Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલીયમપુરાનો યુવક જન્મદિવસ મનાવવા આવ્યો હતો‎:મોબાઈલમાં યુવતીના ફોટા જોઈ મિત્રએ મિત્રને દંડાથી મારતાં મોત

    2 days ago

    ​અમદાવાદના બાપુનગરમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતો યુવક 26 એપ્રિલે વતન તલોદના વલીયમપુરામાં જન્મદિવસ મનાવવા ગયા બાદ ત્રણ શખ્સો મોડી રાત્રે યુવકને બેભાન અવસ્થામાં ગાંજો પી ગયો છે સવારે ભાનમાં આવી જશે કહી બાપુનગર ખાતે મૂકી ગયા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થવાના કિસ્સામાં ઢોર માર મારનાર ઝડપાઈ ગયેલ શખ્સે ગુનાની કબૂલાત પણ કરી લીધી હતી. યશકુમાર પ્રકાશભાઈ પરમારનો નાનો ભાઈ ધાર્મિક પરમાર તા. 26 એપ્રિલના રોજ જન્મદિવસ હોવાથી તે ઉજવણી કરવા માટે વતન વલીયમપુરા આવ્યો હતો. આ દિવસે બપોરે હાર્દિક લેઉવાએ યશકુમારને ફોન કરીને જણાવ્યું કે તેણે ધાર્મિકના મોબાઈલમાં પરિચીત યુવતીના ફોટા જોયા છે અને તે ધાર્મિકને મારવાનો છે. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે હાર્દિકે યશકુમારને વીડિયો કોલ કરીને ધાર્મિકને લાકડાના દંડા વડે માર મારતાં લાઈવ બતાવ્યુ હતું. ત્યારબાદ સાંજે હાર્દિક લેઉવાએ ફરી ફોન કરીને કહ્યું કે ધાર્મિકને દુ:ખાવો થતાં તે દવા કરાવી તેને ઘરે મૂકી જાય છે. રાત્રે આશરે 11:47 વાગ્યે હાર્દિક અને હેતકુમાર સોલંકી તથા મોહિલકુમાર વણકર ગાડીમાં ધાર્મિકને લઈને તેના ઘરે આવ્યા હતા અને ધાર્મિક વધારે ગાંજો પી ગયો છે એટલે સવારે ભાનમાં આવી જશે કહી મૂકી ગયા હતા. સવાર સુધી ધાર્મિક ભાનમાં ન આવતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ધાર્મિકના શરીર પર, હાથ-પગ, પીઠ અને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓના નિશાન મળી આવ્યા હતા. સારવાર દરમિયાન ધાર્મિકનું મોત થતાં આ મામલો હત્યામાં પલટાયો હતો. હાર્દિક સોલંકી ઝડપાયો: પીઆઇ ફરિયાદ નોંધી પોલીસે હાર્દિક સોલંકીને ઝડપી લીધો હતો. તલોદ પીઆઇ સીજી રાઠોડે જણાવ્યું કે હાર્દિક સોલંકી ગુનાની કબૂલાત કરી લીધી છે જેથી રિમાન્ડની જરૂરિયાત નથી અને જરૂરી કાર્યવાહી પૂરી કરી કોર્ટમાં રજૂ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    Expressways, industrial parks, logistic hubs be expedited in mission mode: Yogi at STC meet
    Next Article
    અશોક ખરાત કેસ:મની લોન્ડરિંગ કેસમાં ખરાતની કસ્ટડી માટે EDની કોર્ટમા અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment