Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતલપુરની ગૌશાળામાં ભીષણ આગ, ઘાસચારો બળીને ખાખ:કોરડા ગામની રામદેવ ગૌશાળામાં મોટું નુકસાન, ગૌ સેવકોએ આગ બુઝાવી

    8 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે આવેલી રામદેવ ગૌશાળામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ગૌશાળામાં સંગ્રહિત કરવામાં આવેલો મોટા પ્રમાણમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે ગૌશાળાને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં પશુઓ માટે રાખવામાં આવેલો ઘાસચારો તેની ઝપેટમાં આવી ગયો હતો. આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા, જેને પગલે સ્થાનિક લોકો અને ગૌ સેવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગૌ સેવકોએ ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. લાંબા પ્રયાસો બાદ આગને સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. આ ભીષણ આગને કારણે ગૌશાળામાં રાખવામાં આવેલ સુકો ઘાસચારો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો છે, જેનાથી સંચાલકોને મોટું નુકસાન થયું છે. સદનસીબે, આગની આ ઘટનામાં કોઈ પશુને હાનિ પહોંચી નથી. જોકે, ગૌશાળા જેવા સંવેદનશીલ સ્થળે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Supreme Court on TMC: Counting से पहले CM Mamata को झटका | Bengal Election Vote Counting |TMC VS BJP
    Next Article
    Botad Crime News | બોટાદમાં વીંછીયા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment