Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાની વડનગર સિવિલના ચોથા માળેથી યુવકે પડતું મૂક્યું:બે માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયા

    9 hours ago

    મહેસાણા જિલ્લાના વડનગરની સિવિલ હોસ્પિટલમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલના ચોથા માળેથી એક યુવકે રહસ્યમય સંજોગોમાં કૂદીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાહેર સ્થળે બનેલી આ ઘટનાને પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. હોસ્પિટલના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી પ્રાપ્ત વિગતો અનુસાર, આત્મહત્યા કરનાર યુવક શાહપુર વડ ગામનો રહેવાસી પરમાર ગીરીશભાઈ બાબુભાઇ હતો. ગીરીશભાઈએ કયા કારણોસર હોસ્પિટલના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરિવારમાં શોકનું મોજું આ દુખદ ઘટનાની જાણ થતા જ મૃતકના સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ગીરીશભાઈના જીજાજી બ્રિજેશ કુમારે જણાવ્યું હતું કે, મૃતકના પરિવારમાં બે દીકરીઓ છે. પારિવારિક સ્થિતિને કારણે એક દીકરી પત્ની સાથે અને બીજી દીકરી ગીરીશભાઈ સાથે રહેતી હતી. પિતાના આ અચાનક નિધનથી માસૂમ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા હોસ્પિટલ પરિસરમાં અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ વડનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં વડનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આત્મહત્યા પાછળના ખરા કારણો જાણવા માટે ઊંડી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સોમવારનું રાશિફળ:મેષ, કન્યા અને મકર રાશિને વેપારમાં વૃદ્ધિ થશે, વૃશ્ચિક અને કર્ક જાતકોના વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે
    Next Article
    Dwarka Duplicate Milk | જામ ખંભાળીયાથી 'નકલી દૂધ-પનીર'નું કૌભાંડ ઝડપાયું | Duplicate Paneer |News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment