Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના ખારાઘોડામાં સગર્ભા બહેનો માટે પૌષ્ટિક આહાર નિદર્શન:માતૃશક્તિ લોટથી સુખડી બનાવી પોષણનું મહત્વ સમજાવ્યું

    11 hours ago

    પાટડીના ખારાઘોડા સેતુ ખાતે સગર્ભા બહેનો માટે પૌષ્ટિક આહાર નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ સમાજમાં પોષણ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને 'ટેક હોમ રેશન' (THR) ના યોગ્ય ઉપયોગ, તેની પૌષ્ટિકતા અને આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સીડીપીઓ દ્વારા જટિલ સમસ્યાઓનો સરળતાથી ઉકેલ લાવવાનું જીવંત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. માત્ર શાબ્દિક સમજણ આપવાને બદલે, સ્થળ પર જ 'માતૃશક્તિ' લોટમાંથી સ્વાદિષ્ટ સુખડી બનાવીને સગર્ભા બહેનોને પીરસવામાં આવી હતી. આ જીવંત નિદર્શન દ્વારા બહેનોને સમજાવવામાં આવ્યું કે, પૌષ્ટિક માતૃશક્તિ લોટના નિયમિત ઉપયોગથી આરોગ્યમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે. આ પ્રસંગે ઉપસ્થિત બહેનોને માતૃશક્તિ લોટના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આ રચનાત્મક પ્રયાસોને સ્થાનિકો દ્વારા ખૂબ જ આવકારવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મેયર સહિતના 5 પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ, 44 ડિગ્રીએ તાપમાન પહોંચતા ઓરેન્જ એલર્ટ, અમદાવાદીઓ અકળાયા
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:અલથાણમમાં ડમ્પર નીચે આવી જતા LTના એન્જિનિયરનું મોત, મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી માટે ભાજપનું મંથન ખોપરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment