Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજાપુરના ગઢડા ગામે છેડતી અને હુમલાની ઘટના:વૃદ્ધાનું ગળું દબાવી બ્લાઉઝ ફાડી નાખ્યું, છોડાવવા પડેલી મહિલાના સોનાના દાગીના તોડ્યા

    7 hours ago

    મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગઢડા (ચોરાવાળો વાસ) ગામે એક શખ્સે શિષ્ટાચારની તમામ સીમાઓ ઓળંગી વૃદ્ધા અને મહિલા સાથે શારીરિક અડપલાં તેમજ ઝપાઝપી કરી હોવાની ઘટના સામે આવી છે. ગામના જ એક શખ્સે ઘરમાં ઘૂસી વૃદ્ધાનું ગળું દબાવવાનો પ્રયાસ કરી બ્લાઉઝ ફાડી નાખ્યો હતો અને વચ્ચે પડેલી મહિલા સાથે પણ અભદ્ર વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તારી સાસુ ક્યા છે કહી મહિલા પર હુમલો કર્યો ગઢડા ગામે રહેતા મનહરબેન કિરણસિંહ ઝાલા ગત 1 મે, 2026ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે પોતાના ઘરે હાજર હતા. તેમના સાસુ ફુલાબા અને બંને પુત્રો ઘરના ધાબા પર હતા ત્યારે ગામનો જ નરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ઝાલા નામનો શખ્સ ત્યાં આવી ચઢ્યો હતો. આરોપીએ મનફાવે તેમ ગાળો બોલી 'તારી સાસુ ક્યાં છે' તેમ કહી ધાબા પર ફુલાબા પાસે પહોંચી હુમલો કર્યો હતો. વૃદ્ધા અને પુત્રવધૂ સાથે ઝપાઝપી આરોપીએ વૃદ્ધા ફુલાબાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો અને તેમની સાથે ઉગ્ર ઝપાઝપી કરી, જેમાં વૃદ્ધાનો બ્લાઉઝ ફાટી ગયો હતો. આ દ્રશ્ય જોઈ મનહરબેન વચ્ચે પડ્યા ત્યારે આરોપીએ તેમને પણ પકડી લીધા હતા. આરોપીએ મનહરબેનનું ગળું દબાવી ઝપાઝપી કરતા મનહરબેને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી અને સોનાની શેર પણ તૂટી ગઈ હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યા બાદ નરેન્દ્રસિંહ ઝાલાએ ધમકી આપી હતી કે, "આજે તો બચી ગયા છો પણ હવે પછી લાગ મળશે તો જાનથી મારી નાખીશ". આ ધમકી આપી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અનુભવ બાદ મનહરબેને લાડોલ પોલીસ મથકે પહોંચી આરોપી નરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લાડોલ પોલીસે છેડતી, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી જેવી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Legendary Manchester United manager Sir Alex Ferguson taken to hospital from Old Trafford after feeling unwell
    Next Article
    At Bengal strong rooms, BJP stays away, long night for TMC: ‘May 4 our D-day’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment