Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં બાઇક સાથે આખલો અથડાતાં આધેડનું મોત:ઘુટુ ગામ નજીક અકસ્માત; મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

    10 hours ago

    મોરબીના ઘુટુ ગામ નજીક એક માર્ગ અકસ્માતમાં 54 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. રાત્રિના સમયે બાઇક પર પસાર થઈ રહેલા આધેડનું વાહન અચાનક રસ્તામાં આવેલા આખલા સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકનું નામ ભરતભાઈ કૃષ્ણકાંત પરમાર (ઉંમર 54) છે, જેઓ મોરબી નજીકના સનાળા ગામના રહેવાસી હતા. અકસ્માત બાદ તેમને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. તેમના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ નંદરામભાઈ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ભરતભાઈ પરમાર ગ્રામ્ય વિસ્તારમાં વાસણની ફેરી મારવાનું કામ કરતા હતા. તેઓ વાંકડા અને ઝીકિયારી ગામ તરફથી રાત્રિના સમયે પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે ઘુટુ ગામ નજીક પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે આખલો અચાનક તેમના બાઇક આડે આવી ગયો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    લગ્નના દોઢ મહિનામાં જ પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી:પોતે પણ ધાબા પરથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સાળાને ફોન કરી કહ્યું 'અમારી લાશો લઈ જજો'
    Next Article
    Pharma News | 20મી મેએ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટએસોસિએશનનું દેશવ્યાપી બંધનું એલાન | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment