Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર'ની સ્ક્રિપ્ટ ચોરી કેસમાં આદિત્ય ધરને બે હાઈકોર્ટમાંથી રાહત:સેન્સર સર્ટિફિકેટ રદ કરવાની અરજી ફગાવી; ડિરેક્ટર વિરુદ્ધ નિવેદન આપવા પર રોક લગાવી

    7 hours ago

    ફિલ્મ 'ધુરંધર'ની વાર્તા ચોરી (પ્લેગરિઝમ)ના વિવાદમાં ડિરેક્ટર આદિત્ય ધરને બે અલગ-અલગ અદાલતોમાંથી મોટી રાહત મળી છે. કર્ણાટક હાઈકોર્ટે ગુરુવારે ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી. જ્યારે, બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદી સંતોષે ખાતરી આપી કે, તે હવે ડિરેક્ટર વિરુદ્ધ કોઈ પણ બદનક્ષીભર્યું નિવેદન આપશે નહીં. કર્ણાટક HCને ફરિયાદમાં દમ ન લાગ્યો જસ્ટિસ કે.એસ. હેમાલેખાની સિંગલ બેન્ચે બેંગલુરુના સ્ક્રીનરાઈટર સંતોષ કુમારની અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી. સંતોષે માંગ કરી હતી કે, ફિલ્મ 'ધુરંધર'નું CBFC (સેન્સર બોર્ડ) સર્ટિફિકેટ રદ કરવામાં આવે કારણ કે તે તેની મૂળ સ્ક્રિપ્ટ 'ડી-સાહેબ'ની નકલ છે. કોર્ટે અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, 'આ ફરિયાદમાં કોઈ યોગ્યતા નથી.' જોકે, સંતોષ દ્વારા વળતરને લઈને કરવામાં આવેલો મુખ્ય કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. બોમ્બે હાઈકોર્ટમાં ગેરંટી આપી આદિત્ય ધરે સંતોષ કુમાર વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં જસ્ટિસ આરિફ ડોક્ટર સમક્ષ સંતોષના વકીલે કહ્યું કે, 'સંતોષ હવે ડિરેક્ટર વિરુદ્ધ જાહેરમાં કોઈ વાંધાજનક ટિપ્પણી કરશે નહીં.' આદિત્યના વકીલોએ તેને 'ચોર' કહેવા બદલ માફીની માંગ કરી હતી, પરંતુ સંતોષની કાનૂની ટીમે તેનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું છે કે, તે કાનૂની લડાઈ લડવાનું ચાલુ રાખશે. શું છે આખો વિવાદ? વિવાદની શરૂઆત 'ધુરંધર' અને તેની સિક્વલ રિલીઝ થયા પછી થઈ. સંતોષ કુમારનો દાવો છે કે, ફિલ્મની વાર્તા તેમની રજિસ્ટર્ડ સ્ક્રિપ્ટ 'ડી-સાહેબ'માંથી મોટા પ્રમાણમાં કોપી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે, તેમની સ્ક્રિપ્ટ સ્ક્રીનરાઈટર્સ એસોસિએશન (SWA)માં રજિસ્ટર્ડ છે. જ્યારે સંતોષે જાહેરમાં આદિત્ય ધર પર આરોપ લગાવ્યા, ત્યારે ડિરેક્ટરે પહેલા તેમને કાનૂની નોટિસ મોકલી અને પછી બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    Along Chhattisgarh’s Mahanadi, a brazen killing shines light on an open secret
    Next Article
    બાપ એ બાપ... સુપરહીરોની જેમ દીકરાને બચાવ્યો:ચાલતી ટ્રેને 2 વર્ષનો દીકરો પડી ગયો, પિતાએ પણ ટ્રેન નીચે કૂદીને બાળકને બચાવી લીધું; બાંગ્લાદેશનો બનાવ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment