Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધના ભણકારા, કરોડો મોબાઈલમાં વાગ્યું ઇમરજન્સી સાયરન, રાજ્યમાં જૂનથી વસતિ ગણતરીનો પ્રારંભ

    7 hours ago

    નમસ્તે, ઈરાન-અમેરિકા યુદ્ધ ફરી શરૂ થઈ શકે છે. ઈરાની મિલિટરી અધિકારી મોહમ્મદ જાફરે આ આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ, ભારતમાં એકસાથે કરોડો મોબાઈલમાં ઇમરજન્સી સાયરન વાગ્યું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં છત્તીસગઢમાં IED બ્લાસ્ટના સમાચાર વિશે પણ જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દેશભરમાં NEET-UG ની પરીક્ષા યોજાશે. દેશના 552 શહેર અને 14 દેશોમાં 22 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાને કહ્યું- અમેરિકાની દરેક હરકતનો જવાબ આપીશું:એ કોઈ રીતે સમજૂતી કરવા માગતું નથી, તેના વચનો પણ બનાવટી છે ઈરાનના વરિષ્ઠ લશ્કરી અધિકારી મોહમ્મદ જાફર અસાદીએ ભય વ્યક્ત કર્યો છે કે અમેરિકા સાથે ફરીથી યુદ્ધ થઈ શકે છે. ઈરાનની ફોર્સ ન્યૂઝ એજન્સીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ઈરાનની સેના સંપૂર્ણપણે તૈયાર છે અને જો અમેરિકા કોઈ ખોટું પગલું ભરશે તો તેનો જવાબ આપશે. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકા કોઈપણ કરાર કે વચનોનું પાલન કરતું નથી. અસાદીએ કહ્યું કે અમેરિકન અધિકારીઓના નિવેદનો અને કાર્યવાહી મોટે ભાગે કોસ્મેટિક અને મીડિયા માટે છે. તેમનો ઉદ્દેશ્ય પ્રથમ તેલના ભાવ ઘટતા અટકાવવાનો છે અને બીજું તેમણે બનાવેલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બંગાળમાં 15 બૂથ પર અંદાજે 87% મતદાન:સાઉથ 24 પરગણામાં BJP-TMC કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ; મમતાએ કહ્યું- 200+ બેઠકો જીતીશું પશ્ચિમ બંગાળમાં ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમ વિધાનસભાના કુલ 15 બૂથ પર શનિવારે ફરીથી મતદાન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં મગરાહાટ પશ્ચિમના 11 બૂથમાં 86.11% અને ડાયમંડ હાર્બરના 4 બૂથમાં 87.60% મતદાન થયું. એટલે કે સરેરાશ 86.86% મતદાન થયું. સાઉથ 24 પરગણામાં TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. આ દરમિયાન સુરક્ષા દળોએ બંને પક્ષોને શાંત પાડ્યા. ફાલ્ટામાં મતદારોએ TMC કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે મતદાન પછી TMCના લોકોએ તેમની સાથે મારપીટ કરી. જ્યારે તેઓ તેનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. ઘણા લોકોને પગમાં, માથામાં અને હાથમાં ઈજા થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દેશભરમાં કરોડો મોબાઈલ પર એકસાથે એલર્ટ મેસેજ આવ્યો:સાયરનનો અવાજ સંભળાયો, ડિઝાસ્ટર વિભાગે ટેસ્ટિંગ કર્યું દેશભરમાં શનિવારે સવારે 11:45 વાગ્યે ઘણા મોબાઈલ ફોન પર એકસાથે સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો. સ્ક્રીન પર હિન્દી-અંગ્રેજીમાં એક મેસેજ હતો. સાયરન બંધ થયું ત્યારે મોબાઈલ પર મેસેજ વાંચીને પણ સંભળાવવામાં આવ્યો. આનાથી ઘણા લોકો પરેશાન થયા, તો ઘણા મૂંઝાયા. જોકે સરકારે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. આ મેસેજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ, એટલે કે NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ) દ્વારા મોકલવામાં આવ્યો હતો, જે ઇમરજન્સી મોબાઈલ એલર્ટ ટ્રાયલનો એક ભાગ છે. NDMA એ ઇમરજન્સીમાં લોકો સુધી માહિતી પહોંચાડવા માટે 2 મેના રોજ આ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. છત્તીસગઢમાં IED બ્લાસ્ટ, 4 જવાન શહીદ:તેમાં DRGના ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ સામેલ; કાંકેર-નારાયણપુર બોર્ડર પર માઇનિંગ હટાવતી વખતે અકસ્માત છત્તીસગઢના કાંકેર-નારાયણપુર બોર્ડર પર શનિવારે IED બ્લાસ્ટમાં 4 જવાન શહીદ થયા. શનિવારે સવારે કોરોસકોડાના જંગલમાં ફોર્સ સર્ચ ઓપરેશન પર નીકળી હતી. આ દરમિયાન નક્સલવાદીઓ દ્વારા બિછાવવામાં આવેલી IED ને ડિફ્યુઝ કરતી વખતે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. આ મામલો છોટેબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. કહેવાય છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે હાજર જવાનોને સંભાળવાનો મોકો પણ ન મળ્યો. અકસ્માતમાં ઘાયલ જવાનોને તરત જ બચાવવામાં આવ્યા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે 3 જવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધની હેવાનિયત:દુષ્કર્મ કરી પથ્થરથી હત્યા કરી, છાણના ઢગલામાં મૃતદેહ છુપાડ્યો; વેકેશનમાં નાનીના ઘરે આવી હતી મહારાષ્ટ્રના પુણેમાં શુક્રવારે એક વ્યક્તિએ 4 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ પથ્થરથી મારીને તેની હત્યા કરી દીધી. પોલીસે 65 વર્ષના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ માટે લોકો હવે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પોલીસ રિપોર્ટ મુજબ, બાળકી પુણેના ભોર તાલુકામાં રહેતી તેની નાનીના ઘરે ઉનાળાની રજાઓ મનાવવા આવી હતી. ભીમરાવ કાંબલે (આરોપી) શુક્રવારે બપોરે લગભગ બે વાગ્યે બાળકીને લલચાવીને પોતાના ઘર પાસે આવેલા તબેલામાં લઈ ગયો. ત્યાં બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી દીધી. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી (એસપી) નેતા અનિલ દેશમુખે આ કેસમાં આરોપીને ફાંસી અને કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવવાની માગ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં જૂન મહિનાથી વસતિ ગણતરીનો પ્રારંભ થશે: પ્રથમ તબક્કામાં દરેક ઘરની માહિતી એકત્ર કરાશે, પરિવારદીઠ 33 સવાલો પૂછાશે; જાતે પણ સ્વ-ગણતરી કરી શકાશે ભારતમાં 16મી વસતી ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં આગામી જૂન મહિનાથી પ્રારંભ કરાશે. બે તબક્કામાં યોજનારી વસતિ ગણતરીના પ્રથમ તબક્કામાં દરેક ઘરની માહિતી એકત્ર કરવામાં આવશે. કર્મચારી દ્વારા દરેક પરિવારદીઠ 33 સવાલો પૂછવામાં આવશે. હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલા નાગરિકને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક પણ આપવામાં આવશે. 2011માં વસતિ ગણતરી થયા બાદ 2021માં થવાની હતી. પરંતુ, કોવિડના કારણે મુલતવી રહેતા હવે 2026-27માં થઈ રહી છે. ભારતમાં કોવિડના કારણે 2021માં મુલતવી રહેલી 16મી વસતિ ગણતરી હવે હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં આગામી જૂન મહિનાથી પ્રારંભ કરાશે. પ્રથમ તબક્કામાં હાઉસલિસ્ટિંગ અને બીજા તબક્કામાં મુખ્ય વસતિ ગણતરી હાથ ધરાશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. આજી ડેમમાં ચાર ડૂબ્યા, પિતા-પુત્ર સહિત ત્રણની લાશ મળી:એકની શોધખોળ, ડૂબી રહેલા એક વ્યકિતને બચાવવા ગયેલા અન્ય ત્રણ પણ ડૂબ્યા રાજકોટના આંજી ડેમના કાંઠા પર આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા ચાર લોકો ડૂબી જતા પિતા પુત્ર સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક વ્યકિતની હજી શોધખોળ ચાલી રહી છે. દર્શન કર્યા બાદ એક વ્યકિત કોઈ કારણોસર ડેમના પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલા અન્ય ત્રણ લોકો પણ ડૂબ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ડેમમાં જે ચાર લોકો ડૂબ્યા છે તેમાં રિક્ષાચાલક ભરત જાદવ પોતે અને તેના પુત્રોનો અને એક સાળીના પુત્રનો સમાવેશ થાય છે. મોગલ માતાજીના દર્શન કર્યા બાદ ચારમાંથી કોઈ એકવ્યકિત ડેમના પાણીમાં ડૂબવા લાગતા અન્ય ત્રણ લોકો વારાફરતી તેને બચાવવા ગયા હતા. કમનસીબે ચારેય લોકો ડૂબી જતા ત્રણના મોત નિપજ્યા છે. જ્યારે એક હજી ગુમ હોય તેની શોધખોળ ચાલી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દેશને જલ્દી મળશે હાઈપરસોનિક મિસાઈલો:સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલો કરતાં બમણી હશે ઝડપ; કોઈ ડિફેન્સ સિસ્ટમ રોકી શકશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકા પોતાના 5000 સૈનિકો જર્મનીથી પાછા બોલાવશે:જર્મન ચાન્સેલરે કહ્યું હતું- ઈરાન વિરુદ્ધ તેમનું પ્લાનિંગ યોગ્ય નથી, આનાથી ટ્રમ્પ નારાજ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઝારખંડમાં કોલસાની ખાણમાં સ્લરી ધસી પડતા 4 મજૂરોના મોત:કોલ વોશરીમાં સ્લરી લોડિંગ કરી રહ્યા હતા, કાટમાળનો મોટો ભાગ પડતા અકસ્માત વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : બાપ એ બાપ... સુપરહીરોની જેમ દીકરાને બચાવ્યો:ચાલતી ટ્રેને 2 વર્ષનો દીકરો પડી ગયો, પિતાએ પણ ટ્રેન નીચે કૂદીને બાળકને બચાવી લીધું; બાંગ્લાદેશનો બનાવ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આ અઠવાડિયે સોના-ચાંદીમાં ઘટાડો રહ્યો:ચાંદીની કિંમત ₹3389 ઘટીને ₹2.40 લાખ પ્રતિ કિલો થઈ, સોનું ₹1216 સસ્તું થઈને ₹1.50 લાખ થયું વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વુમન્સ T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમની જાહેરાત:હરમનપ્રીત કૌર કમાન સંભાળશે, 12 જૂનથી ટુર્નામેન્ટ શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બુદ્ધિના કારક બુધનું રાશિ પરિવર્તન:14 મે સુધી મેષ રાશિમાં રહેશે; મિથુન-કર્ક રાશિના નસીબના દ્વાર ખુલશે, મીન રાશિ માટે રોકાણની નવી તકો ઊભી થશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ભારતે સમુદ્રની અંદર તિરંગો લહેરાવીને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ભારતે સમુદ્રની અંદર સૌથી મોટો તિરંગો લહેરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અંદામાન-નિકોબારના રાધાનગર બીચ પર 223 ડાઇવર્સની ટીમે મળીને આ મિશનને સફળ બનાવ્યું હતું. તેમાં નૌકાદળ, પોલીસ અને અન્ય એજન્સીઓના લોકો સામેલ હતા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: શું છે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ, જેને રાહુલ ગાંધી 'ઉઘાડી લૂંટ' કહી રહ્યા છે; આનાથી ચીનને કેવી રીતે ઘેરવા માગે છે સરકાર 2. MATCH મસાલા : સમીર રિઝવી-યેશા સાગરના ઇલુ-ઇલુએ ગામ ગજવ્યું!: ક્લાસેને ચાહકને મારવાની ધમકી આપી; મુંબઈની ટીમમાં વાતાવરણ બગડ્યું?, જુઓ VIDEO 3. મસ્કના સ્પેસ એક્સને ટક્કર આપશે ગુજરાતના યુવા વૈજ્ઞાનિકો: રાજ્યમાં ખોલશે રોકેટ બનાવવાની ફેક્ટરી, 24 કલાકમાં રિયુઝ કરી શકાય તેવી ટેક્નોલોજી 4. પારકી પંચાત : ચૂંટણી હાર્યા ને તલવાર ખેંચી!: ટ્રાફિક પોલીસ અને સરકારી કર્મચારી જાહેરમાં બાખડ્યા; મિનિસ્ટરના નામે ખોટી પત્રિકા ફરતી થઈ? 5. ભાસ્કર એક્સક્લૂસિવ : મમ્મીએ હાથ પકડ્યો હતો, પણ છૂટી ગયો: જબલપુર ક્રુઝ દુર્ઘટનામાં કોઈએ પત્ની ગુમાવી કોઈએ આખો પરિવાર; માતાને ગુમાવનાર તનિષ્કા આઘાતમાં, કહ્યું- ભાઈનો સાથ છૂટ્યો ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:કર્ક રાશિના લોકોના વાદ-વિવાદનું સમાધાન થશે, તુલા રાશિના જાતકોના ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    ED summons TMC heavyweight candidates again on May 6 for questioning in civic body recruitment scam
    Next Article
    SHANTI Act push: Atomic Energy Commission clears FDI policy, sends it for inter-ministerial consultation

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment