Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વરણીની કવાયત તેજ:નિરીક્ષકો દ્વારા જીતેલા ઉમેદવારોની એક-એક ની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ

    2 days ago

    ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી ભવ્ય સફળતા બાદ હવે શહેરમાં નવા 'નગરપતિ' કોણ બનશે તેને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે, ત્યારે આજરોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ કાર્યાલય માંથી નિરીક્ષકોની ટીમ આવી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં એક પછી એક ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, ભાવનગર મહાનગરપાલિકા ની કુલ 52 સીટોમાંથી 44 સીટો પર વિજય મેળવી ભાજપે 7 મી વખત મહાનગરપાલિકામાં સત્તા પોતાના નામે કરી છે, ત્યારે હવે આગામી દિવસોમાં મેયર, ચેરમેન, દંડક અને અન્ય મહત્વના હોદ્દાઓ માટે વરણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે​ભાજપની પરંપરાગત પદ્ધતિ મુજબ પ્રદેશ કક્ષાએ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ ની સહિત ત્રણ નિરીક્ષકોની ટિમ સાથે ભાવનગર શહેર કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા અને એક પછી એક જીતેલા ઉમેદવારોને સાંભળ્યા હતા, અને દરેક સભ્યનો મત અને અપેક્ષાઓ જાણીને નિરીક્ષકો તેનો રિપોર્ટ તૈયાર કરશે, આ રિપોર્ટ પ્રદેશ ભાજપ સંગઠન સમક્ષ રજૂ કરવામાં આવશે. ​ત્યારબાદ ​પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા બાદ મેયર, ​ડેપ્યુટી મેયર, ​સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ​શાસક પક્ષના નેતા તથા ​દંડક સહિતના મહત્વના હોદ્દાઓ માટે નામોની જાહેરાત કરવામાં આવશે,​ભાવનગરની જનતાએ આપેલા જંગી જનાદેશ બાદ હવે સંગઠન કયા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળે છે, તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.
    Click here to Read More
    Previous Article
    યુપીના કોંગ્રેસ અધ્યક્ષની તબિયત લથડી, મેદાંતામાં દાખલ:છાતીમાં ભારે દુખાવો થયો હતો, પીએમ મોદીના ટ્વિટના 11 કલાક પછી રાહુલનું ટ્વિટ; સ્વસ્થ થવાની પ્રાર્થના કરી
    Next Article
    Gujarat Politics News LIVE | ગુજરાતની મનપામાં કોણ બનશે મેયર? | BJP | Municipal Election | Mayor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment