Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોવેલે હવામાં કૂદીને એક હાથે ક્લાસેનનો કલાસ કેચ પકડ્યો:ચશ્મા તૂટી ગયા; કોલકાતાનું કમબેક, હૈદરાબાદની ચાર વિકેટ પડી

    19 hours ago

    IPLમાં આજે ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમાઈ રહી છે. દિવસના પ્રથમ મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) નો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે થઈ રહ્યો છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સીઝનમાં બંને ટીમો બીજી વખત આમને-સામને થશે. પાછલા મુકાબલામાં હૈદરાબાદનો 65 રને વિજય થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જેણે 9 મેચમાંથી 6માં જીત મેળવી છે. ટીમ શાનદાર ફોર્મમાં છે અને તેની છેલ્લી પાંચેય મેચ સતત જીતી છે. બીજી તરફ, કોલકાતા આઠમા સ્થાને છે, જેણે 8 મેચમાંથી માત્ર 2માં જીત મેળવી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, આર સ્મરણ, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, ઇશાન મલિંગા, શિવાંગ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: પ્રફુલ હિંગે, હર્ષ દુબે, લિયમ લિવિંગસ્ટન, સાકિબ હુસૈન, ઝીશાન અંસારી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગકૃષ રઘુવંશી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા. ઈમ્પેક્ટ પ્લેયર્સ: ફિન એલન, રમનદીપ સિંહ, તેજસ્વી દહિયા, નવદીપ સૈની, ટિમ સાયફર્ટ.
    Click here to Read More
    Previous Article
    From worst-affected by Maoism to highest class 10 pass percentage: The Bijapur turnaround
    Next Article
    દેશની પહેલી સ્પેસ સિટી બનવાની ટૂંક સમયમાં શરૂઆત થશે:આંધ્રપ્રદેશમાં આ જ મહિને આકાર લેશે, અહીં દુનિયા માટે રોકેટ બનશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment