Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતો-મહંતો ઉપસ્થિતિમાં ધાર્મિક ઉજવણી:જીથુડી ગામે પંચમુખી હનુમાનજી આશ્રમે ભંડારા સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

    1 day ago

    કુંકાવાવ તાલુકાના જીથુડી ગામે આવેલ પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે બ્રહ્મલીન મનુપુરી બાપુની સ્મૃતિમાં ભંડારા પ્રસંગ સાથે પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ ધાર્મિક પ્રસંગે ભજન કીર્તન અને સાધુ સંતોનો જમાવડો જોવા મળ્યો હતો. મહોત્સવના પ્રથમ દિવસે હેમાદ્રી વિધિ સાથે મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા ગામમાં ફરાવવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ગ્રામજનો, ભક્તો અને સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. બીજા દિવસે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પંચમુખી હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર વિધિ આચાર્ય શાસ્ત્રી ભીખુદાદા દ્વારા શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરવામાં આવી હતી. બંને દિવસની રાત્રે સંતવાણીના સુંદર કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સંતો-મહંતોએ ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે યજમાન પરિવાર સાથે વિવિધ રાજકીય આગેવાનો તેમજ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આશ્રમના મહંત દયાપુરી માતાજીએ સેવકગણ સાથે મળીને ઉપસ્થિત તમામ સંતો, મહંતો, મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જૂની અદાવતનું વેર ઉકળ્યું:કડિયાળી પાસે ફોરેસ્ટ ટ્રેકર પર હુમલો કુહાડી, લોખંડના પાઇપથી મારપીટ
    Next Article
    LIVE: Will Bengal Choose Mamata Banerjee Or BJP, Can Vijay Upset DMK? Counting At 8 AM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment