Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિના પ્રેમસંબંધની શંકાએ બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ:શહેરના સરિતા સોસાયટી વિસ્તારમાં પ્રેમસંબંધના વિવાદમાં મહિલાઓ અને પુરુષો વચ્ચે મારામારી, મામલો પોલીસ મથકે પહોંચ્યો

    2 days ago

    ભાવનગર શહેરના સરિતા સોસાયટી વિસ્તારમાં જૂના પ્રેમ પ્રકરણને લઈને બે મહિલાઓ અને તેમના પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ નામજોગ 11 સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે, પ્રથમ પક્ષની ફરિયાદ વિશ્વબા ગોહિલ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ છેલ્લા છ દિવસથી ઘરે આવ્યા નહોતા અને તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો, તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમના પતિને સોનલબા રામદેવસિંહ જાડેજા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ છે, ​ગઈકાલે સાંજના સમયે જ્યારે સોનલબાએ ફોન કરીને ઘરનું સરનામું માંગ્યું, ત્યારે વિશ્વબાએ તેમને ઘરે બોલાવ્યા હતા, સોનલબા તેમની ભાભી ઉર્મિલાબા સાથે વિશ્વબાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને સોનલબાએ ગાળાગાળી કરી વિશ્વબા તેમજ તેમની દેરાણી રિદ્ધિબા સાથે ઝપાઝપી શરૂ કરી હતી, ​ઝઘડા દરમિયાન સોનલબાનો ભાઈ અનિરૂદ્ધસિંહ ઉર્ફે ભયલુભા અને તેનો મિત્ર શક્તિસિંહ ગોહિલ પણ ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ મહિલાઓ સાથે મારપીટ કરી હતી અને આસપાસના લોકો એકઠા થઈ જતા, "આજે તો તમે બચી ગયા છો, પણ હવે જો મળીશ તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ​ભોગ બનનાર મહિલાએ આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોનલબા જાડેજા, ઉર્મિલાબા, અનિરૂદ્ધસિંહ અને શક્તિસિંહ વિરુદ્ધ ગુનો દાખલ નોંધાવ્યો હતો, સામા પક્ષની ફરિયાદ શહેરના સુભાષનગર આવાસ યોજનામાં રહેતી સોનલબા જાડેજાને ભૂતકાળમાં વિશ્વજીતસિંહ ગોહિલ સાથે પ્રેમસંબંધ હતો જોકે, હાલમાં આવો કોઈ સંબંધ ન હોવા છતાં, વિશ્વજીતસિંહના પત્ની વિશ્વબા ને શંકા હતી કે સોનલબાએ જ તેમના પતિને ક્યાંક છુપાવી રાખ્યા છે, ​ગત તા.1/5 ના રોજ સાંજે જ્યારે ફરિયાદી મહિલા બહાર ગયા હતા, ત્યારે વિશ્વબા તેમના ભાભીના ઘરે જઈને ઝઘડો કર્યો હતો અને સોનલબા વિશે પૂછપરછ કરી હતી,​જ્યારે સોનલબા આ બાબતે વાત કરવા માટે વિશ્વબાના ઘરે ગયા, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો, ​વિશ્વબાએ સોનલબાને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો, ​ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો મહિપતસિંહ ગોહિલ અને અન્યો એ લાકડી વડે હુમલો કરી સોનલબાને પીઠ અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી,​હુમલાખોરોએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, ​ઘટના બાદ ઈજાગ્રસ્ત મહિલાને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, મહિલાની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે વિશ્વબા ગોહિલ, ક્રિતીબા ગોહિલ, રીધીબા ગોહિલ, અજુબા ગોહિલ, કૃપાબા ગોહિલ, મહિપતસિંહ ગોહિલ તથા મનહરસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે, ​બંને પક્ષોની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લોકડાયરામાં ‘સોના-ચાંદી’નો વરસાદ, VIDEO:ખંભાતમાં દેવાયત ખવડનાં શૌર્યરસ અને ભજનનાં સૂર પર લોકો ઓવારી ગયા, કર્યો સોના-ચાંદીની નોટોનો અભિષેક
    Next Article
    Hezbollah's Fibre-optic Drones Pose New Challenge For Israel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment