Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમલમમાં ઝાલમુરી ઝાપટીને ભાજપ નેતાઓ-કાર્યકર્તાઓની ઉજવણી:પશ્ચિમ બંગાળમાં ભાજપ જીત તરફ, સુરતમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા, એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું

    9 hours ago

    પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ જણાતા ગુજરાતના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરીઝાપટીને અનોખી રીતે વિજયની ઉજવણીની શરૂઆત કરી હતી. સુરતના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને 'વંદે માતરમ', 'ભારત માતા કી જય' તેમજ 'જય શ્રી રામ'ના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગજવી દીધું હતું. આ વિજયોત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને પક્ષની જીતની ભવ્ય ઉજવણી કરી હતી. ચૂંટણીના આ સકારાત્મક વલણોને પગલે કાર્યકર્તાઓમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા કાર્યકર્તાઓએ ઉજવણી કરી સુરતના સરથાણા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને પક્ષની ભવ્ય સફળતાની ઉજવણી કરી હતી. ખાસ કરીને ભાજપના કાર્યકર્તા જેઓ છેલ્લા બે મહિનાથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી પ્રચાર અને પ્રસારની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની મહેનત રંગ લાવતા કાર્યકર્તાઓમાં વિશેષ આનંદ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે વિજય ભણી આગળ વધી રહી હોવાના સમાચાર મળતા જ સુરતના રસ્તાઓ પર ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    The most iconic cars of the ’70s
    Next Article
    સુરેન્દ્રનગરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ₹31 લાખનો મુદ્દામાલ જપ્ત:બે આરોપી ઝડપાયા, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment