Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નસવાડી પોલીસે લૂંટ-હત્યા કેસના આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું:ગઢ બોરિયાદમાં ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા

    9 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ખાતે ચાર દિવસ પહેલા થયેલા લૂંટ અને હત્યા કેસના આરોપીઓ પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઘટનામાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરી તેમના પગ કાપી ચાંદીના કડા લૂંટી લેવાયા હતા. ગત 29 એપ્રિલના રોજ ગઢ બોરિયાદમાં લૂંટના ઇરાદે એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડા લૂંટી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા. છોટા ઉદેપુર જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં આ કેસના બે આરોપીઓ રણજીત ભીલ ઉર્ફે રંગો અને બિપિન ભીલ ઉર્ફે વિકોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ હત્યા કર્યા બાદ પગ કાપીને કડા લઈ ગયા હોવાની કબૂલાત કરી હતી. કબૂલાત બાદ નસવાડી પોલીસ આજે આરોપીઓને ગઢ બોરિયાદ લઈ ગઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓ પાસે સમગ્ર ઘટનાનું પુનરાવર્તન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને આરોપીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Maharashtra Board HSC 12th Result 2026 Highlights: Pass percentage, best districts and more
    Next Article
    લવ એનિમલ્સ રેલીમાં અઘોરીઓ જોડાયા:શ્વાન પર અત્યાચારના વિરોધમાં પદયાત્રા, આવારા નહીં હમારા હૈ જેવા સ્લોગન સાથેના પોસ્ટર બતાવી વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment