Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીમાં ભાજપનો વિજય:વ્યારામાં કાર્યકરોએ આતશબાજી સાથે કરી ઉજવણી

    8 hours ago

    પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ભાજપના કાર્યકરો અને આગેવાનોએ આ વિજયની ભવ્ય ઉજવણી કરી હતી. વ્યારા સ્થિત ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા. વિજયની ખુશીમાં કાર્યકરોએ આતશબાજી કરી અને ફટાકડા ફોડ્યા હતા. 'ભારત માતા કી જય' અને 'ભાજપ ઝિંદાબાદ'ના નારાથી કાર્યાલય પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરો અને નાગરિકોને મીઠાઈ વહેંચી વિજયની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. પક્ષના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિમાં જનતાના વિશ્વાસનું પ્રતીક છે. વ્યારા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા આ વિજય ઉત્સવમાં જિલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કમલમમાં ઝાલમુરી ઝાપટીને ભાજપ નેતાઓની ઉજવણી:અમદાવાદના CG રોડના ફેમસ બંગાળી ઝાલમુરીવાળાએ મોજ કરાવી, વડોદરામાં યુવાનોએ મમતાના ફોટો પગથી કચડ્યો
    Next Article
    Tamil Nadu Results LIVE: Vijay's TVK Ahead In Over 100 Seats, MK Stalin Loses Stronghold

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment