Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત જોઈ આરોગ્યમંત્રીએ કાફલો રોક્યો:એમ્બ્યુલન્સની રાહ જોવાનો સમય વગાડ્યા વગર પાયલોટિંગ કારમાં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો

    8 hours ago

    રાજકારણીઓની વ્યસ્તતા વચ્ચે ક્યારેક સંવેદનાના એવા દર્શન થાય છે જે સમાજ માટે ઉદાહરણ બની જાય છે. રવિવારે રાત્રે રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ પણ કંઈક આવું જ માનવતાવાદી કાર્ય કરીને સૌના દિલ જીતી લીધા હતા. ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે મંત્રીએ પોતાના જ કાફલાની પાયલોટ કારમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડ્યો હતો. શું હતી સમગ્ર ઘટના? રવિવારે રાત્રે અંદાજે 8:15 વાગ્યે મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા મહુવા-તળાજા ગામના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એન્થમ સર્કલ પાસેથી પસાર થતી વખતે તેમની નજર રસ્તાની સાઈડમાં પડેલા એક 20-22 વર્ષના યુવાન પર પડી હતી, જે અકસ્માતનો ભોગ બન્યો હતો. એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે તાત્કાલિક નિર્ણય મંત્રીએ તાત્કાલિક પોતાનો કાફલો થોભાવી દીધો હતો અને નીચે ઉતરી યુવાનની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, "ભારે ટ્રાફિક હોવાને કારણે એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થઈ રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા સમજીને મંત્રીએ સમય બગાડવાને બદલે પોતાની સાથે રહેલી પાયલોટ જીપ (સરકારી પ્રોટોકોલ કાર)માં જ યુવાનને સુવડાવ્યો હતો. ગોલ્ડન અવરમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યો પોલીસ જવાનોને તાત્કાલિક યોગીચોક સ્થિત સમર્પણ હોસ્પિટલ પહોંચવા આદેશ આપ્યો હતો. હોસ્પિટલમાં પણ ફોન કરીને આગોતરી જાણ કરી જેથી સારવારમાં વિલંબ ન થાય. અકસ્માત સમયે ગોલ્ડન અવર ખૂબ કિંમતી હોય છે. મંત્રીએ પોતાના પ્રોટોકોલની પરવા કર્યા વગર જે રીતે યુવાનની મદદ કરી તેની સ્થાનિકોએ પણ સરાહના કરી હતી. હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા કરાવી માત્ર હોસ્પિટલ મોકલીને મંત્રી અટક્યા નહોતા, તેમણે યુવાનને યોગ્ય સારવાર મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા પણ કરાવી આપી હતી. હાલમાં યુવાનની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મંત્રી પ્રફુલ પાનશેરિયાના આ સેવાકાર્યની સોશિયલ મીડિયામાં પણ ભારે પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    લવ એનિમલ્સ રેલીમાં અઘોરીઓ જોડાયા:શ્વાન પર અત્યાચારના વિરોધમાં પદયાત્રા, આવારા નહીં હમારા હૈ જેવા સ્લોગન સાથેના પોસ્ટર બતાવી વિરોધ
    Next Article
    Mammootty Reacts To Mixed Reviews Of Patriot: "Films Are Made With The Intention Of Being Enjoyed By All"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment