Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ, સુરતના કોન્સ્ટેબલનું મોત:ભારે જહેમત બાદ મૃતકને બહાર કાઢ્યો, વડોદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર અકસ્માત

    15 hours ago

    વડોદરાના પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરત ગ્રામ્ય પોલીસના SOG કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત થયું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે આખે આખી કાર બસના પાછળના ભાગે ઘસી જાય છે. ભારે જહેમત રેસ્ક્યુ કરી મૃતક કોન્સ્ટેબલને બહાર કાઢવામાં આવ્યા છે. કાર બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ આ ઘટના વડોદરાના પાદરા વિસ્તારમાં બની છે. વડોદરાથી સુરત જઈ રહેલી એક સરકારી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર આખી બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સુરત ગ્રામ્ય પોલીસના SOG કોન્સ્ટેબલ ભરત ગાભાભાઈ દેસાઈનું મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો તેઓ વડોદરાથી સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. મૃતકના મૃતદેહને પોલીસે કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. મૃતક ભરતભાઈ દેસાઈ આલમપુર ગામ (રબારીવાસ, મોમાઈ માતા મંદિર પાસે), ગાંધીનગરના વતની હતાં. પાદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. સરકારી બસના ચાલક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર 26 એપ્રિલે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ જઈને ફંગોળાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના ખીનજી પરિવારના ચાર સભ્યના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    પુણેમાં 4 વર્ષની બાળકી પર રેપ, પથ્થર મારીને હત્યા:65 વર્ષના વ્યક્તિની ધરપકડ, વેકેશનમાં નાનીના ઘરે આવી હતી; CMએ કહ્યું- ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થશે
    Next Article
    દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મધ્યમાં છોડે છે અભ્યાસ:ગુજરાતમાં માધ્યમિક સ્તરે વધ્યો ડ્રોપઆઉટ દર, આર્થિક-સામાજિક કારણો જવાબદાર; સરકારનો રિટેન્શન-ગુણવત્તા સુધારવા એક્શન પ્લાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment