Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૌટુંબિક બહેનના એક તરફી પ્રેમમાં પાગલ ભાઈની ધરપકડ:હાથમાં સગીરાના નામનું ટેટુ કરાવ્યું, સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ મૂકતો, કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી પણ આપી'તી

    12 hours ago

    રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે અડપલાં અને છેડતીની ઘટના સામે આવી છે. જેમાં 14 વર્ષીય સગીરાને તેના કૌટુંબિક ભાઈએ એક તરફી પ્રેમમાં અડપલાં કરી તેના નામનું ટેટુ હાથમાં દોરવી સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ અપલોડ કરી પજવણી કરતો હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એટલું જ નહિ પ્રેમમાં તાબે ન થતા નરાધમે પોતાની કૌટુંબિક બહેનને કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ તાલુકા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી એક તરફી પ્રેમમાં પાગલ ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો તે કોઈને જાણ કરી તો કેરોસીન છાંટીને મારી નાખીશ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સગીરાની માતાએ જણાવ્યું હતું કે, તેમની સગીર વયની દીકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે અને તેમના ઘરમાં સાથે તેમનો ભાણેજ પણ રહે છે. ભાણેજ દ્વારા સગીર વયની દીકરી સાથે બળજબરી કરી હતી અને પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરી શારીરિક અડપલા કરી અવારનવાર તેની છેડતી કરી હતી. ફક્ત એટલું જ નહીં દીકરીને ધમકી આપી હતી કે, જો તુ આ બાબતની કોઈને જાણ કરીશ તો તને કેરોસીન છાંટીને જાનથી મારી નાખીશ. મારી દીકરીના એક તરફી પ્રેમમાં પાગલ બની તેને દીકરીના નામનું ટેટુ પોતાના હાથમાં દોરાવ્યું હતું અને તેના ફોટા અને દીકરીના નામ સાથે સ્ટેટસ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે. આરોપી સ્ટીલના કારખાનામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું આ બનાવ અંગે ફરિયાદ નોંધી તાલુકા પોલીસે તાત્કાલિક રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરા વિસ્તારના 22 વર્ષીય યુવાનની ધરપકડ કરી આજ રોજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલહવાલે કરવાનો હુકમ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તપાસના કામે આરોપીનો મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો છે. હાલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી અને ભોગ બનનાર કૌટુંબિક મામા-ફૂઈના ભાઈ-બહેન થતા હોવાનું અને દીકરી ધો.10માં અભ્યાસ કરતી હોવાનું તેમજ આરોપી રાજકોટમાં સ્ટીલના કારખાનામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    40 દિવસમાં રાજસ્થાન રોયલ્સના માલિક બદલાયા:મિત્તલ અને પૂનાવાલાએ ₹15,660 કરોડની મેગા ડીલ ફાઈનલ કરી, IPLના ઈતિહાસનો બીજો સૌથી મોટો સોદો
    Next Article
    કાળઝાળ ગરમી વચ્ચે ‘લીંબુ’ બન્યા મોંઘા દાટ:આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા, ગૃહિણીઓ અને વેપારીઓનું બજેટ ખોરવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment