Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘અધિકારીઓ જાણે ભાજપના કાર્યકરો હોય એ રીતે ચૂંટણી લડ્યા’:ચાવડાએ કહ્યું- નિષ્ક્રિય નેતાઓ સામે કાર્યવાહી કરી સંગઠનમાં બદલાવ થશે; પરિણામોનું એનાલિસિસ થશે

    15 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈ રાજીવ ગાંધી ભવન પર રિવ્યૂ બેઠક યોજવામાં આવી છે. 6 તારીખ સુધી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને દરેક ઝોનમાં પ્રભારી સાથે પરિણામોને લઈને એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. આજે દક્ષિણ ગુજરાતના પરિણામોને લઈને વિવિધ જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં પક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરી અને દક્ષિણ ઝોનના પ્રભારી બી.વી શ્રીનિવાસની અધ્યક્ષતામાં બેઠક મળી છે. જેમાં વલસાડ, નવસારી, તાપી, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત શહેર અને જિલ્લાના હોદ્દેદારો સાથે રિવ્યૂ બેઠક કરવામાં આવી છે. બેઠકમાં પક્ષ વિરુદ્ધિ પ્રવૃતિ કરનાર નેતાઓની પણ વિગતો માંગવામાં આવી છે. જેની સમીક્ષા બાદ તેવા નેતાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. કોંગ્રેસ ચૂંટણી પરિણામોનું એનાલિસિસ કરશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને અપેક્ષા કરતા વિપરીત પરિણામ આવ્યું છે. સંગઠન સૃજન અભિયાન અને જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવા છતાં પણ જનતાએ કોંગ્રેસને મત આપ્યા નહીં. કોંગ્રેસને આશા હતી કે પરિવર્તન લાવવા માટે જનતા મત આપશે, પરંતુ ધાર્યું તેવું પરિણામ કોંગ્રેસ લાવી શકી નથી. જેથી હવે 2027 પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ભૂલો થઈ છે તે સુધારવા માટે અને સંગઠનને મજબૂત બનાવવા માટે ચૂંટણીના પરિણામોનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં રિવ્યૂ બેઠક યોજવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત ઝોનની બેઠક મળી આજે દક્ષિણ ગુજરાત ઝોનની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં પક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરી અને દક્ષિણ ઝોનના પ્રભારી બી.વી શ્રીનિવાસ સહિત શહેર અને જિલ્લાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે ઉત્તર ગુજરાત ઝોનની બેઠક મળશે. જેમાં AICCના સેક્રેટરી અને પ્રભારી સુહાસિની યાદવને ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે. 4 મેના મધ્ય ગુજરાત ઝોનની બેઠક મળશે જેમાં AICC સેક્રેટરી અને પ્રભારી રામકિશન ઓઝા પણ ઉપસ્થિત રહેવાના છે. 5 અને 6 મેના સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે જેમાં AICC સેક્રેટરી અને પ્રભારી દેવેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહેવાના છે. રિવ્યૂ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ રિપોર્ટ તૈયાર કરશે રિવ્યૂ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પણ નેતાઓએ પક્ષ વિરોધી કામગીરી કરી છે તેની વિગતો પણ મંગાવવામાં આવી છે. કેટલીક જગ્યાએ સંગઠનમાં આગેવાનો નિષ્ક્રિય હોવાની પણ પ્રદેશ પ્રમુખને બેઠકમાં ફરિયાદ મળી છે. જેથી હવે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર નેતાઓ અને હોદેદારોની સમીક્ષા કર્યા બાદ તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમજ 2027ને ઘ્યાનમાં રાખીને સંગઠનમાં ફેરફાર પણ કરવામાં આવશે. પોલીસ-પ્રશાસનનો ખૂબજ દુરુપયોગ કરાયો: ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે રીતે લોકોની વચ્ચે માહોલ હતો સરકાર સામેની નારાજગી હતી ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી લોકો હેરાન પરેશાન હતા પણ પરિણામો જ્યારે આવ્યા ત્યારે અપેક્ષાથી વિપરીત પરિણામો આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી સંગઠનની નિમણૂક કરવામાં આવી ત્યાર પછી ઉમેદવારોની તમામ પસંદગીની પ્રક્રિયા પણ સ્થાનિક કક્ષાએ જ કરવામાં આવી હતી. જે પરિણામ આવ્યા છે તેની સમીક્ષા માટે અમે ઝોન વાઇઝ બેઠક કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી સામે લોકોમાં ખૂબ નારાજગી હતી ખૂબ આક્રોશ હતો પણ સામ-દામ દંડ ભેદની નીતિથી પોલીસ અને પ્રશાસનનો ખૂબ જ દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ‘અધિકારીઓ જાણે ભાજપના કાર્યકરો હોય એ રીતે ચૂંટણી લડ્યા’ સરકારી મશીનરી છે એનો દુરુપયોગ કરીને ચૂંટણીઓમાં પરિણામ લાવવામાં આવ્યા છે. સુરત સહિત અનેક જગ્યાએથી જે રજૂઆતો પુરાવા મળ્યા તે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડતા હતા એના કરતા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ જાણે ભાજપના કાર્યકરો હોય એ રીતે ચૂંટણી લડ્યા છે એવી વિગતોને પુરાવા સહિત રજૂઆતો પણ મળી છે. પોલીસ અને પ્રશાસન દ્વારા જે એમની સત્તાનો દુરુપયોગ કરી લોકોને ડરાવા દબાવવામાં આવ્યા છે એના પણ પુરાવાઓ સાથેની રજૂઆતો મેળવીએ છીએ. ભારતીય જનતા પાર્ટી એ જે ખોટી પ્રેક્ટિસ કરીને પૈસા, મસલ પાવર અને બીજો ઉપયોગ કરી મતદારોને ગેરમાર્ગે દોર્યા છે. કેટલીક પાર્ટીઓના કારણે સરકાર સામેનો લોકો આક્રોશ વિભાજિત થઈ ગયો હતો. ‘નિષ્ક્રિય નેતાઓ સામે કાર્યવાહી કરી સંગઠનમાં બદલાવ થશે’ સંગઠનના નેતાઓની નિષ્ક્રિયતાને લઈને અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે પણ નેતાઓએ બીજી કોઈ એક્ટિવિટીમાં ભાગ લીધો છે તેવા તમામ લોકો સામે આ સમીક્ષા બેઠક બાદ પગલા પણ લેવામાં આવશે. ઘણી જગ્યાએ અમારા જવાબદાર જે સંગઠનના હોદ્દેદારોની નિષ્ક્રિયતાની વાત પણ સામે આવી છે એમણે જે વધારે સક્રિયતાથી કામ કરવું જોઈએ વધારે કાળજી રાખવી જોઈએ એમાં પણ ક્યાંક ખામી જોવા મળી છે. કોઈ કોઈ જગ્યાએથી રજૂઆતો આવી છે એટલે બધી જ રીતે સંગઠનમાં જ્યાં કમીઓ રહી ગઈ છે તેનો પણ અભ્યાસ કરીએ છીએ. અમારા આગેવાનો કાર્યકરોની નિષ્ક્રિયતા બાબતે પણ ફરિયાદો મળી છે. તેની પણ સમીક્ષા કરી રહ્યા છીએ જે બાદ તેવા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જેથી નિષ્ક્રિય થયેલા નેતાઓ સામે કાર્યવાહી કરીને સંગઠનમાં બદલાવ પણ કરવામાં આવશે. સિનિયર આગેવાનો ઉમેદવારો સાથે ચર્ચા કરશે વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે બાદ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ જિલ્લામાં અમારા વરિષ્ઠ આગેવાનો જઈ ઉમેદવારો સાથે ચર્ચા કરશે. તેમજ કાર્યકરો અને સંગઠન સાથે પણ હજુ વિસ્તૃત સમીક્ષા કરીશું. એક મહિના સુધી તમામ બાબતોને એકઠી કરી જ્યાં જવાબદાર સંગઠનની ફેરબદલ કરવામાં આવશે. જે પોલીસ અને પ્રશાસનના લોકોએ ભાજપના કાર્યકરો બનીને કામ કર્યું છે તેમને પણ છોડવામાં આવશે નહીં. ‘નેતા-કાર્યકરો મજબૂતાઈથી લડ્યા તેમને ભવિષ્યમાં પ્રાધાન્ય આપીશું’ વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દરેક જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તાલુકા કોંગ્રેસ સમિતિ, શહેર સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિને બધી જ પ્રક્રિયા સ્થાનિક સ્તરે આપવામાં આવી હતી. સંકલન કરીને ઉમેદવારની પસંદગીની પ્રક્રિયાથી ચૂંટણી લડવા સુધી દરેકનો રોલ રહ્યો છે. એટલે પ્રદેશથી લઈને ઉમેદવાર સુધી બધા જ લોકોની અલગ અલગ જવાબદારીઓ હતી. બધા જ લોકોનો અલગ અલગ રોલ છે એટલે જ્યાં પણ કંઈ રોલ નિભાવવામાં જે પણ કચાશ રહ્યા છે એની પણ સમીક્ષા થશે અને જે લોકોએ સારું કામ કર્યું છે જે લોકોએ ભાજપના રાજ સામે અને પોલીસ અને પ્રશાસન સામ-દામ દંડ ભેદની નીતિ સામે પણ મજબૂતાઈથી લડ્યા છે એવા ઉમેદવારોને પણ આવનારા સમયે પ્રાધાન્ય આપીશું એવા કાર્યકરોને પણ સંગઠનમાં આવનારા સમયમાં સ્થાન મળશે. જે લોકો નિષ્ક્રિય રહ્યા છે જેણે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે એની પણ સમીક્ષા કરીને પગલાં લેવાશે.
    Click here to Read More
    Previous Article
    છત્તીસગઢમાં IED બ્લાસ્ટ, 3 જવાન શહીદ:તેમાં DRG ના ઇન્સ્પેક્ટર પણ સામેલ, 1 ઘાયલ; કાંકેર-નારાયણપુર બોર્ડર પર માઇનિંગ હટાવતી વખતે અકસ્માત
    Next Article
    કાર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ, સુરતના કોન્સ્ટેબલનું મોત:પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર અકસ્માત, ભારે જહેમતથી મૃતકને બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment