Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રીટિ ઝિન્ટાએ ઘાયલ ફેનના ખબરઅંતર પૂછ્યા:હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ વીડિયો કૉલ કર્યો, પ્રિયાંશ આર્યના શૉટથી ઈજા થઈ હતી

    9 hours ago

    પ્રિયાંશ આર્યના છગ્ગાથી ઘાયલ થયેલા વૃદ્ધ ફેન કૃષ્ણચંદને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ટીમની કો-ઓનર પ્રીટિ ઝિન્ટાએ વીડિયો કોલ પર તેની સાથે વાત કરી અને તેના ખબરઅંતર પૂછ્યા છે. આ વાતચીતનો વીડિયો પંજાબ કિંગ્સના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો, સાથે લખ્યું હતું કે- ચાહકો હંમેશા પહેલા આવે છે. કૃષ્ણચંદજી જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. તેને સ્વસ્થ થતા જોઈને આનંદ થયો. આ ઘટના મંગળવારે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન બની હતી. મેચમાં પ્રિયાંશ આર્યના બેટમાંથી નીકળેલો એક ઊંચો શોટ સીધો સ્ટેન્ડ્સમાં પડ્યો, જ્યાં હાજર વૃદ્ધ ફેન કૃષ્ણચંદના ચહેરા પર બોલ વાગ્યો. ઘટનાના તરત જ તેનો ચહેરો લોહીલુહાણ થઈ ગયો. આસપાસ બેઠેલા દર્શકોએ તરત મદદ કરી અને તેને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા. સારવાર બાદ હવે તેની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. ઘટના બાદ પ્રીટિ ઝિન્ટા અને ખેલાડી પ્રિયાંશ આર્યએ વીડિયો કોલ દ્વારા કૃષ્ણચંદ સાથે વાતચીત કરી. આ દરમિયાન પ્રિયાંશે કહ્યું કે તેને ચિંતા થઈ ગઈ હતી કે કૃષ્ણચંદજીને વધારે ઈજા તો નથી થઈ. આના પર પ્રીટિએ કહ્યું કે તેણે પણ ચિંતા કરી હતી. ધર્મશાળામાં મેચ જોવા માટે બોલાવ્યા વીડિયો કૉલ દરમિયાન પ્રીટિ ઝિન્ટાએ તેને ધર્મશાળામાં યોજાનારી આગામી મેચ માટે આમંત્રિત કર્યા. આ સાથે જ એક્ટ્રેસે હળવા અંદાજમાં કહ્યું કે- આગલી વખતે તને હેલ્મેટ પહેરાવી દઈશું, જેથી કોઈ બોલ આવે તો તમે સુરક્ષિત રહો. પ્રીટિએ કહ્યું, “તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો, તમે સુરક્ષિત રહો અને અમે ધર્મશાળામાં તમારી રાહ જોઈશું.” આ IPLમાં પંજાબ કિંગ્સ પોતાના હોમ ગ્રાઉન્ડ ધર્મશાલામાં ત્રણ મેચ રમશે, જે 11 મે, 14 મે અને 17 મેના રોજ રમાશે.
    Click here to Read More
    Previous Article
    West Bengal Election | Falta Re-Poll: Abhishek Banerjee की BJP को खुली धमकी | West Bengal Repolling
    Next Article
    સુરતમાં કંઠી કઢાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપતા વાલીનો હોબાળો:ગુજરાતમાં 85,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે; ઉનાળાના આકરા તાપમાં વાલીઓની પણ કસોટી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment