Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપામાં પદાધિકારીઓની વરણીની કવાયત તેજ:ત્રણ નિરીક્ષકોની ટીમે સેન્સ લેવાની પ્રક્રિયા કરી, સંગઠન કયા ચહેરાઓને પસંદ કરે તેના પર સૌની નજર

    11 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી ભવ્ય સફળતા બાદ હવે શહેરમાં નવા 'નગરપતિ' કોણ બનશે તેને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે, ત્યારે આજરોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ કાર્યાલય માંથી નિરીક્ષકોની ટીમ આવી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં એક પછી એક વિજેતા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતાં. ત્રણ નિરીક્ષકોની ટીમે જીતેલા ઉમેદવારોને સાંભળ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાની કુલ 52 સીટોમાંથી 44 સીટો પર વિજય મેળવી ભાજપે 7મી વખત મહાનગરપાલિકામાં સત્તા પોતાના નામે કરી છે, ત્યારે હવે આગામી દિવસોમાં મેયર, ચેરમેન, દંડક અને અન્ય મહત્વના હોદ્દાઓ માટે વરણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ​ભાજપની પરંપરાગત પદ્ધતિ મુજબ પ્રદેશ કક્ષાએ પૂર્વ મહામંત્રી કે. સી.પટેલની સહિત ત્રણ નિરીક્ષકોની ટીમ સાથે ભાવનગર શહેર કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા અને એક પછી એક જીતેલા ઉમેદવારોને સાંભળ્યા હતા અને દરેક સભ્યનો મત અને અપેક્ષાઓ જાણીને નિરીક્ષકો તેનો રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ પ્રદેશ ભાજપ સંગઠન સમક્ષ રજૂ કરવામાં આવશે. સંગઠન કયા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળે છે, તેના પર સૌની નજર ​ત્યારબાદ ​પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા બાદ મેયર, ​ડેપ્યુટી મેયર, ​સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ​શાસક પક્ષના નેતા તથા ​દંડક સહિતના મહત્વના હોદ્દાઓ માટે નામોની જાહેરાત કરવામાં આવશે. ભાવનગરની જનતાએ આપેલા જંગી જનાદેશ બાદ હવે સંગઠન કયા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળે છે, તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.
    Click here to Read More
    Previous Article
    છત્તીસગઢમાં IED બ્લાસ્ટ, 4 જવાન શહીદ:તેમાં DRGના ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ સામેલ; કાંકેર-નારાયણપુર બોર્ડર પર માઇનિંગ હટાવતી વખતે અકસ્માત
    Next Article
    iran israel war બાદ ગેસના ભાવ વધતાં લોકોને તકલીફ | Gas cylinders Price Hiked | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment