લઈને બેસવા મજબૂર

    8 hours ago

    સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર પોતાની અંધેર વહીવટને કારણે વિવાદમાં આવી છે. કરોડો રૂપિયાના બજેટ અને અત્યાધુનિક સુવિધાઓના દાવા વચ્ચે હોસ્પિટલના પીડિયાટ્રિક (બાળરોગ) વિભાગમાં છેલ્લા એક મહિનાથી 'ટુ-ઈન-વન' વેઈટ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. આ ગંભીર બેદરકારીને કારણે નવજાત બાળકોની સારવારમાં વિલંબ થઈ રહ્યો છે અને નર્સિંગ સ્ટાફને ગણિતના દાખલા ગણવા પડી રહ્યા છે. માતા-બાળકનું સંયુક્ત વજન કરી બાદબાકીનો ખેલ સામાન્ય રીતે બાળરોગ વિભાગમાં આવતા દરેક બાળકની સારવાર તેના વજનના આધારે નક્કી થતી હોય છે. દવાના ડોઝ આપવા માટે શિશુનું સચોટ વજન જાણવું અનિવાર્ય છે. જોકે, મશીન ખરાબ હોવાથી અત્યારે વિચિત્ર પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. પહેલા માતાને ડિજિટલ મશીન પર ઊભી રાખી તેમનું વજન કરાય છે, ત્યારબાદ માતાના ખોળામાં બાળકને રાખી બંનેનું સંયુક્ત વજન લેવાય છે. અંતે, મોબાઈલના કેલ્ક્યુલેટરથી બાદબાકી કરીને બાળકની વજન નક્કી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સમયનો તો વ્યય થાય જ છે, પણ માનવીય ભૂલની શક્યતા પણ રહેલી છે જે નવજાત માટે જોખમી બની શકે. રોજની 100થી વધુ OPD, છતાં તંત્ર નિંદ્રાધીન સ્મીમેરની પીડિયાટ્રિક ઓપીડીમાં દરરોજ સરેરાશ 100થી વધુ બાળકો સારવાર માટે આવે છે. શિશુઓને સુવડાવીને વજન કરી શકાય તેવું ખાસ મશીન બંધ હોવાથી લાંબી લાઈનો લાગે છે. એક તરફ મનપા સ્માર્ટ સિટીના ગુણગાન ગાય છે અને બીજી તરફ તેની જ હોસ્પિટલમાં એક વજન કાંટો રિપેર કરાવવા કે નવો લાવવાની તંત્ર પાસે ફુરસદ નથી. આ અંધેર વહીવટને કારણે ગરીબ દર્દીઓ અને તેમના નવજાત બાળકોએ કલાકો સુધી હાલાકી ભોગવવી પડે છે. 3 વાર લેખિત રજૂઆત છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિભાગ દ્વારા આ સમસ્યા અંગે છેલ્લા એક મહિનામાં બે થી ત્રણ વખત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે. 'ટુ-ઈન-વન' મશીન રીપેર કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. અધિકારીઓની આ 'નિંભર' નીતિને કારણે હોસ્પિટલનો સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાયો છે, કારણ કે તેમને વજન ગણવાની આ કડાકૂટમાં ઘણો સમય વીતાવવો પડે છે જેના કારણે ડોક્ટર સુધી પહોંચવામાં વિલંબ થાય છે. વજન કરવાનું મશીન બગડી ગયુ હોવાની ફરીયાદ મળી હતી સ્મીમેરના અધિકારીએ કહ્યુ કે, થોડા સમય પહેલા બાળકોના વજન કરવાનું મશીન બગડી ગયુ હોવાની ફરીયાદ મળી હતી. જેથી તે મશીન રિપેરીંગ કરવા સુચના આપી હતી અને નવું મશીન ખરીદવા માટેની કામગીરી થઈ છે. જોકે વજન કરવાના બે મશીન પૈકી એક મશીન હાલમાં ચાલુ હોવાથી બાળકોના વજન કરવામાં આવી રહ્યુ છે. જોકે બાળકો સહિતનાને તકલીફ નહી પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ સામે લખનઉની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ:લખનઉએ મુંબઈને આપ્યો 229 રનનો ટાર્ગેટ: પૂરને ફિફ્ટી ફટકારી, માર્શે 44 રન બનાવ્યા; બોશને 2 વિકેટ
    Next Article
    From Salman Khan’s heroine at 16 to running a tiffin service for a few hundred rupees: Pooja Dadwal’s story of survival

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment