Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં માતા-પુત્રનો ઝઘડો છોડાવતા પાડોશીને છરી વાગી:પુત્રએ માતા સાથે ઝઘડતા વચ્ચે પડેલા યુવાનને પેટમાં ઘા માર્યો

    8 hours ago

    મોરબીના સોઓરડી વિસ્તારમાં માતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડનાર પાડોશી યુવાનને છરીનો ઘા વાગ્યો હતો. આ ઘટનામાં કુલ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડીમાં રહેતા સલીમભાઈ દાઉદભાઈ સમા (ઉંમર 48) નામના યુવાનને શહેઝાદ ઈકબાલભાઈ નામના શખ્સે પેટના ભાગે છરી મારી હતી. સલીમભાઈના પુત્રએ જણાવ્યું કે, શહેઝાદ તેની માતા રજીયાબેન પલેજા (ઉંમર 50) સાથે ઝઘડો કરી રહ્યો હતો. આ ઝઘડો છોડાવવા માટે સલીમભાઈ વચ્ચે પડ્યા હતા. તે દરમિયાન શહેઝાદે તેના હાથમાં રહેલી છરી સલીમભાઈને પેટના ભાગે મારી દીધી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. આ બનાવમાં રજીયાબેન પલેજાને પણ ઈજા થઈ હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસે આ બનાવ અંગે જાણ થતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    UP Census 2027: Caste enumeration to be carried out in Phase 2, says official
    Next Article
    Valsad Congress News | વલસાડ જિલ્લામાં કોંગ્રેસે સમીક્ષા અભિયાન શરૂ કર્યું | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment