Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ફાયરિંગ કરનારા સલમાનની હત્યા કરવા માંગતા હતા':'દબંગ' સ્ટારના ઘર પર ગોળીબાર કેસમાં બોડીગાર્ડનું નિવેદન નોંધાયું; લોરેન્સ ગેંગે ફાયરિંગ કર્યું હતું

    4 days ago

    બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના પર્સનલ બોડીગાર્ડે શનિવારે સ્પેશિયલ કોર્ટમાં જણાવ્યું કે, એપ્રિલ 2024માં તેમના ઘરની બહાર થયેલું ફાયરિંગ એક્ટરની હત્યાનો પ્રયાસ હતો. જોકે, અત્યાર સુધી કોર્ટમાં જુબાની આપનાર સલમાનના પર્સનલ બોડીગાર્ડનું નામ સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, સલમાનની સુરક્ષામાં ઘણા બોડીગાર્ડ રહે છે, જેમાં સૌથી મુખ્ય બોડીગાર્ડ ગુરમીત સિંહ જોલી (શેરા) છે. સમાચાર એજન્સી PTI અનુસાર, આ કેસની સુનાવણી ગયા મહિને શરૂ થઈ, જેમાં બોડીગાર્ડે પહેલા સાક્ષી તરીકે નિવેદન આપ્યું. 14 એપ્રિલ 2024ના રોજ બે બાઇક સવાર લોકોએ બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કર્યું હતું. ફટાકડા જેવો અવાજ સંભળાયો હતો બોડીગાર્ડે જણાવ્યું કે, તે 13 એપ્રિલે સાંજે 7 વાગ્યે પોતાની ડ્યુટી પર આવ્યો હતો. તે સમયે સલમાનની સુરક્ષા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી મળેલી ધમકીઓને કારણે વધારવામાં આવી હતી. તેણે જણાવ્યું કે, 14 એપ્રિલે સવારે ફટાકડા જેવો અવાજ સંભળાયો. CCTV સ્ક્રીન પર જોયું કે બે લોકો હેલ્મેટ પહેરીને બાઇક પર આવ્યા અને બિલ્ડિંગ તરફ ફાયરિંગ કર્યું. ગાર્ડ તરત ઘટનાસ્થળે પહોંચ્યા, આરોપીઓ ફરાર થયા સાક્ષી અનુસાર હુમલાખોરોએ ચારથી પાંચ રાઉન્ડ ફાયર કર્યા. ત્યારબાદ તે અને અન્ય ગાર્ડ તરત બહાર ગયા, પરંતુ હુમલાખોરો 'આઈ લવ બાંદ્રા' પોઈન્ટ તરફ ભાગી ગયા અને પછી મહેબૂબ સ્ટુડિયો રોડ તરફ નીકળી ગયા. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મહેશ મુલેએ કોર્ટમાં CCTV ફૂટેજ રજૂ કર્યા, જેમાં બાઇક ગેટ પાસે આવતી દેખાઈ રહી છે. સાક્ષીએ વીડિયોમાં વિગતો ઓળખી. ઘટના સમયે સલમાન બેડરૂમમાં હાજર હતો બોડીગાર્ડે જણાવ્યું કે, ઘટના સમયે સલમાન પહેલા માળે પોતાના બેડરૂમમાં હતા. તેણે કહ્યું કે, 'આ ફાયરિંગ અભિનેતાની હત્યાનો પ્રયાસ હતો.' ક્રોસ-એક્ઝામિનેશન દરમિયાન તેણે કહ્યું કે, જ્યારે તેણે અવાજ સાંભળ્યો, ત્યારે તે સિક્યોરિટી કેબિનમાં હતો અને તેને અભિનેતાને મળેલી ધમકીઓ વિશે કોઈ અંગત જાણકારી નહોતી. અન્ય એક સાક્ષી, પોલીસ ગાર્ડે અદાલતમાં જણાવ્યું કે, તે લોબીમાં હતો અને તેણે ઘટના જોઈ નહોતી, પરંતુ ઘટનાસ્થળે પડેલા કારતૂસ જોયા. કેસમાં લોરેન્સ અને અનમોલ વોન્ટેડ પોલીસના જણાવ્યા અનુસાર, બાઇક પર સવાર વિકી ગુપ્તા અને સાગર પાલે ફાયરિંગ કર્યું હતું. મોહમ્મદ રફીક સરદાર ચૌધરીએ ઘટનાના બે દિવસ પહેલા વિસ્તારની રેકી કરી હતી, વીડિયો બનાવ્યો હતો અને તેને વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈને મોકલ્યો હતો. આ કેસમાં વિક્કી ગુપ્તા, સાગર પાલ, સોનુ કુમાર બિશ્નોઈ, મોહમ્મદ રફીક ચૌધરી અને હરપાલ સિંહ ન્યાયિક કસ્ટડીમાં છે. આરોપી અનુજકુમાર થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં લોરેન્સ બિશ્નોઈ અને તેનો ભાઈ અનમોલ બિશ્નોઈ વોન્ટેડ છે. સલમાનને Y+ કેટેગરીની સુરક્ષા, 24 કલાક 11 જવાનો સાથે
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Bulletin 3 May: UP Weather Alert, Rain-Hailstorm Damage | Bengal Falta Repolling Update
    Next Article
    ઘોડી નચાવતો હતો ને મોત આવ્યું, VIDEO:જૂનાગઢમાં લગ્નના ફુલેકા પૂર્વે બ્રેન સ્ટ્રોક આવતા ઢળી પડ્યો, ​યુવા અશ્વપાલકના મૃત્યુથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment