Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં આર્ટ ઓફ લિવિંગનું સંસ્કાર કેન્દ્ર શરૂ:બાળકોમાં માનવીય મૂલ્યો અને સાર્વગિક વિકાસ પર ભાર

    2 days ago

    વેરાવળ ખાતે આર્ટ ઓફ લિવિંગ ગીર સોમનાથ વિભાગ દ્વારા શ્રી શ્રી સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય 6 થી 10 વર્ષના બાળકોમાં માનવીય મૂલ્યોનું સિંચન કરી તેમનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ કેન્દ્રમાં બાળકોને સનાતન હિન્દુ સંસ્કૃતિની પ્રાચીન કથાઓ, દાદીમાના નુસખા સ્વરૂપ શિખામણો, અને આરોગ્ય સુધારવા માટે ખાનપાન તથા દિનચર્યા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, પર્યાવરણ જાગૃતિ (જળ એ જ જીવન), મંત્રો, શ્લોકો, યોગાસન અને પ્રાણાયામ સહિતના સંસ્કારોનું નાનપણથી જ સિંચન કરવાનો પ્રયાસ કરાશે. સ્વયંસેવિકા પલ્લવીબેન કારિયા અને અલ્પાબેન અઢિયાના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે. શ્રી શ્રી સંસ્કાર કેન્દ્ર દર શનિવાર અને રવિવારે બપોરે 4:00 થી 6:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ કેન્દ્ર "આરાધના હોલ", આરાધના હોસ્પિટલ પાછળ, પ્રકાશ કોમ્પ્લેક્સ, વેરાવળ, ગીર સોમનાથ ખાતે આવેલું છે. આ માહિતી શ્રી શ્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા એક યાદીમાં જણાવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં ઉલટફેર, CM સ્ટાલિન પાછળ:વિજયની TVK 74 બેઠકો પર આગળ; કેરલમના વલણોમાં કોંગ્રેસને બહુમતી
    Next Article
    Umreth Election Result LIVE | ઉમરેઠના પરિણામોમાં મોટો ઉલટફેર | Gujarat Election Result | Cong | BJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment