Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી ભાજપની સ્થાનિક સ્વરાજ્યના પ્રમુખ-ઉપપ્રમુખ માટે સેન્સ:કમલમ ખાતે પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારોના મંતવ્યો સાંભળ્યા

    8 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો બાદ હવે સત્તાના સૂત્રો સોંપવાની કવાયત તેજ બની છે. નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ચૂંટાયેલા સભ્યોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરી હતી. ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ, પ્રદેશ નેતાગીરી દ્વારા ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. આણંદના પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય ધર્મેશ પંડ્યા અને મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ કામિનીબેન સોનીએ નવસારીમાં હાજર રહીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના હોદ્દેદારોના મંતવ્યો સાંભળ્યા હતા. સેન્સ પ્રક્રિયા અંગે માહિતી આપતા નિરીક્ષક મહેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 90%થી વધુ સંસ્થાઓમાં ભાજપે વિજય મેળવ્યો છે. તેમણે ઉમેર્યું કે, હવે બીજા તબક્કામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા પદો માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. નિરીક્ષકો ચૂંટાયેલા સભ્યો અને સિનિયર કાર્યકરોને સાંભળીને એક પેનલ તૈયાર કરશે, જે પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. નિરીક્ષકોએ જણાવ્યું કે નવસારીમાં આ પ્રક્રિયા શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ છે. ઉમેદવારોની પસંદગી માટેના મુખ્ય માપદંડોમાં રોસ્ટર મુજબ અનામત, પાર્ટી પ્રત્યેની નિષ્ઠા, અનુભવ અને જનતા વચ્ચેની લોકપ્રિયતાનો સમાવેશ થાય છે. કેટલાક સિનિયર સભ્યોએ નવા કાર્યકરોને તક આપવા માટે પદ છોડવાની તૈયારી દર્શાવી હોવાનું પણ નિરીક્ષકોએ નોંધ્યું હતું. નામ નક્કી કરતી વખતે જ્ઞાતિ સમીકરણો, ભૌગોલિક સ્થિતિ અને લોકો માટે ઉપયોગી થવાની ક્ષમતાને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આગામી દિવસોમાં આ સેન્સ રિપોર્ટના આધારે ભાજપ પ્રદેશ મોવડી મંડળ દ્વારા આખરી નામોની જાહેરાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભારતનો સૌથી મોટો પ્રાઇવેટ સેટેલાઇટ 'દ્રષ્ટિ' લોન્ચ:ઓપ્ટિકલ અને રડાર બંનેથી ફોટા લઈ શકે છે, આવું કરનાર દુનિયાનો પહેલો ઉપગ્રહ
    Next Article
    Cheap, Invisible, Accurate: Hezbollah's Deadly New Weapon Against Israel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment